- નિશુલ્ક કેમ્પનું આયોજન કરતી અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે ડોનેશન આપ્યું
- આ પ્રસંગે સંસ્થાના મેનેજર તેમજ વિવિધ મહેમાનોનું સ્વાગત કરાયું
- કલબના ચેરમેને બહેનોની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી
અબડાસામાં નિશુલ્ક કેમ્પનું આયોજન કરતી અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું હતું. અંતરિયાળ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા આંખના નિશુલ્ક કેમ્પ યોજવામાં આવે છે. જેમાં દર્દીઓમાં મોતિયો કે વેલના ઓપરેશનની જરૂર જણાય તો તેમને ઓપરેશનની તારીખ આપવામાં આવે છે અને દર્દીઓને ગામડેથી લાવવા મુકવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તેમજ આ પ્રસંગે સંસ્થાના મેનેજર તેમજ વિવિધ મહેમાનોનું સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલબના ચેરમેન ખાસ રાજસ્થાનથી આવ્યા હતા અને કલબના બેહનોની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી.
ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા અંધજન મંડળ અંધજન મંડળ કેસી.આર.સી ભુજ ખાતે દર વર્ષે દિવ્યાંગ બાળકો સાથે કાર્યક્રમ યોજાય છે અને કલબના બહેનો દ્વારા સેવાકીય પ્રવૃતિઓ થાય છે. આજે આ ક્લબના ચેરમેનની વિઝીટ દરમ્યાન અંધજન મંડળ કે.સી.આર.સી.આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અને ફાયર સેફટી બોલ અર્પણ કરવામાં આવ્યા.
અંધજન મંડળ સંચાલિત આ આંખની હોસ્પિટલ અતિ આધુનિક મશીનો અને મોડ્યુલર ઓપરશન થીયેટરવાળી હોસ્પિટલ છે. છેલ્લા 21 વર્ષથી સમગ્ર કચ્છના જરૂરિયાતમંદ લોકો માટે આંખના ઓપરેશનની નિશુલ્ક સેવા પૂરી પાડે છે અને અતિ આધુનિક ફેકો પદ્ધતિથી પણ ઓપરેશન રાહતદરે થાય છે. નિયમિત દાતાઓના સહકારથી ૩૪૫૦૦ થી વધુ દર્દીઓના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.
કચ્છના અંતરિયાળ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા આંખના નિશુલ કેમ્પ યોજવામાં આવે છે તેમજ નખત્રાણામાં દરીયાસ્થાન મંદિર મધ્યે, નલિયામાં યોગેશ્વરનગરમાં અને મુન્દ્રામાં રોટરી ક્લબ ખાતે અંધજન મંડળ સંચાલિત વિઝન સેન્ટરોમાં નિયમિત ચાલતી ઓપીડી માં ચેકઅપ માટે આવતા દર્દીઓમાં મોતિયો કે વેલના ઓપરેશન ની જરૂર જણાય તો તેમને ઓપરેશન માટેની તારીખ આપવામાં આવે છે અને દર્દીઓને ગામડેથી લાવવા મુકવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. દર્દીઓને ફોલોઅપ માટે ભુજ આવવાની જરૂર નથી ત્યાં જ આ સુવિધા પણ આપવામાં આવે છે. અંધજન મંડળ દ્વારા સમગ્ર કચ્છને મોતિયોમુક્ત કરવાના અભિયાનમાં આજે ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા મળેલ અનુદાન ખુબ મહત્વનું છે કેમ કે બહેનોની આ પહેલ સમાજના અન્ય લોકોને પણ પ્રેરણાદાયી બની રેહશે.
આ પ્રસંગે સંસ્થાના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના ચેરમેન સ્વાતિ ગુપ્તા, પ્રેસિડેન્ટ નેહા પુજારા, ટ્રેઝરર રચના શાહ, વિનીતા જૈન, વિશ્વબેનનું પરંપરાગત રીતે શોલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું અને આ કલબના દરેક મેમ્બરોનો આભાર માન્યો હતો.
કલબના ચેરમેન જે ખાસ રાજસ્થાનથી આવ્યા હતા તેમને આ સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી હતી અને કલબના બેહનોની આ સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. આ પ્રસંગે રોટરી કલબના મીલીન વૈદ, વિમલ મેહતા, જયરાજસિંહ જાડેજા અને સંજય પુજારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દુલારીબેન ઠક્કરે કર્યું હતું.
અહેવાલ : રમેશ ભાનુશાલી