૪૫ વર્ષી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા તન્ના એજ્યુકેશનલ કેમ્પસે ઈતિહાસ રચ્યો: ધોરણ-૧૨ (કોમર્સ)માં શ્રેયા દાવડા ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ ફર્સ્ટ
ગોંડલ શહેરમાં ગુંદાળા રોડ પર આવેલ તન્ના એજ્યુ, કેમ્પસ છેલ્લા ૪૫ વર્ષી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા રહી છે. બાલ-મંદિરી ધો. ૧૨ (કોમર્સ) સુધીની ગુજરાતી માધ્યમની આ શાળાના વિર્દ્યાથીઓ ધો. ૧૦ અને ધો. ૧૨ માં ખૂબજ શ્રેષ્ઠ પરિણામો મેળવી આજે ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દીના ઘડતર કરી રહ્યાં છે. બાળકોનો શિક્ષણની સાથે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ થાય તે આ સ્થાનો હર હંમેશ મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. તાજેતરમાં માર્ચ ૨૦૧૮માં લેવાયેલ ધો. ૧૨ (કોમર્સ)ની પરીક્ષામાં કુ. શ્રેયા સ્નેહલભાઈ દાવડા ૯૯.૯૯ PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રમ સન મેળવી પરિવાર અને શાળાનું ગૌરવ વધારેલ છે.તેજ રીતે ધો. ૧૦ માં ૯૯.૨૧ PR સાથે ઠુંમર વૃષ્ટિ અને સોલંકી બ્રિજરાજસિંહ શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં સફળ રહ્યાં હતાં. માર્ચ ૨૦૧૬ માં ધો. ૧૨(કોમર્સ)ના ગોંડલ કેન્દ્રનાં ઈતિહાસનાં સૌ પ્રમ વખત ૯૯.૯૯ PR સાથે કિશન રામાણીના સ્વરૂપમાં બોર્ડ પ્રથમ અપાવવાનો શ્રેય તન્ના એજ્યુ. કેમ્પસના ફાળે રહ્યો છે.
સસ્થા દ્વારા વિર્દ્યાથીઓને ધો. ૧૨ પછી તેના શૈક્ષણિક કારકિર્દીના ઘડતર માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા તજજ્ઞોના સેમીનાર નિયમિત રીતે યોજવામાં આવે છે. આવી પ્રવૃત્તિના ભાગરૂપે તાજેતરમાં C.A.CPA માં ૨૦૦ માંથી ૧૮૮ ગુણ સાથે સમગ્ર ભારતવર્ષમાં કુ. પૂજા માંડલીયાએ ચોથું સસ્થા પ્રાપ્ત કર્યું છે. સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ સંસ સદાયે અગ્રેસર રહેતી આવેલ સ્પોર્ટ્સના ક્ષ્રેત્રે ખેલ મહાકુંભ હોય કે રાજ્ય રમતોત્સવ શાળાની અલગ અલગ રમતની ટીમના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી સિદ્ધિઓ મેળવતાં રહ્યાં છે. તાજેતરમાં શાળાની થ્રો-બોલની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ રમેલ જેમાંથી શાળાના ધો. ૧૨ ના વિર્દ્યાથી અજયસિંહ પ્રવિણસિંહ જાડેજા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામતાં તેમને બાંગ્લાદેશના ઢાકા ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે રમવાની અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે શાળાના વ્યાયામ શિક્ષકોનો સિંહફાળો રહ્યો શાળા દ્વારા બાળકોને રમત-ગમતનાં ક્ષેત્રે બાસ્કેટ-બોલ, હેન્ડ બોલ, થ્રો-બોલ, ખો-ખો, કબડ્ડી, સ્કેટિંગ, ચેસ, ટેબલ-ટેનિસ જેવી મેદાની તથા ઇન્ડોર રમતો નિયમિત રીતે રમાડવામાં આવે છે.
સાંસ્કૃતિક ક્ષેત્રે દરેક ઉત્સવો જેમ કે જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી, ક્રિસમસ, વગેરે તહેવારોની ઉજવણી દ્વારા વિર્દ્યાથીઓમાં ભારતીય સંસ્કૃતિના પ્રાચીન અને ભવ્ય વારસાના સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. આર્ટ અને ક્રાફટના ક્ષેત્રે સંસના તજજ્ઞ શિક્ષકોની ટીમ દ્વારા વિર્દ્યાથીઓને નિયમિત રીતે અવનવાં પ્રોજેક્ટ તૈયાર કરાવી તેમની સર્જનાત્મક શક્તિને ખીલવવાનો એક અનેરો પ્રયાસ કરવામાં આવે છે અને તૈયાર તી કૃતિઓનું ભવ્ય પ્રદર્શન ગોઠવી વાલીગણ સમક્ષ રજૂ કરી પોતાના બાળકોનાં વિશિષ્ટ કૌશલ્યોનો પરિચય કરાવવામાં આવે છે.તાજેતરમાં સંસએ “TCE FEST ૨૦૧૮નું જે આયોજન કરેલ હતું તેમાં સમગ્ર ભારતવર્ષની આગવી ઓળખ સમી સંસ્કૃતિ અને કલાની પ્રાચીન કૃતિઓ કે જે શાળાના વિર્દ્યાીઓએ તૈયાર કરેલ હતી જેને હજારો વાલી અને લોકોએ નિહાળી બિરદાવેલ હતી.
શાળાના વિર્દ્યાથીઓમાં શારીરિક ખડતલપણું કેળવાય તેવા હેતુસર મનાલી, મોરાન, પંચમઢી, ડેલહાઉસી જેવા પર્વતીય મકો ખાતે ટ્રેકિંગ કેમ્પનું નિયમિત આયોજન કરવામાં આવે છે. કેમ્પસના અંગ્રેજી માધ્ય.ના ધો. ૧ થી ૮ના વિર્દ્યાથીઓ દ્વારા આપવામાં આવેલ રાષ્ટ્રીય કક્ષાની ૧૦મી ઓલ ઇન્ડિયા મેથ્સ એન્ડ સાયન્સ ટેલેન્ટ પરીક્ષામાં કુલ ૧૨ વિર્દ્યાથીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યાં હતાં. આ પરીક્ષા સેન્ટર ફોર એકસેલન્સ ન્યુદિલ્હી દ્વારા આયોજિત હતી. શાળામાં અનુભવી અને તાલીમી શિક્ષકગણ દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ સાથે સહ-અભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા વિર્દ્યાથીના સર્વાંગી વિકાસ માટે શાળાના પ્રિન્સિપાલ શ્રી મધુસૂદન તન્ના તા ચેરપર્સન શ્રીમતિ દર્શના તન્નાના માર્ગદર્શન હેઠળ સંસ દિન-પ્રતિદિન અદ્દભુત વિકાસ સાધી રહેલ છે.