- વામસી ક્રિષ્ના રવી શાસ્ત્રી, યુવરાજ અને ગાયકવાડની ક્લબમાં સામેલ થઈ ગયો
કર્નલ સીકે નાયડુ ટ્રોફી ટૂર્નામેન્ટમાં રેલવે સામે રમાયેલી મેચમાં આંધ્રપ્રદેશના કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન વામશી કૃષ્ણાએ એક ઓવરમાં છ છગ્ગા ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે તે શાસ્ત્રી, યુવરાજ અને ગાયકવાડની ક્લબમાં સામેલ થઈ ગયો છે. આંધ્રપ્રદેશના કેપ્ટન વામશી કૃષ્ણાએ બુધવારે કર્નલ સીકે નાયડુ ટ્રોફી ટૂર્નામેન્ટમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે એક ઓવરમાં સતત છ છગ્ગા ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે તે રવિ શાસ્ત્રી, યુવરાજ સિંહ અને રુતુરાજ ગાયકવાડની ક્લબમાં જોડાયો.
વિકેટકીપર બેટ્સમેન વામશીએ બુધવારે કડપ્પામાં રેલવે સામે રમાયેલી મેચમાં વિસ્ફોટક પ્રદર્શન કર્યું હતું. તેણે એક ઓવરમાં છ છગ્ગા ફટકારીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. તે રવિ શાસ્ત્રી (1985), યુવરાજ સિંહ (2007) અને રુતુરાજ ગાયકવાડ (2022) પછી એક ઓવરમાં છ છગ્ગા ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો.
વામશીએ રેલવેના બોલર દમનદીપ સિંહ સામે અવિશ્વસનીય ઇનિંગ રમી હતી. આ ઓવરમાં તેણે છ સિક્સર ફટકારીને 36 રન બનાવ્યા હતા. આ વિસ્ફોટક ઇનિંગના આધારે વામશીએ 54 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ મેચમાં તેણે રેલવે સામે 64 બોલમાં 110 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 12 છગ્ગા અને 4 ચોગ્ગા આવ્યા હતા. બીસીસીઆઇ એ વામશીના પરાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર શેર કર્યો છે. યુવી-ઋતુરાજ-શાસ્ત્રીએ પણ એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા.