રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે એમની જન્મભૂમિ ચોટીલા ખાતે એમની અંતિમ કૃતિ આધારિત સોરઠી સંતવાણી-પ્રાચીન ભજનોનો ઑન-લાઈન સ્વરાંજલિ કાર્યક્ર્મ યોજાયો હતો. ઈન્ટરનેટ વિશ્વભરમાં વસતાં 20 લાખથી વધુ ભાવિકોએ જીવંત માણ્યો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ સોસાયટી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તથા ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ગુજરાત રાજ્યના પૂર્વ નાણા મંત્રી બાબુભાઈ મેઘજી શાહ, અગ્રણીઓ રાજુભાઈ ધ્રુવ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ભૂપતભાઈ ખાચર, પ્રદીપભાઈ ખાચર અને ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, ઐતિહાસિક અમદાવાદ-સાબરમતી જેલના નિવૃત્ત નાયબ અધિક્ષક પી.બી. સાપરા, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના જગદીશગિરીબાપુ ગોસાઈ , કિરીટસિંહ રહેવર , મહિપતસિંહ વાઘેલા અને ઘર્મેન્દ્રસિંહ વાઘેલા, શિક્ષણ જગતમાંથી સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારી મીતાબેન ગઢવી, એચ. કે. દવે, હર્ષદબા જાડેજા, કિરતારસિંહ પરમાર, ઉગ્રસેનસિંહ ગોહિલ, ભરતસિંહ ડાભી, વિનોદભાઈ ધ્રુવ, રવિભાઈ પટેલ, શાંતિદાસ દાણીધારીયા, ભોપાભાઈ ઝાંપડીયા અને કરસનભાઈ બારડ, રાજકોટ-સુરેન્દ્રનગર જિલ્લા મદદનીશ ગ્રંથાલય નિયામક લલિતભાઈ મોઢ, ચોટીલા મદદનીશ ગ્રંથપાલ વિમલભાઈ ગોસ્વામી અને અનિશભાઈ લાલાણી, ભરતભાઈ કારાણી (દુબઈ), તૃપ્તિબેન આચાર્ય-શુક્લ, ઈન્ટેલિમિડીયા નેટવર્ક્સ પ્રા. લિ.ના જોયભાઈ શાહ, દેવાંગભાઈ અજમેરા, પ્રતિકભાઈ પ્રજાપતિ, લવભાઈ ધીર અને વિકાસભાઈ, નેશનલ યુથ પ્રોજેકટ (રાજકોટ)ના રાજેશભાઈ ભાતેલીયા, ઈતિહાસકાર-સંશોધક-લેખક ભનુભાઈ ખવડ, મનહરેશ્વર મહાદેવ મંદિરના પૂજારી મિલનભાઈ પંડ્યા, ભરતસિંહ ચુડાસમા, કીર્તિભાઈ શાહ, વાઘુભાઈ ખવડ, મુકુંદભાઈ પંડ્યા, મિહિરસિંહ રાઠોડ, પિયૂષભાઈ વ્યાસ, વાલજીભાઈ પિત્રોડા, પ્રવીણભાઈ મકવાણા, પ્રિતેશભાઈ ખંધારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા ઐતિહાસિક જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે આયોજિત મેઘાણી-સાહિત્ય તથા સંત-સાહિત્ય પુસ્તક પ્રદર્શનની મોટી સંખ્યામાં સાહિત્ય-પ્રેમીઓએ મુલાકાત લીધી હતી.