ગુરૂ ગુરૂકુલના પ્રમુખસ્થાને રહેતા અને તે બધા વિદ્યાર્થીના પિતા સમાન હતા: ગુરૂકુલ ચલાવવા રાજાઓ સહાય કરતાં હતા: તે સમયનાં ગુરૂઓ આધ્યાત્મિકરૂપમાં પ્રબુધ્ધ વ્યક્તિ ગણાતી
ભારતમાં ગુરૂ-શિષ્ય પરંપરા બહું જુની છે: ગુરૂનું સ્થાન દેવતાઓથી પણ વધારે હતું: પ્રાચિન સમયમાં ગુરૂને વિવિધ પ્રકારની ભૂમિકા આપવામાં આવતી: કોઇ પરીક્ષા કે ડીગ્રી સર્ટિફિકેટ અપાતા નહી, માત્ર દિક્ષાંત સમારોહ સમયે ગુરૂ અમુક વિદ્યાર્થીની ક્ષમતા સિધ્ધીની વાત કરતાં
પ્રાચીન ભારતમાં શિક્ષણની ગુરૂકુળ પ્રણાલી હતી. એક નિશ્ચિત સમય માટે વિદ્યાર્થીને ગુરૂ સાથે રહેવું પડતું હતું. ગુરૂનો આશ્રમ એક પ્રકારનું છાત્રાલય હતું. દરેક વિદ્યાર્થી ભલેને તે ગરીબ હોય કે પૈસાદાર હોય અથવા ઉચ્ચ ખાનદાન સાથે સંબંધ ધરાવતો હોય તેને એક સાથે રહેવું પડતું હતું. બધાની સાથે એક જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. તમને યાદ હશે કે કૃષ્ણ અને સુદામાં બન્ને એક સાથે ગુરૂકુળમાં રહેતા હતા. ગુરૂકુળમાં શિક્ષણ નિ:શુલ્ક હતું પરંતુ ગુરૂકુળને ચલાવા માટે બધાને ભિક્ષા (માધુકરી)માંગવી પડતી હતી. તેનાથી વિનમ્રતા અને સમાજ પ્રતિ કૃતજ્ઞતા જેવા ગુણોનો વિકાસ થતો હતો. આનાથી જાતિગત પરંપરાને ઓછી કરવામાં મદદ રહેતી કે ગુરૂકુળમાં બધા વિદ્યાર્થીઓને સમાન માનવામાં આવતા હતા.
ગુરૂ ગુરૂકુલના પ્રમુખ સ્થાને રહેતા તે બધા વિદ્યાર્થીઓ માટે પિતા સમાન, માતા-પિતા કે વાલી સમાન વ્યવહાર કરતાં હતાં. તે વિદ્યાર્થીઓને તે કોઈ અપેક્ષા વગર શિક્ષણ પ્રદાન કરતા હતા. ગુરુને માટે શિક્ષા આપવા ધન વિદ્યાદાન લેવું વર્જિત હતું. તેને તેઓ સર્વોતમ દાન સમજતા હતા અને જ્ઞાન વહેચવાનો વિચાર નિંદનીય ગણાતો હતો. ગુરૂકુળ ચલાવા માટે રાજાઓ દ્વારા ગુરૂ-દક્ષિણાના ફળ સ્વરૂપમાં પણ કોઈ સહાયતા મળી જતી હતી. વિદ્યાર્થી પોતાના શિક્ષણ પ્રાપ્તિના અંતમાં ગુરૂકુળ છોડતા સમયે ગુરૂકુળને પોતાની શ્રદ્ધા સમાન સહાયતા આપતા આટલું ગુરુકુળ ચલાવવા માટે પર્યાપ્ત હતું, કારણ કે ગુરૂકુળમાં રહેતો પ્રત્યેક વ્યક્તિ સંયમ અથવા તપનું જીવન વ્યતીત કરતા માંગતા હતા અથવા તેમને ધન સંગ્રહની અનુમતિ નહોતી.
ગુરૂના રૂપમાં કેવળ તે જ વ્યક્તિની ઓળખ, નિયુક્તિ અથવા આદર રહેતો હતો. જે વાસ્તવમાં એક વિદ્વાન એક ઉત્કૃષ્ટ વિશેષજ્ઞ તેમજ આધ્યાત્મિકરૂપમાં પ્રબુદ્ધ વ્યક્તિ ગણાતી. જેવી રીતે આપ જાણો છો કે ભારતમાં ખુબ જુની ગુરૂ-શિષ્ય પરંપરા રહી છે. ગુરૂને તેમની સ્વાર્થ રહિત સેવા માટે સમજવામાં ઉંચુ સ્થાન આપવામાં આવતું હતું. અને ત્યાં સુધી કે રાજાઓ પણ ગુરૂનું સન્માન કરતા હતા. ગુરૂને માતા-પિતાથી પણ વધારે માનવામાં આવતા હતા તેમજ ગુરૂનું સ્થાન દેવતાઓથી પણ વધારે હતું.
ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂદેવો મહેશ્વર, ગુરૂ સાક્ષાત, પરમ્ બ્રહ્મા તસ્મૈશ્રી ગુરૂવે નમ:
ગુરૂનું હૃદય, મસ્તક, હાથ, આધ્યાત્મિકતા, જ્ઞાન અથવા વિદ્ધતા જેવા ગુણોના પ્રતિક છે. એક સાચો ગુરૂ પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં પણ એક વિદ્યાર્થી હતો. આ આપણા આજના એલ-3 શિક્ષણની અવધારણાના અનુરૂપ હતું. તેણે ૠીશમય વિંય શિમય, ક્ષજ્ઞ’તફલય જ્ઞક્ષ વિંય તફિંલય’ સમજી શકાતું હતું.
તે સમયમાં ગુરૂ એક સંપૂર્ણ સંસ્થાના સમાન હતા જે પોતાની વિદ્ધતા તથા બલિદાન માટે પ્રખ્યાત હતા. ભારતમાં તેવા ગુરૂ પ્રત્યે દુનિયાના બધા જ વિદ્યાર્થી આકર્ષિત થતા હતા અને ભારતમાં વિદ્યાગ્રહણ કરવા આવતા હતા. જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતી હતી તો ગુરૂ પોતાના જુના વશિષ્ટ તથા પ્રભાવશાળી શિષ્યાને અધ્યાપન અધિગમ પ્રક્રિયામાં સમાવેશ કરી લેતા હતા. આનાથી અધ્યાપકને પોતાના કાર્યમાં જરૂરી સહાયતા મળી જતી હતી તથા તે જુના વિદ્યાર્થીઓ અધ્યાપક બનવાને ઈચ્છુક હતા. માટે ગુરૂના પ્રત્યક્ષ હાજરીમાં અધ્યાપનનું પ્રશિક્ષણ આપવાની તકમળતી હતી.
મોનીટર પ્રણાલી વાસ્તવમાં પ્રાચીન ભારતીય શિક્ષાનું જ યોગદાન છે, જેના અંતર્ગત વરિષ્ઠ વિદ્યાર્થી (જે ગુરૂના પુત્ર હોય છે અથવા કોઈ વરિષ્ઠ વિદ્યાર્થી) નાના ધોરણના વિદ્યાર્થીને ભણાવે છે. બાદમાં મનુકાળમાં જ્યારે ચતુવર્ણ (વર્ણ વ્યવસ્થા)ને એક સામાજિક વ્યવસ્થાનુંરૂપ લીધુ ત્યારે કોઈ પણ બ્રાહ્મણ પુત્રને ગુરૂ બનાવવામાં આવતાં તે વિદ્વાન હોય પણખરો નહી, પિતા પોતાના પુત્રને એક અધ્યાપકના રૂપમાં પ્રશિક્ષિત કરવા લાગ્યા જેનાથી અધ્યાપન માત્ર બ્રાહ્મણોના પારિવારિક વ્યવસાય બનીને રહી ગયો.
પ્રાચીન ભારતમાં ગુરૂને જુદા-જુદા પ્રકારની ભૂમિકાઓ આપવામાં આવતી હતી. જે વિદ્યાર્થીના માટે માતા-પિતાની, અધ્યાપકની એક વિદ્વાનની એક ધર્મ પ્રચારકની તથા એક મિત્ર, એક દાર્શનિક તથા પથપ્રદર્શકની ભૂમિકા નિભાવતા હતા. વિદ્યાર્થીઓની જરૂરિયાતોને વ્યક્તિગતરૂપે દેખભાળ કરવી પડતી હતી જે જોવાનું કે કેમ ગુરૂનું કર્તવ્ય હતુ કે વિદ્યાર્થી વિકાસ કરી રહ્યો છે કે કેમ તથા ગુરૂ તેમજ પોતાની જાતે જ સંતોષથી છે પ્રગતિ કરી રહ્યો છે. અધ્યાપક તેમજ શિષ્યમાં પિતા અને પુત્રની જેમ ઘનિષ્ઠ સંબંધ હતો. આ સબંધમાં ઉપનિષદમાં જુદી રીતે વ્યાખ્યા આપવામાં આવી હતી. ઊપનિષદનો શાબ્દિક અર્થ છે “નજીક બેસવું” અધ્યેતા વિદ્યાર્થી અધ્યાપકની ચરણોમાં બેસીને વિદ્યોપાસના કરતો. ઓગણીસમી શતાબ્દીના ઉતરાર્ધમાં માનિયર વિલીયમ દ્વારા રચિત શબ્દકોષ અનુસાર ઉપનિષદનો અર્થ છે. પરમાત્માના જ્ઞાનનું પ્રણયય અથવા ઉદ્દઘાટન કરી અંધકારને દુર ભગાવવું. કઠોપષિદ તથા બૃહદરણાયનુ ઉપનિષદ પર શંક્રાચાર્યની વ્યાખ્યા અનુસાર ઉપનિષદનું વિષયવસ્તુ આત્માવિદ્યા છે અર્થાત આત્મજ્ઞાન અથવા બ્રહ્મજ્ઞાન.
અધ્યાપન કાર્ય ગુરુ અને શિષ્યના વચ્ચે મૌખિક સંવાદના રૂપમાં હતું જેના વધારે પડતા વ્યાખ્યાન, પ્રવચન, વાદ-વિવાદ તથા વિવેચના એજબરોજના, નિત્યક્રીયાના અંગ હતા. મુલ્યાંકન સતત વ્યાપકરૂપથી થતું જેને ગુરૂ સંચાલિત કરતા હતા. ઔપચારિકરૂપથી કોઈ પરીક્ષા ન હતી કોઈ ડીગ્રી કે સર્ટીફીકેટ આપવામાં આવતા નહી ફક્ત દીક્ષાંત સમારોહ સમયે ગુરૂ ઘોષણા કરે છે કે અમુક વિદ્યાર્થીને અનુબુદ્ધો પ્રાપ્ત કરી દીધી છે. તે વિદ્યાર્થીને ગુરૂ એક વિદ્ધવત મંડળીની સામે પ્રસ્તુત કરીને જે પ્રશ્ર્ન પુછવા હોય તે પુછી શકે છે અથવા વિદ્યાર્થીને વાદ-વિવાદ માટે કહેવામાં આવતું હતું કે તે તેમની યોગ્યતા સિદ્ધ કરી શકે છે. તેમાં પ્રાપ્ત સફળતાના ઉપરાંત વિદ્યાર્થી વિષય વિશેષમાં તેમના પાતુત્ય માટે ઓળખવામાં આવતો હતો. અને એક વિદ્વાન વ્યક્તિના રૂપમાં સ્વીકાર કરી લેવામાં આવતો હતો. અધ્યયન કાળમાં વિદ્યાર્થીની સ્વતંત્રતાનું સમ્માન કરવામાં આવતું હતું.
વિદ્યાર્થી તેમના ગુરૂ તથા વિષય પસંદ કરવામાં સ્વતંત્ર હતો. જે આ ગુરૂનો વિશેષ અધિકાર માનવામાં આવતો કે તે ક્યા વિદ્યાર્થીને પોતાના શિષ્યના રૂપમાં સ્વીકાર કરે છે કે નહિ. તમે જોઈ શકો છો કે બૌદ્ધકાળમાં મઠ અને મંદિર ઉચ્ચ શિક્ષણ કેન્દ્રોના રૂપમાં શૈક્ષણિક સંસ્થાઓને ઔપચારીકરૂપથી સ્થાપિત કરવામાં આવ્યો હતા. સમ્રાટ અશોકના શાસનકાળમાં હિન્દુ ગુરૂકુળોમાં પ્રતિપક્ષ કે પુરકના રૂપમાં આ સંસ્થાઓને વિશાળ પ્રતિષ્ઠિાના રૂપમાં વિકસીત કરવામાં આવી હતી. આ આવાસી વિશ્ર્વવિદ્યાલય બની ગઈ. જ્યાં વિદ્યાર્થીઓ, ગુરૂઓ અને વિદ્યાર્થીઓ સમુહજ્ઞાનની શોધમાં સાથે સાથે રહેતા તથા કામ કરતા હતા.
તે પોતાને જ્ઞાનના સર્જન, સંરક્ષણ તથા પ્રસારણમાં વ્યસ્ત રાખતા હતા જે આજના વિશ્ર્વવિદ્યાલયના ત્રણ પ્રકારો શિક્ષક, શોધ તથા પ્રસારણના સમાન છે.ગુરૂકુળમાં પ્રવેશ પરીક્ષાઓના માધ્યમથી થતો હતો. આ પરીક્ષા બહુ જ કઠિન હતી અને ઉચ્ચ શિક્ષણના જાણીતા કેન્દ્રો તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, વલ્લભી, નાડિયા, કાંચી, બનારસ વગેરે સ્થાનો પર આયોજિત કરવામાં આવતી હતી. આ કેન્દ્રો પર આખા ભારત અને વિદેશથી વિદ્યાર્થીઓ આવતા.ગુરુકુળની આ વિશેષતા હતી કે તેમાં શિક્ષણ વ્યકિતગત રીતે આપવામાં આવતું હતું. એક સંસ્થાના રૂપમાં પાઠશાળાની મધ્યકાલીન ભારતમાં ઈસ્લામી શિક્ષણ આપવા માટે મસ્જિદોમાં નીચા સ્તરની શિક્ષા માટે મકબરા તથા ઉચ્ચ પ્રારંભના માટે મદરેસા સ્થાપવામાં આવતી હતી.આ ઈસ્લામી શિક્ષણ કે જે પવિત્ર કુરાનનો ભાગ હતો. જે મુસલમાન બાળકોના મુલ્લાઓ તથા મૌલવીઓના દ્વારા આપવામાં આવતું હતું. આ વ્યવસ્થા તે સમય સુધી ચાલતી રહી જ્યાં સુધી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની આવી જેમાં બહુ વધારે પ્રદેશો પર નિયંત્રણ સત્તાના રૂપમાં પોતાની સ્થાપના કરી.
ગુરૂકુળની પ્રવેશ પરીક્ષા બહુ જ કઠિન હતી !!
પ્રાચિન ભારતના ગુરૂકુળમાં પ્રવેશ પરીક્ષાઓના માધ્યમથી થતો અને આ પરીક્ષા ખુબ જ કઠિન હતી. એ સમયના ખૂબ જ જાણીતા કેન્દ્રો તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા, વલ્લભી, નાડિયા, કાંચી, બનારસ જેવા વિવિધ સ્થળોએ પરીક્ષા લેવાતી જેમાં આખા ભારત અને વિદેશ પણ વિદ્યાર્થીઓ આવતા હતા. ગુરૂકુળ ચલાવવા બધાએ ભિક્ષા (માધુકરી) માંગવી પડતી હતી, તેનાથી વિનમ્રતા અને સમાજ પ્રત્યે કૃતજ્ઞતા જેવા ગુણોનો વિકાસ થતો હતો.
ગુરૂને માટે શિક્ષા આપવા ધન વિદ્યાદાન લેવું વર્જિત હતું !!
પ્રાચિન સમયના ગુરૂકુળમાં ગરીબ કે તવંગર બધા છાત્રોને એક સાથે જ રહેવું પડતું. ગુરૂ તેમની સાથે માતા-પિતા કે વાલી સમાન વ્યવહાર કરતાં હતા. ગુરૂને માટે શિક્ષા આપવા ધન વિદ્યાદાન લેવું વર્જિત હતું. વિદ્યાદાનને સર્વોત્તમ દાન ગણવામાં આવતું અને જ્ઞાન વહેંચવાનો વિચાર નિંદનીય ગણાતો હતો. ગુરૂને તેની સ્વાર્થ રહિત સેવા માટે સમાજમાં ઉંચુ સ્થાન આપવામાં આવતું, રાજાઓ પણ ગુરૂને આદર-સત્કાર આપતાં. આવા ગુરૂકુળની વિશેષ વાતએ હતી કે દરેક છાત્રને વ્યક્તિગત રીતે આપવામાં આવતું.