અનંત અનાદિ વડનગરનો  સ્ક્રીનીંગ કાર્યક્રમ યોજાયો

ભારતના મથુરા, ઉજ્જૈન, પટના વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં વડનગરની ગણના થશે

ડોક્યુમેન્ટરીના મુખ્ય સૂત્રધાર મનોજ મુંતશિર શુક્લા તથા પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી રહ્યા ઉપસ્થિત

અનંત અનાદિ વડનગરના તાના-રીરી ખાતે ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમમાં પ્રવાસનમંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે આ પાવનભૂમિના દર્શન કરવા એ મારા માટે એક તીર્થ યાત્રા છે. આ નગરનો ઇતિહાસ 2000 વર્ષોથી પણ પ્રાચીન છે. આ નગરનું મહત્વ તેના સ્વંય દર્શન કરવાથી મેળવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે આ યાત્રાથી મને લાગ્યુ્ં કે આ નગરનું મહત્વ અનોખું છે.

મંત્રીએ  ભારતના સાંસ્કૃતિક વિરાસતના મહત્વને પ્રાધાન્ય આપીને રામાયણ,શ્રી ક્રિષ્ણ,જગન્નાથ,બૌધ્ધ સરકીટ જેવા પ્રવાસન વૈવૈધ્યને પ્રસ્તતુત કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નવ વર્ષના શાશનકાળ દરમિયાન ભારતના સર્વાંગિ વિકાસ ગાથા વર્ણવતા કહ્યું કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતને વિશ્વભરમાં આગવી પ્રતિષ્ઠા મેળવી છે.તેમને રાષ્ટ્ર સર્વોપરીની ભાવના સાથે રાષ્ટ્રના વિકાસને યોગદાન આપવ ઉપસ્થિત નાગરિકોને આહ્વવાન કર્યું હતું.

પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરાએ  જણાવ્યું હતું કે ભારતનો ઇતિહાસ અત્યંત રોચક અને જાણવા જેવો છે. વડનગર ઇતિહાસમાં સાત નામોથી ઓળખાતું હતું,વડનગરમાં 360 વાવો,360 મંદિરો વગેરે આવેલા હતા. આ નગર બૌધ્ધ ધર્મના કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આ નગરનો પોતાનો અલગજ ઇતિહાસ છે.આ નગર અનેક વખત પડ્યું છે ફરીથી ઉભુ થયું છે જે નગરની ઓળખ છે.

પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ ઉમેયુર્ હતું કે અબુલ ફઝલે પણ આઈને અકબરીમા અને સ્કંદ્પુરાણમાં  વડનગરનો પ્રાચીન નગર તરીકે ઉલ્લેખ કર્યો હતો,આજે વડનગર જોવાલાયક અને પર્યટન સ્થળ તરીકે વિકસ્યું છે.

અનંત અનાદિ વડનગરના સ્ક્રીનીંગ કાર્યક્રમમાં  મનોજ મુંતશિર શુક્લાએ જણાવ્યું હતું કે ભારત વસુધૈવ કુટુંબ્કમમાં માનવાવાળો દેશ છે. આ દેશનો ઇતિહાસે ભારતને ભવ્ય બનાવ્યું છે.તેમણે જણાવ્યું હતું કે મહાભારતના કાળથી આ શહેરનું મહત્વ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ નગરને સાશ્વત કહ્યું છે..આ ચમત્કાર નગરીમા્ં હાટકેશ્વર મહાદેવ બિરાજમાન છે જે તેનો પુરાવો છે.  મનોજ મુંનશિર શુક્લાએ ઉમેર્યું હતું કે સાત વાર આ નગરી પડી અને ઉભી થઇ છે.આ નગરીએ દેશને યશસ્વી પ્રધાનમંત્રી આપ્યા છે.

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે ,તાના-રીરી સહિત વિવિધ સાત સ્થળોએ  અનંત અનાદિ વડનગરની સ્ક્રીનીંગનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કિર્તી તોરણ,શર્મિષ્ઠા તળાવ,હાટકેશ્વર મહાદેવ મંદિર,પ્રેરણા સ્કુલ,બી.એન.હાઇસ્કુલ,અમરથોળ દરવાજા,વડબારા પરા વિસ્તરામાં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અનંત અનાદિ વડનગરના ના કાર્યક્રમમાં  ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંધવી, મહેસાણા સંસદસભ્ય  શારદાબેન પટેલ, રાજ્યસભા સંસદસભ્ય જુગલજી ઠાકોર,  વડનગરના પ્રબુધ્ધ નાગરિકો, જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ સાહિત્ય અને ઇતિહાસ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશભરમાં 12 સ્થળે આકાર લઇ રહેલા થીમ બેઝડ મ્યુઝીયમમાં વડનગરનો સમાવેશ: જી.કિશન રેડ્ડી

પ્રવાસન મંત્રી  જી કિશન રેડ્ડીએ  જણાવ્યું હતું કે ભારતના મથુરા,ઉજ્જૈન,પટના વારાણસી જેવા જીંવત પ્રાચીન નગરોની શ્રેણીમાં આ નગરની ગણના થશે.

પ્રવાસન વિભાગે આ નગરના મહત્વપુર્ણ ઇતિહાસને ઉજાગર કરવામાં  પ્રેરણાદાયી કામ કર્યું છે.  સતત બે હજાર વર્ષોની સાત પ્રાચીન સંસ્કૃતિના સંગમ સમા આ નગરની  મહત્તાને પ્રસ્તુત કરતા સ્ટેટ ઓફ આર્ટ ઓર્કિયોલોજીકલ એક્સપીયન્સ મ્યુઝિયમ તેમજ 16 મી સદીમાં બલીદાન આપનારી તાના-રીરીના  સન્માન માટે તાના-રીરી મ્યુઝીયમનું નિર્માણ થઇ રહ્યું છે. વર્ષ 2024 સુધી પુર્ણ થનાર આ બંન્ને પ્રોજેક્ટ માટે લગભગ રૂપિયા 277 કરોડનો ખર્ચ થનાર છે.

દેશભર માં  12 હજારથી વધુ મ્યુઝિયમ કાર્યરત છે.અનેક અત્યાધુનિક સંગ્રહાલય બની રહ્યા છે.પ્રધાનમંત્રી સંગ્રહાલય તેનું ઉત્તમ ઉદાહરણ છે. દેશભરમાં જુદા જુદા 12 સ્થળે આકાર લઇ રહેલા થીમ બેઝડ મ્યુઝીયમની વાત કરી હતી જેમાં વડનગરનો પણ સમાવેશ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.