મુખ્યમંત્રીના હસ્તે ખીરસરા જીઆઈડીસીના લોકાર્પણ કાર્યક્રમ માટે આગેવાનોની મીટીંગ મળી: પુરજોશમાં તૈયારીઓ

આગામી તા.૧૮/૦૧/૨૦૨૦ના રોજ લોધીકા તાલુકાના ખીરસરા ગામ પાસે નવી ખીરસરા જીઆઈડીસીનું લોકાપર્ણ મુખ્યમંત્રીના હસ્તે રાખેલ હોય લોધીકા તાલુકાના દરેક ગામના લોકોમાં અનેરો થનગનાટ છે.જેથી ગઈ કાલે લોધીકાના ખીરસરા ગામ પાસે સાત હનુમાન મંદિરે મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ મીંટીગ યોજાઈ હતી,જેમાં લોધીકા તાલુકાના ગામના સરપંચ સહકારી આગેવાનો, તાલુકા ગામના સરપંચ સહકારી આગેવાનો તાલુકા પંચાયત ના સદસ્ય, સામાજીક આગેવાનો, બોહોડી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા,મુખ્યમંત્રીના કાર્યક્રમને સુશોભીત કરવા સૌ લોકોએ એક સાથે હાકલ કરી હતી આ મીટીંગમાં લોધીકાના દરેક ગામાંથી આશરે ૧૫૦ થી ૨૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષમાં દરેક ગામમાંથી એક-એક આગેવાને મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને વિશેષ્ઠ જવાબદારી સોપવામાં આવી છે.જેમાં દરેક આગેવાન પોતાના ગામમાં મીટીંગ કરી લોકોને કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપશે અને નવી જીઆઈડીસીથી લોધીકાના ગામોને મળનારા ફાયદા અને રોજગારીની જાણકારી આપશે. તદ્દઉપરાંત દરેક ગામના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાંમ આવશે વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી બન્યા બાદ અનેક ખેડુત લક્ષી નિર્ણયો લીધા છે.જેનાથી ખેડુતોને ખુબ જ મોટો ફાયદો થયો છે.

લોધીકાના આગેવાનો સાથે  સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા જીલ્લાના પ્રમુખ ડિ.કે.સખીયા, ઉપ પ્રમુખ ચેતન રામાણીની સુચના મુજબ લોધીકાના આગેવાનો બકુલસિંહ જાડેજા, છગલભાઈ મોરડ, મુકેશભાઈ તોગડીયા, મુકેશ કુંગશીયા, ભીખાભાઈ ડાંગર, દિગુભા જોડજા, લાખાભાઈ ચોવટીયા, ભીખાભાઈ ડાંગર, મોહનભાઈ દાફડા, જહેમત ઉઠાવી રહ્યા છે. તથા દરેક ગામના જવાબદાર વ્યકિતઓ માખાવડ- મનસુખ વેકરીયા, રાજુ વેકરીયા, દોમડા -ભુપેન્દ્રસિંહ જાડેજા, નગર પીપળીયા-મનસુખ તારપરા, કમલેશ સાકરીયા, સુરેશ વસોયા, દેવડા-કમલેશભાઈ, મનસુખભાઈ ફાચરા, છાપરા-દિલીપભાઈ ભુત,ધીરૂભાઈ ત્રાપસીયા, દેવગામ-વિશાલ ફાગળીયા, તરશીભાઈ ગમઢા સહિતના જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવવા દિવસ -રાત કામે લાગી ગયા છે. આ માટે આગેવાનો એ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.