- એક થી ત્રણ માર્ચના ત્રણ દિવસીય લગ્ન સમારોહ માટે મુકેશ અંબાણી નીતાબેન અંબાણી પરિવારની રાત દિવસની તૈયારીઓ
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગુજરાતના બિઝનેસ ટાયકુન અને સૌરાષ્ટ્રના વતની રિલાયન્સ એમ્પાયર ના મુકેશ ભાઈ અંબાણી અને નીતા બેન અંબાણીના આંગણે પુત્ર લગ્નના અવસર એ હરખની હેલી ઉમટી છે, જામનગર નજીક રિલાયન્સ ગ્રીન ખાતે આગામી 1 થી 3 માર્ગ દરમિયાન મુકેશભાઈ અને નીતાબેન અંબાણીના પુત્ર અનંત અંબાણી ના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે ત્રણ દિવસના લગ્ન મહોત્સવમાં દેશની ટોચની હસ્તીઓ મહેમાન બનશે રાજકીય સામાજિક આગેવાનો ,મુખ્યમંત્રીઓ, બોલિવૂડ સ્ટાર ,ભારતીય ક્રિકેટરો સહિતના મહેમાનો ની આગતા સ્વાગતા માટે તળામાર તૈયારીઓ ચાલી રહી છે
મુકેશભાઈ અને નીતાબેન અંબાણીના પુત્ર અનંત અંબાણી ની સગાઈ ડિસેમ્બર 2022 માં રાધિકા મર્ચન્ટ સાથે શ્રીનાથજી ધામ નાથદ્વારા ખાતે થઈ હતી, ભવ્ય સગાઈ બાદ હવે ભવ્ય લગ્ન પણ ગુજરાતી વૈષ્ણવજ મુજબ 1 થી 3 માર્ચે થશે આ માટે પરંપરાગત રિવાજ મુજબ 16મી ફેબ્રુઆરીએ જામનગર નજીકના ખાવડી ખાતે અંબાણી પરિવારના નિવાસ્થાને લગ્ન લખાયા હતા, અને અંબાણી અને મર્ચન્ટ પરિવાર તેમ જ સગા સંબંધીઓ ની ઉપસ્થિતિમાં ??સુકન કરાયા હતા આ જાજર માન લગ્ન અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે,
જામનગરમાં લગ્નના અનેકવિધ કાર્યક્રમ સાથે તમામ હોટલો એક થી ત્રણ માર્ચ સુધી બુકિંગ કરી લેવામાં આવી છે એરપોર્ટ પર ચાર્ટર વિમાનોના આગમન વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સહિતના ટોચના મહાનુભાવો રાજ્ય અને કેન્દ્રના નેતાઓ બોલીવુડ સ્ટાર તેમજ ક્રિકેટરો અને મોટી હસ્તીઓ ઉદ્યોગપતિઓ સહિતની સેલિબ્રિટીઓ આ લગ્ન માં સામેલ થશે