પ્રવાસન ક્ષેત્રને બુસ્ટ આપવા મોદી સરકારનો મહત્વનો નિર્ણય પરવાનગીની લાંબી પ્રક્રિયામાંથી નહીં થવું પડે પસાર
આંદામાન નિકોબારના ટાપુ ઉપર પ્રવાસે જવા ઈચ્છુકોને અત્યાર સુધી વિવિધ પરવાનગીના કોઠા પાર કરવા પડતા હતા. જો કે, સરકારે આંદામાન નિકોબારના ૨૯ ટાપુઓ પર પરવાનગીના નિયમો હળવા કર્યા છે. આંદામાન નિકોબારના રસ્ટ્રીકટ્રેડ એરીયા પરમીટમાં સમાવવામાં આવ્યા છે. જેનાી અત્યાર સુધી ત્યાં ફરવા જવા પરવાનગીની મોટી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું.
હવેથી હેવલોક, નેઈલ, લીટલ આંદમાન, બારટંગ અને કચ્છલ સહિતના ૨૯ ટાપુઓ પર જવા માટેના નિયમો હળવા કરાયા છે. આ ટાપુઓ પર વિદેશી પ્રવાસીઓ સરળતાથી જઈ શકતા નહોતા. મોદી સરકારે પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા નિયમો હળવા કર્યા હોવાનું માનવામાં આવે છે. આંદામાન નિકોબારને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખુબજ મહત્વનું ક્ષેત્ર માનવામાં આવે છે. જયાં વિદેશીઓને જવા ઉપર અત્યાર સુધી પ્રતિબંધ હતો. પરંતુ હવે સરકારે નિયમો હળવા
કર્યા છે.
જો કે, અફઘાનિસ્તાન, ચીન અને પાકિસ્તાન જેવા દેશોના નાગરિકો હજુ પણ આંદામાન નિકોબારની મુલાકાત લઈ શકશે નહીં. અન્ય દેશોના નાગરિકો માટે પરવાનગીના નિયમો હળવા કરાયા છે. આ ટાપુઓમાં ઈસ્ટ આઈલેન્ડ, નોર્થ આંદામાન, સ્મિથ, મીડલ આંદામાન, નાનકોરી સહિતના ટાપુઓનો સમાવેશ કરવામાં આવે છે.