યુવા અજાજી પ્રદર્શન હોલનું ઉદઘાટન તેમજ ઘોડેશ્વારી સ્પર્ધામાં 40 સ્પર્ધકો ભાગ લેશે: અબતકની શુભેચ્છા મુલાકાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સભ્યો
રાજકાઢ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ આયોજીત 32 મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહ તથા યુવા અજાજી પ્રદર્શન હોલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
રાજપૂત ક્ષત્રિય ગીરાસદાર સમાજમાં સમગ્ર વિશ્વ લેવલે જે સંસ્થાનું અનેરૂ સ્થાન છે તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ આયોજીત તા.6/9/23 ને બુધવારના રોજ ભૂચર મોરી શહીદ સ્મારક ટ્રસ્ટ ધ્રોલ ખાતે જે રાજકોટથી 50 કિ.મી. દૂર જામનગર બાજુ આવેલ છે ત્યાં દર વર્ષની જેમ રાખવામાં આવેલ છે . સવારે 8-00 થી 2-00 સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે . તલવારબાજી સ્પર્ધા જેમાં 65 સ્પર્ધકો ભાગ લેશે વ્યકિતગત સીંગલ / ડબલ અને ભાઈઓ તથા બહેનો દ્વારા યોજવામાં આવશે જે કિશોરસિંહ જેઠવા ક્ધવીનર સંભાળશે . ઘોડેસવારી સ્પર્ધા જેમાં 40 સ્પર્ધકો ભાગ લેશે સહદેવસિંહ જાડેજા ક્ધવીનર અને અર્જુનસિંહ જાડેજા સહ ક્ધવીનર સંભાળશે. દરેક ભાગ લેનાર ભાઈઓ તથા બહેનોએ 7-30 કલાકે સવારે ધ્રોલ ખાતે ભૂચર મોરી જૂના સ્મારક પાસે આવી જવાનું રહેશે.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અને દેવેન્દ્રસિંહજી ઝાલા (રોયલ ફેમીલી ઓફ લાભૂવા યુ.પી.) ચેરમેન રાજપૂત બિઝનેસ ફોરમ અને દેવ સોલ્ટ પ્રાઈ . લિમીટેડના ચેરમેન અને ઓનર રહેશે. અન્ય મહાનુભવોમાં રાઘવજીભાઈ પટેલ મંત્રી કૃષિ અને પશુપાલન ગુજરાત , મૂળૂભાઈ બેરા મંત્રી વન પર્યાવરણ , ટુરિઝમ સાંસ્કૃતિક પ્રવૃતિ ગુજરાત , પ્રદિપસિંહ વાઘેલા પૂર્વ મહામંત્રી ગુજરાત ભાજપ , હકુભા જાડેજા પૂર્વ મંત્રી , મેઘજીભાઈ ચાવડા ધારાસભ્ય કાલાવડ , પ્રદયુમનસિંહ જાડેજા , એમએલએ અબડાસા , રાજ સાહેબ કેસરીદેવસિંહ ઓફ વાંકાનેર સાંસદ રાજયસભા , રીવાબા જાડેજા એમએલએ જામનગર , કિશોરસિંહ ચૌહાણ ડાયરેકટર જેએમજે દિલ્હી હેમેન્દ્રસિંહ દવાના ઉદયપુર રાજસ્થાન , અશોક ઠાકુર ડાયરેકટર નાફેડ દિલ્હી , કિર્તિસિંહ વાઘેલા પૂર્વ મંત્રી ગુજરાત , આનંદસિંહ તોમર ગ્વાલીયર ઓલ ઈન્ડીયા ક્ષત્રિય ફેડરેશન , ડો . જયેન્દ્રસિંહ જાડેજા મેનેજીંગ ડારેકટર , પી.ટી. જાડેજા , આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અ.ગુ.રા.યુવા સંઘ દિપકસિંહ ઝાલા પ્રદેશ અધ્યક્ષ વિગેરે ઉપસ્થિત રહેનારા છે . આ ઉપરાંત રાજપૂત સમાજના સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના પ્રતિષ્ઠિત આગેવાનો પણ હાજર રહેનારા છે .
અબતકની શુભેચ્છા મુલાકાતે પી.ટી. જાડેજાએ જણાવ્યું હતુ આ કાર્યક્રમ દર વર્ષની જેમ વિર શહિદોને શ્રધ્ધાંજલી આપવા માટે, જામનગર રાજકોટ, મોરબી, દેવભૂમી દ્વારકા તેમજ ગુજરાતના તમામ જીલ્લાના અને તાલુકાના આગેવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબજ જહેમત ઉઠાવી રહેલ છે.
આ વર્ષે શહીદ વિર કુંવર શ્રી જેઠીજી જશાજી જાડેજા , શહીદ વીર કુંવર શ્રી વિભાજી (કાકાભી ) ફૂલજી જાડેજા , શહીદ વીર કુંવરશ્રી ખેંગારજી રણમલજી (ફટાયા કુંવર) જાડેજા , શહીદ વીર શ્રી કાન્હડદેવ રાઠોડ, ધર્મ નિષ્ઠ નાગા સાધુઓ, રાજપૂત સમાજના હજારો નામી અનામી લડવૈયાઓ , વઝીર સમાજના , પીંગલ આહિર સમાજના, તુંબેલ ચારણ સમાજ, વાલ્મીકી સમાજના નામી અનામી લડવૈયાઓ જે ભૂચર મોરી યુધ્ધમાં શહીદ થયા છે તેની યાદમાં પ્રતિકાત્મક રીતે પાળીયા મૂકીને પ્રતિષ્ઠા ધ્રોલ ખાતે સ્થળ પર કરવામાં આવશે.
નગડીયા ગામ સમસ્ત તા. કલ્યાણપુર દ્વારા સમગ્ર ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહના ભોજનનું દાન જાહેર કરેલ છે અને ભોજનની વ્યવસ્થા પણ સમગ્ર નગડીયા ગામ દ્વારા કરવાનું જાહેર કરેલ છે.
અબતક,ની શુભેચ્છા મુલાકાતેે અખિલ ગુજરાત રાજય યુવા સંઘના
પી . ટી . જાડેજા આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ, કિશોરસિંહ જેઠવા જિલ્લા પ્રમુખ રાજકોટ, કિરીટસિંહ જાડેજા પૂર્વ રાજકોટ શહેર પ્રમુખ, પથુભા જાડેજા રાજકોટ શહેર પ્રમુખ, નિર્મળસિંંહ ઝાલા મહામંત્રી રાજકોટ જિલ્લા, હિતેન્દ્રસિંહ ઝાલા પ્રમુખ યુવા પાંખ રાજકોટ શહેર, અક્ષિતસિંહ જાડેજા યુવા પાંખ પ્રદેશ સલાહકાર સમિતિ ઉપસ્થિત રહ્યા હતા.