પાંચ દિવસમાં બે મહિલા સહિત ત્રણ વ્યકિત સ્વાઈન ફલુના શિકાર બન્યા
શિયાળામા રહી રહીને સ્વાઈન ફલુનો રોગ વકરતા લોકો ભયભીત બન્યા છે. લોકોને અપીલ કરવામાં આવે છે કે શરદી કે ગળામાં બળતરા થવાથી તેઓને તુરંત જ હોસ્પિટલ જઈ સ્વાઈનફલુ રીપોર્ટ કરાવવો જોઈએ તેવું તબીબો જણાવી રહ્યા છે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસમાં પ્રથમ રેલનગરમાં મહિલા ગુ‚વારે બેડી વાછકપરના પ્રૌઢ બાદ આજે સવારે નવ વાગ્યે જેતપૂરની મહિલાએ સારવાર દરમિયાન દમ તોડયો હતો આ અંગે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી.
સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફલુનાં વકરતા રોગે હાહાકાર મચાવી દીધો છે. રાજકોટ સીવીલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસમાં બે મહિલા સહિત ત્રણના મોત નિપજયા છે. જેમાં રેલનગર ૧ બ્લોક નં. ૫૪માં રહેતા ડીએચ કોલેજનાં નિવૃત કલાર્ક અશોકભાઈ ત્રીવેદીનાં પત્ની ચેતનાબેન ઉ.૫૬નું બુધવારે સ્વાઈન ફલુથી મોત થયું હતુ.
ત્યારબાદ બેડી વાછકપરનાં ચરભાઈ દેત્રોજા નામના પટેલ પ્રૌઢનો સ્વાઈનફલુ રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યા બાદ બેચરભાઈનું પણ ગુ‚વારે મૃત્યુ હતુ ગુ‚વારે જેતપૂરનાં કંચનબેન ડાભીને સ્વાઈન ફલુની શંકાએ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેના લોહી અને કફનાં નમુના લઈ મેડીકલ કોલેજની લેબોરેટરીમાં પરીક્ષણમાં મોકલાયા હતા. જયા શુક્રવારે તેનો સ્વાઈન ફલુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
જયારે આજે સવારે નવેક વાગ્યે ચાલુ સારવાર દરમિયાન કંચનબેન ડાભીએ અંતિમ શ્ર્વાસ લીધો હતો કંચનબેનના ચાર વર્ષ પહેલા લગ્ન થટા હતા તેના પતિ મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કંચનબેનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.
કપૂર અને ગુગળની આહુતી આપો અને સ્વાઈન ફલુ ભગાવો
સ્વાઈન ફલુની બિમારીએ સમગ્ર સૌરાષ્ટ્રમાં કાળોકેર વર્તાવ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં બે મહિલા સહિત ત્રણ વ્યકિતના મોતને ભેટી છે. ત્યારે શાસ્ત્રોમાં પણ કપૂર અને ગુગળની આહુતીથી સ્વાઈન ફલુના જમ્સને નષ્ટ કરી શકાય છે. તેવું જાણકારો કહી રહ્યા છે. અગાઉ પણ બે વર્ષ પૂર્વે સ્વાઈન ફલુએ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છને સકંજામાં લઈ ૪૦ થી વધુને શિકાર બનાવ્યા હતા.
ત્યારે પણ કપૂર, ગુગળ, છાણા, એલચી સહિતનાં દ્રવ્યોથી સ્વાઈનફલુને દૂર કરી શકાય તેવી જાણકારી મળતા લોકોએ આ પ્રયોગને અજમાવ્યો હતો આવતીકાલે હોલીકા પ્રાગટય છે. ત્યારે ઘણા વિસ્તારોમાં કપૂર, ગુગળ અને એલચીની આહુતી આપી આ બેકટેરીયાને નાશ કરવા લોકોને પ્રયોગ કરવા જાણકારોએ અપીલ કરી છે