- અનંત અંબાણી જામનગરથી દ્વારકા પગપાળા જશે
- અનંત અંબાણી દરરોજ રાત્રે પદયાત્રા કરી દ્વારકા પહોંચશે
- રિલાયન્સ ગ્રુપનાં અનંત અંબાણી ચાલીને દ્વારકા દર્શને જશે
- જામનગર રિલાયન્સથી પદયાત્રા શરૂ કરીને દ્વારકા દર્શને પહોંચશે
- દરરોજ રાત્રિનાં 15 થી 20 કિલોમીટર ચાલીને દ્વારકા જશે
- આગામી 8 એપ્રિલનાં રોજ પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઉજવે તેવી સંભાવના
દ્વારકાધીશ મંદીર
પવિત્ર ગોમતી તટે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે, જે દ્વારકાધિશ રણછોડરાયના મંદિર તરીકે ઓળખાય છે. પુરાતત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જુનુ છે. એક તાર્કીક અંદાજ મુજબ ભગવાન શ્રી કૃષ્ણના પ્રપોત્ર વજ્રનાભે ઇ.સ. પુર્વે ૧૪૦૦ ની આસપાસ અગાઉ સમુદ્રમા ડુબી ગયેલા મંદિરની બચી ગયેલી છત્રી સ્થાપી હતી.
ગોમતી ખીણ પર સ્થિત દ્વારકાનું મુખ્ય મંદિર, જગત મંદિર (સાર્વત્રિક મંદિર) અથવા ત્રિલૉક સુંદર (ત્રણેય દુનિયામાં સૌથી સુંદર) તરીકે ઓળખાય છે. વાસ્તવમાં 2500 વર્ષ પહેલાં, ભગવાન કૃષ્ણના મહાન પૌત્ર, વજ્રનાભ દ્વારા બાંધવામાં આવે છે તેવું માનવામાં આવે છે, તે અરબી સમુદ્રના પાણીમાંથી ઉદભવતી એક ભવ્ય રચના છે. તેની ઉત્કૃષ્ટ કોતરણીવાળી શિખર, 43 મીટર ઊંચાઈએ પહોંચે છે અને 52 ગજ કાપડથી બનેલો વિશાળ ધ્વજ, 10 કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. ગોમતી નદીની બાજુએ ઇમારતની પાછળની બાજુ તરફ દોરી જતી 56 પગથિયાંથી મંદિરની ભવ્યતા વધારી છે.
આ મંદિર નરમ ચૂનાના પત્થરથી બનેલું છે અને તેમાં એક પાર્શ્વ, દ્વારમંડપ અને લંબચોરસ હૉલનો સમાવેશ થાય છે જે ત્રણ બાજુઓ પર છે. ત્યાં બે પ્રવેશદ્વાર છે: સ્વર્ગ દ્વાર જ્યાં યાત્રાળુઓ પ્રવેશ કરે છે, અને મોક્ષ દ્વાર (મુક્તિ માટે દ્વાર), જ્યાં યાત્રાળુઓ બહાર નીકળી જાય છે.
દેશના વિખ્યાત ઔધોગિક ગ્રુપ રિલાયન્સના અંબાણી પરિવારના લાડલા અને પ્રાણી પ્રેમી તરીકે સ્થાપિત થયેલા અનંત અંબાણી ધર્મપ્રેમી હોવાની વાત ખૂબ જાણીતી છે ત્યારે પ્રાપ્ત વિગત અનુસાર હવે એક મોટી વાત સામે આવી છે કે, તેઓ ખાવડીથી દ્વારકા પદયાત્રા કરીને દ્વારકાધીશના દર્શને જશે, આ અંગેની સત્તાવાર જાહેરાત તો કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોતાના જન્મદિનના અનુસંધાને અનંત અંબાણી આ પદયાત્રા કરવાના છે અને દ્વારકાધીશ પહોંચીને જન્મદિવસ મનાવવાના છે.
અનંત અંબાણી અગાઉ અનેક વખત દ્વારકા, સોમનાથ સહિતના તીર્થસ્થનાઓ માથુ ટેકવવા જતા રહ્યા છે, તાજેતરમાં જ આખા અંબાણી પરિવારે મહાકુંભમાં સ્નાન કર્યું હતું, નીતા અંબાણી, કોકીલાબેન અંબાણી અને ખુદ મુકેશભાઇ અંબાણી પણ સમયાંતરે દ્વારકા, સોમનાથ સહિતના ધર્મસ્થાનોએ જતા રહે છે, પરંતુ અત્યાર સુધી કોઈએ પદયાત્રા કરી નથી અને હવે અનંત અંબાણી એ પણ કરવા જઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ખાવડી-વનતારા ખાતેથી અનંત અંબાણી દ્વારકાની પદયાત્રા શરૂ કરશે, દરરોજ લગભગ દસેક કિલોમીટર કે તેથી વધુ ચાલશે, જ્યાં પહોંચે ત્યાંથી રીર્ટન થઈને બીજા દિવસે ત્યાંથી ફરી પદયાત્રા શરૂ કરશે, આમ તબક્કાવાર ખાવડીથી દ્વારકાનું અંતર કાપશે.
રિલાયન્સ ગ્રૂપના અનંત અંબાણી પગપાળા દ્વારકાધીશનાં દર્શન કરવા માટે જવાનાં છે. જામનગર રિલાયન્સથી પદયાત્રા કરીને દ્વારકા દર્શને પહોંચશે. અનંત અંબાણી દરરોજ રાત્રિનાં 15 થી 20 કિમોમીટર ચાલીને દ્વારકા જશે. આગામી 8 એપ્રિલનાં રોજ પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઉજવે તેવી સંભાવના છે.
જામનગરથી દ્વારાકાનું અંતર 140 કિલોમીટર
જામનગરથી દ્વારાકાનું અંતર 140 કિલોમીટર છે. મળતા અહેવાલ પ્રમાણે જામનગર રિલાયન્સથી પદયાત્રા કરીને દ્વારકાધીશના દર્શને પહોંચશે. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી દરરોજ રાત્રિના 15થી 20 કિમી ચાલીને દ્વારકા પહોંચશે.
અનંત અંબાણી જન્મદિવસ દ્વારકામાં ઉજવે તેવી શક્યતા
અનંત અંબાણીનો જન્મદિવસ 8 એપ્રિલના રોજ છે. ત્યારે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે અનંત અંબાણી 8 એપ્રિલના રોજ પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઉજવશે. દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર અંબાણી પરિવારના અનંત અંબાણી ચુસ્ત બંદોબસ્ત સાથે પદયાત્રા કરીને દ્વારકા પહોંચશે.
10 એપ્રિલના રોજ અનંત અંબાણીનો જન્મદિન આવતો હોવાથી જવાની અટકળો
તેઓ ક્યાં સમયે નીકળશે ?, ક્યાં રૂટ પર ચાલશે ?, ક્યારથી શરૂ કરશે ? તેને લઇને કોઇ સત્તાવાર વિગતો મળી નથી, પરંતુ ૧૦ એપ્રિલના રોજ અનંત અંબાણીનો જન્મદિન આવતો હોવાથી એવી અટકળો લગાવડવામાં આવી રહી છે કે કદાચ આજ અથવા કાલે જ તેઓ રાત્રિના કોઇ ચોક્કસ સમયે પોતાની પદયાત્રા શરૂ કરી શકે છે.
જંગી કાફલો એમની સાથે હશે
અનંત અંબાણીની પદયાત્રા હોવાથી સ્વાભાવિક રીતે જંગી કાફલો એમની સાથે હશે, સંભવત: રાધિકા અંબાણી સાથે હોય શકે, બીજી બાજુ રિલાયન્સની સીક્યુરીટી, પોલીસની સીક્યુરીટી, ડોકટર સહિતની અનંત અંબાણીની પર્સનલ ટીમ અને અનંત અંબાણીની પદયાત્રાના કારણે મીડીયા સહિતના અન્ય લોકો પણ જોડાશે, એટલે આ પદયાત્રા અનોખી બની રહેશે.