મુલ્યનિષ્ઠ રાજનેતા, કવી, પત્રકાર, વકતા અને સંઘના પ્રચારક તરીકે ઉમદા ભૂમિકા ભજવનાર અટલ બિહારી વાજપેયીના નિધની દેશભરમાં ઘેરો શોક
પૂર્વ વડાપ્રધાન અટલજીને શ્રધ્ધાંજલિ પાઠવતા શહેરના અગ્રણીઓ
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના નિધની દેશભરમાં ઘેરો શોક છવાયો છે. મુલ્યનિષ્ઠ રાજનેતા, કવી, પત્રકાર, વકતા અને સંઘના પ્રચારક તરીકે ઉમદા ભૂમિકા ભજવનાર અટલજીએ ગઈકાલે ભજવનાર અટલજીએ ગઈકાલે એઈમ્સ ખાતે અંતિમ શ્ર્વાસ લઈને વિદાય લીધી હતી. ત્યારે ભાજપ અગ્રણીઓએ સ્વ.અટલજીના સંસ્મરણો વાગોળીને તેમને શ્રધ્ધાંજલિ પાઠવી છે.
મોહનભાઈ કુંડારીયા
ભા૨ત ૨ત્ન એવા અટલબીહારી વાજપેયીજીના નિધની ઉંડા શોકની લાગણી વ્યક્ત ક૨ી શ્રધ્ધાંજલી અર્પતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે ભા૨તીય રાજનિતીના નોખા-અનોખા રાજનેતા અટલીજી વચન, પ્રવચન, અને આચ૨ણ ના આકદમ પુરૂષ હતા. અટલજીના પાંચ દશક લાંબી રાજકીય યાત્રા, રાજનિતી ક્ષેત્રે કાર્ય૨તા સૌ કોઈ માટે પ્રે૨ણાદાયી બની ૨હી હતી. અટલજીનું રાજકીય વ્યક્તિત્વ હંમેશા વિવાદોથી પ૨ ૨હયું હતું. દેશે વિરાટ વ્યક્તિત્વ અને મહામાનવ ગુમાવ્યા છે.
બિનાબેન આચાર્ય, અશ્વિનભાઈ મોલીયા, ઉદયભાઈ કાનગડ
મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના દુ:ખદ અવસાન સબબ શ્રધ્ધાંજલિ પાઠવતા જણાવેલ છે કે, ભાજપના વરિષ્ઠ નેતા, કે જેઓ સાંસ્કૃતિક મધ્યસ્તા, ઉદારવાદ અને રાજકીય ઉદારતા અને કવિ હૃદય માટે જાણીતા એવા વાજપેયીજીના અવસાની સમગ્ર ભારત દેશ શોકમય બન્યો છે. સંવેદનશીલ, માનવતાવાદી, અને કવિ હૃદય ધરાવતા વાજપેયીજીના અવસાની દેશને કદી ન પુરાય તેવી મોટી ખોટ પડેલ છે.
નરેન્દ્રભાઈ સોલંકી
અટલબીહારી વાજપેયીજીના નિધની ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રધ્ધાંજલી અર્પતા ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષતા નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અટલજીમાં વક્તૃત્વ કલા બચપણી જ હતી. શાળા-કોલેજોમાં યોજાતી વક્તૃત્વ સ્પર્ધામાં તેઓ હંમેશા પ્રથમ જ આવતા. ૧૯પ૭માં લોક્સભામાં ચૂંટાઈને પ્રથમ સંબોધનમાં જ તેમનું વક્તવ્ય સાંભળીને લોકો દંગ ૨હી ગયા હતા. આટલી નાની ઉંમ૨માં જ આટલુ પ્રભાવી પ્રવચન ? અટલજીના નિધની દેશે એક અપરાજીત વક્તા અને ઉમદા કવિ ગુમાવ્યા છે.
ગોવિંદભાઈ પટેલ
ભારતીય જનતા પાર્ટીમાંથી ‘અટલ’ યુગનો અસ્ત થયો છે. તેનો સમગ્ર ભાજપ પરિવારને ન પૂરી શકાય તેવી ખોટ તો પડી જ છે પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં પણ તેના નિધનથી આંચકો લાગ્યો છે તેમ ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું છે. વધુમાં જણાવે છે કે અટલજીએ પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું અને દેશ માટે ખુબજ કામ કર્યું તેઓ સદાય વિચાર અને વ્યવહારી દરેક કાર્યક્રમમાં જીવંત રહેશે.
કમલેશ મિરાણી
અટલબીહારી વાજપેયીના દુ:ખદ અવસાન બદલ ઉંડા શોકની લાગણી સો શ્રધ્ધાંજલી પાઠવતા શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડે જણાવ્યું હતું કે અટલજીના નિધનથી દેશે વિચા૨ક અને પ્રચા૨ક ગુમાવ્યા છે. ‘અંઘેરા છટેગા, સુ૨જ નીકલેગા અને કમલ ખીલેગા’ આ મંત્ર સો સ્પાયેલ પાર્ટી આજે વટવૃક્ષ બની છે ત્યારે અટલજીએ લાખો લોકોના હ્રદયમાં સન પ્રાપ્ત ર્ક્યુ છે અને કાર્યર્ક્તામાં ઘડત૨ અને સિંચન ર્ક્યુ છે.
ધનસુખ ભંડેરી, નિતીન ભા૨ધ્વાજ
ભા૨ત ૨ત્ન અટલબીહારી વાજપેયીજીના નિધની શ્રધ્ધાંજલી અર્પતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડે૨ી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજે જણાવ્યુ હતું કે અટલબીહારી વાજપેયીએ જનસંઘના એક અનિવાર્ય નિતિનિર્ધા૨ક અને પ્રખ૨ વક્તા તરીકે યુવાનીમાં જ કાઠુ કાઢયું હતું.
૧૯૮૦માં ભા૨તીય જનતા પાર્ટીના પ્રમ અધ્યક્ષ બનેલા.૧૯૯૨માં પદમવિભુષણ, ૧૯૯૪માં લોકમાન્ય તિલક ખિતાબ, ૧૯૯૪માં શ્રેષ્ઠ સંસદસભ્ય તેમજ ભા૨ત૨ત્ન પંડિત ગોવિંદ વલ્લ્ભ પંચ ખિતાબ અને ૨૦૧૪માં ભા૨ત૨ત્ન ી નવાજવામાં આવેલા. આમ ભાજપાની વિચા૨ધા૨ાના જીવંત પ્રતિક સમાન અટલબીહારી વાજપેયીના દુ:ખદ અવસાન બદલ શ્રધ્ધાંજલી પાઠવતા ધનસુખ ભંડેરી અને નિતીન ભા૨ધ્વાજે જણાવ્યું હતું.
ભાનુબેન બાબરીયા
પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા દુ:ખી હૃદયે શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું છે કે, ભારતીય જનસંઘ, ભા.જ.પ.ની રાજકીય ધણોહર, પ્રખર રાષ્ટ્રભક્ત, સાક્ષાતમાં સરસ્વતીજીના ઉપાસક-અજાગ શત્રુ, પ્રામાણિક, સર્વમાન્ય લોકનેતા, પોરખરણમાં પરમાણુ પરિક્ષણ કરીને સમગ્ર વિશ્ર્વને શક્તિશાળી ભારત દેશનો પરિચય કરાવનાર, દ્રઢ મનોબળ ધરાવતા, સામાજીક સમરસતાના હિમાયતી એવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈજીના નિધની ભારતીય રાજનીતિમાં એક યુગનો અંત થયો છે.
અપૂર્વભાઈ મણીઆર
ભારત વર્ષમાં કરોડો લોકોની લાગણી-લોકચાહના જીતેલા તેમજ જનનાયકની શ્રેણીમાં સ્થાન પામેલા પ્રખર વક્તા, કવિ, પત્રકાર, રાજનેતા, દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, પદ્મવિભૂષણ તથા ભારતરત્નથી સમ્માનિત અટલ બિહારી વાજપેયીજીનાં મૃત્યુ પર સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે દુ:ખ પ્રગટ કરતા જણાવ્યું હતું કે, પિતા પ્રવીણ કાકા સાથે અટલ બિહારી વાજપેયીજી નિકટનાં સંબંધો ધરાવતા. એ સંબંધો માત્ર રાજકીય જ નહોતા પારિવારિક પણ હતા. વાજપેયીજી જ્યારે પણ રાજકોટ આવતા ત્યારે મણીઆર પરિવાર સાથે જ ભોજન લેતા અને ઘરે પણ આવતા.
ડો. નીલાંબરી દવે
આદરણીય અટલ બિહારી વાજપેયીજીના દુ:ખદ અવસાન થવાના કારણે દેશને ખૂબ મોટી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. શ્રી અટલજી એ દેશના વિરલ વ્યિકતત્વ ધરાવતા યુગપુરુષ હતા. તેઓ પત્રકાર, લેખક, કવિ તેમજ ભારતદેશના પ્રથમ હરોળના રાજનેતા હતા. તેમના સરળ સ્વભાવ અને પ્રભાવશાળી વ્યકિતત્વના કારણે સૌ તેમના પ્રત્યે આદરભાવ ધરાવતા હતા. ઈશ્વર અટલજીના દિવ્ય આત્માને શાંતી આપે એ જ પ્રાર્થના તેમ સૌ.યુનિ.ના કાર્યકારી કુલપતિ ડો.નિલાંબરીબેન દવેએ જણાવ્યું હતું.
નિતીન ભુત
તેમના દુખદ અવસાન પ૨ શ્રધ્ધાંજલિ અર્પતા સૌરાષ્ટ્ર ઝોનના મીડીયા કન્વીનર નિતિન ભુતે જણાવ્યુ હતુ કે શ્રી અટલ બિહારી વાજપાઈ અભ્યાસમાં હોશીંયા૨ અને રાજનિતી શાસ્ત્ર સાથે એમ઼એ. સુધી અભ્યાસ ર્ક્યો. કાયદાના અભ્યાસક્રમમાં પિતાજી સાથે અટલજીએ કાયદાનો અભ્યાસ અધવચ્ચેી છોડી દીધો. ૧૯૪૨માં ગાંધીજીની ‘ભા૨ત છોડો ચળવળ’ માં ભાગ લેવા બદલ અટલજીને ૨૪ દિવસ જેલયાયાત્રા થઈ હતી. તે સમયે અટલજી સગી૨ વયના હોવાથી તેમને બાળકોની જેલમાં રાખવામાં આવ્યા હતા.
જ્યોતિન્દ્ર મહેતા
સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિન્દ્ર મહેતાએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન પર શ્રધ્ધાંજલી આપતાં જણાવ્યું હતું કે, અટલજીના જવાથી દેશને એક “મૂલ્યનિષ્ઠ તા પ્રજાવત્સલ રાજપુરુષ અને રાષ્ટ્રપુરુષની અપૂરણીય ખોટ પડી છે. સંઘના પ્રચારક, આજીવન સેવાવ્રતધારી અને સંવેદનશીલ એવા વાજપેયીજી સદૈવ આપણી સ્મૃતિમાં રહેશે.
જિલ્લા ભાજપ
પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી (૯૪) વર્ષની વયે નિધન થતા રાજકોટ જીલ્લા ભાજપના અધ્યક્ષ ડિ.કે.સખીયા તથા મહામંત્રી ભાનુભાઈ મેતાએ દુ:ખની લાગણી વ્યકત કરતા જણાવ્યું કે, અટલજી સિઘ્ધાંત નિષ્ઠ મુલ્યોના માનવી હતા. તેઓએ દેશસેવા માટે થઈ લગ્ન નહીં કરે તેવો સંકલ્પ કરીને ભારત માતાની સેવામાં સમગ્ર જીવન અર્પણ કરવાનો તેમણે દ્રઢ નિશ્ર્ચય કર્યો. તેઓએ બ્રિટીશ રાજના અત્યાચારો સામે લડતા રહ્યા. જેને કારણે તેમને ૨૪ દિવસની જેલની સજા થઈ. અટલજી સંસદની પહેલી ચુંટણી ૧૯૫૨માં લડયા અને હારી ગયા પણ સતત લોકોની વચ્ચે રહી લોકોના દિલ જીતતા રહ્યા અને ૧૯૫૭માં લોકસભાની ચુંટણીમાં ઉતરપ્રદેશના ગોંડા બલરામપુર બેઠક ઉપરથી પ્રથમવાર ચુંટાયા ત્યારથી લઈ ૨૦૦૪ સુધી સતત ભારતીય જનતા પાર્ટીનું સંસદમાં પ્રતિનિધિત્વ કરીને લોકપ્રશ્ર્નોની રજુઆત હૃદયસ્પર્શી રીતે કરીને પ્રતિસ્પર્ધીને તેમની વાતની સહમતી મેળવી લેતા. અટલજી હંમેશા કહેતા રહ્યા છે રાજનીતિ-રાજકીય સતા આપણા માટે સાઘ્ય નહીં સાધન છે. રાષ્ટ્રનું પરમ કલ્યાણ અને સમૃદ્ધિ એ જ આપણા સૌનું લક્ષ્ય છે. સંસદમાં તેમના ભાષણો સંસદગૃહને મંત્રમુગ્ધ કરી દેતા. ભારતીય રાજનીતિના રાષ્ટ્રપુરુષને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ.
બ્રહ્મ સેના
પૂર્વ વડાપ્રધાન “ભારત રત્ન લોક હૃદય સમ્રાટ સ્વ.અટલ બિહારી વાજપેયીના દુ:ખદ અવસાની રાજનીતિના રાષ્ટ્ર ભક્તની ખોટ દેશને કાયમ રહેશે. બ્રહ્મ સેના સપક-અધ્યક્ષ જગદીશ રાવલ શ્રધ્ધા વંદના અર્પણ કરી છે.
રેસકોર્ષ ક્રિકેટ એકેડમી
રેસકોર્ષ ક્રિકેટ એકેડમીના તાલીમાર્થીઓએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈજીને ભાવપૂર્વ અંજલિ અર્પણ કરી હતી. ક્રિકેટ શીખી રહેલા તરૂણો, બાળકોએ અટલજીને અંજલી અર્પી હતી. મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મનહરભાઈ મજીઠીયા, ક્રિકેટ કોચ, રેસકોર્ષ ક્રિકેટ એકેડેમીના સંચાલક કૌશિક અઢીયા, ક્રિકેટ મેચ રાહુલ માંકડ પણ આ શ્રધ્ધાંજલી કાર્યકમમાં ઉપસ્થિત રહ્યાં હતા.
મુકેશભાઈ દોશી
પૂર્વ વડાપ્રધાન અટલજીને અશ્રુભીની શ્રધ્ધાંજલિ પાઠવતા શહેર ભા.જ.પ.ના પૂર્વ મંત્રી મુકેશ દોશી જણાવે છે કે કરોડો દેશવાસીઓના હૃદયમાં બીરાજનારા પ્રખર વકતા, કવિ, લોકશાહી મુલ્યોને વરેલા અને સંઘી શઆત કરી જનસંઘ, ભા.જ.પા.ને ટોચ પર પહોંચાડનારા, સતાપક્ષ અને વિરોધીપક્ષ બંનેમાં સમાન આદર ધરાવનારા પીઢ રાજપુરુષના નિધની મોટી ખોટ પડી છે.
ડો.કમલેશ જોશીપુરા
ભારતીય રાજનીતિના મહાનાયક, આઝાદ શત્રુ અને સર્વસ્વીકૃત નેતૃત્વના ધારક અટલ બિહારી વાજપેયીજી જેવા મહા માનવનું મહા પ્રયાણ યું છે અને હિન્દુસ્તાનની રાજનીતિનો એક અતિ સ્વર્ણીમ અધ્યાય અને યુગ પૂર્ણ યો છે. ભારતીય જનતા પાર્ટીના રાજકોટના એક કાર્યકર્તા અને શહેર પ્રમુખ તરીકે માનનીય અટલજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું તે જીવનનો એક મહામૂલ્ય અવસર બની રહેશે તેમ પૂર્વ કુલપતિ પ્રો.કમલેશ જોશીપુરાએ જણાવ્યું છે.
મોહન ડેલકર
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર દાદરાનગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરે શોક વ્યકત કર્યો છે અને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલી આપતા સદ્ગતની આત્માની શાંતિ માટે ર્પ્રાના કરી છે. મોહન ડેલકરે વાજપેયીને યાદ કરતા કહ્યું કે “તેઓ લોકશાહીના સાચ્ચા હિમાયતી હતા. તેમની સો કામ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત યું છે. દેશને આવા નેતાની હંમેશા ખોટ રહેશે.
જયેશ સંઘાણી
રાજકીય પક્ષોમાં અટલ બિહારી વાજપાયી જેવા બહુ ઓછા પ્રજ્ઞાપુરુષો થયા છે કે વિરોધીઓ પણ જેમનું પ્રવચન સાંભળવા આતુર હોય કવી હૃદય હોવા છતાં જરૂર પડયે તેઓએ આક્રમક બનીને પોખરણમાં ધડાકો કરી વિશ્ર્વને ભારતની શક્તિના દર્શન કરાવ્યા હતા. તેમ વીવીપી કોલેજની લાઈબ્રેરીના પ્રોફેશનલ આસીસ્ટન્ટ જયેશ સંઘાણીએ જણાવ્યું હતું.
મહેશ રાજપુત
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બદલ દુ:ખ વ્યકત કરતા રાજકોટ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું કે, ભારતે જ નહીં પણ વિશ્ર્વએ એક સંત સમાન જેવા નેતા અટલ બિહારી વાજપેયી ગુમાવ્યા છે. તેમણે કહ્યું છે કે, અટલ બિહારી વાજપેયી જેવા રાજનેતા ભારતને મળ્યા એ અહોભાગ્ય છે. તેમનો સંવેદનશીલ સ્વભાવ અને બધાને સો રાખીને ચાલવાની નીતિને કારણે તેઓ વિરોધપક્ષમાં પણ લોકપ્રિય હતા.
જૈમન ઉપાધ્યાય
અટલજીના અવસાનના સમાચાર સાંભળી ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરૂ છું ફકત ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતાપાર્ટીના કાર્યકરો જ નહીં પરંતુ સમગ્ર હિન્દુસ્તાનના પ્રજાજનોએ એક પ્રખર નેતા ગુમાવ્યા છે. અટલજીના જીવનમાંથી સમગ્ર હિન્દુસ્તાનના લોકોને ખુબ પ્રેરણા મળી છે. તેઓ ફકત રાજકીય આગેવાન જ ન હતા પરંતુ સ:હૃદય કવિ પણ હતા. એમના શાસનકાળ દરમ્યાન હંમેશા રાષ્ટ્રને પ્રમ મહત્વ આપ્યું છે. વિરોધ પક્ષના લોકોની પણ સારીવાત તેઓ આવકારતા આને કારણે સત્તાધારી હોય કે વિરોધ પક્ષ હોય બધાના હૃદયમાં અટલજી આગવું સન ધરાવતા.
હરિ વાલા ડાંગર
પૂર્વ પ્રધાનમંત્રી, પ્રખર રાષ્ટ્રપુરુષ અને ભાજપના વરિષ્ઠમ નેતા શ્રી અટલ બિહારી વાજપેયીના અવસાન બદલ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. અટલજીના અવસાનથી દેશની જનતાએ પ્રખર રાષ્ટ્રપુરુષ અને અજાતશત્રુ રાજનીતિજ્ઞ ગુમાવ્યા છે. સ્વ. અટલજીના આત્માને પરમાત્મા ચીર શાંતિ અર્પે એવી અભ્યર્થના.પૂવે ડીરેકટર ગુજરાત રાજ્ય નશાબંધી આબકારી નિયંત્રણ બોડે ગાંધીનગર, પૂવે કોપોરેટર રાજકોટ મહાનગરપાલિકા, પૂવે સભ્ય સ્ટેન્ડિંગ કમિટી રાજકોટ મ.ન.પા. હરિ વાલા ડાંગરે જણાવ્યું હતું.