સાધુ-સંતો, દાતાઓ, શુભેચ્છકો, કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓનો વરસાદ: ભૌતિક સુવિધાઓની સાથે પરિવાર જેવી લાગણીઓનો અનેરો સમન્વય: વીસ વર્ષમાં પાંચ લાખથી વધુ લોકોએ સંસ્થાની મુલાકાત લીધી
ઢોલરા ગામ સ્થિત સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નદીકરાનું ઘરથ વૃદ્ધાશ્રમ આજે તેનો વડીલ વંદના અને શ્રવણપી અવિરત સેવાયાત્રાના બે દાયકા પૂર્ણ કરી રહ્યું છે. નદીકરાનું ઘરથ વૃદ્ધાશ્રમની આ સેવા બે દાયકાની સફરની આછેરી માહિતી આપતા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મુકેશ દોશી તથા સુનીલ વોરા, નલીન તન્ના અને પ્રતાપભાઈ પટેલે જણાવ્યું હતું કે, બરાબર આજથી ૨૦ વર્ષ પહેલા ભેગા થયેલા અમારા જેવા આંગણીના વેઢે ગણી શકાય તેવા ચુનંદા તરવરાટ અને સમાજ માટે કાંઈક કરી છુટવાની ભાવના સાથે સમાજને અર્પણ કરવાના એકમાત્ર આશયથી ભેગા થયેલા નવયુવાનોએ ધરતીપુત્રોના ઐતિહાસિક ગામ ઢોલરા ખાતે નદીકરાનું ઘરથ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી હતી. આ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ. કળીયુગી સંતાનોથી દુભાયેલા તરછોડાયેલા વડીલ માવતરો તેમજ જેમને સંતાન નથી અથવા તો સંતાનમાં માત્ર પુત્રીઓ છે અને જેમની પાછોતરી જિંદગી નિરાધાર અને નિ:સહાય બની શકે તેમ હતી તેવા માતા-પિતાઓ આજે છેલ્લા બે દાયકાથી આનંદ કિલ્લોલથી એક સાથે અનેક સંતાનો અને શહેર શ્રેષ્ઠીઓ, દાતાઓની હુંફ અને લાગણી સાથે જિંદગીનો આ સ્વાદ માણી રહ્યા છે.
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપતા સંસ્થાના હરેશભાઈ પરસાણા, હસુભાઈ રાચ્છ, ઉપેનભાઈ મોદી તથા અનુપમ દોશીએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર ભારત સહિત દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત નદીકરાનું ઘરથ વૃદ્ધાશ્રમની છેલ્લા વીસ વર્ષમાં પાંચ લાખથી વધુ લોકોએ સહર્ષ મુલાકાત લીધી છે.
જેમાં વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના ગુજરાતના રાજયના તત્કાલીન મુખ્યમંત્રીઓ, વિવિધ રાજયના ગવર્નરો, સાધુ-સંતો, મહાસતીજીઓ, સાઘ્વીજીઓ, વિદેશી પર્યટકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સંસ્થાની મુલાકાતે પધારી ચુકયા છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા વડીલ માવતરોની ભાવવંદન સાથે પશુ-પક્ષીઓનું હરતું ફરતું અન્નક્ષેત્ર કલરવ દર વર્ષે શહેરની વિશિષ્ટ પ્રતિભાઓને ગારડી એવોર્ડથી સન્માન, ગરીબ નિરાધાર બાળકો માટે શૈક્ષણિક શિષ્યવૃતિ, થેલેસેમિક બાળકો માટે રકતદાન કેમ્પ, સાયકાત વિતરણ, આનંદ મેળા, નિરાધાર અને અનાથ દીકરીઓને લગ્ન સમયે કરિયાવર તથા ક્ધયાદાન, ગરીબ વિધવા બહેનોને સિલાઈ મશીન વિતરણ, વિવિધ તહેવારોમાં મીઠાઈ તથા અનાજની કીટનું વિતરણ, ચક્ષુદાન, દેહદાન, રકતદાન અને થેલેસેમિયા જનજાગૃતિનો વ્યાપક પ્રચાર પ્રસાર મેડિકલ સાધન સહાય તથા જરૂરીયાતમંદ દર્દીઓને આર્થિક સહાય તથા કુદરતી કે માનવ સર્જિત વિપદા આફતો સમયે વિવિધ માનવતાસભર સેવાકીય પ્રવૃતિઓ છેલ્લા વીસ વર્ષથી દાતાઓના દાનથી અવિરત ચલાવવામાં આવી રહી છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની વિશેષ માહિતી આપી વલ્લભભાઈ સતાણી, પ્રવિણ ગોસ્વામી અને ચંદુભાઈ શાહએ જણાવ્યું હતું કે, સંસ્થામાં રહેતા વડીલ માવતરોને પોતાના ઘર કરતા વિશેષ સુખ-સુવિધા મળી રહે તે માટે સંસ્થા પરીવાર સમર્પણ ટીમ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલ માવતરોની બે દાયકાથી નિ:સ્વાર્થ સેવા કરી રહેલ છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની બે દાયકાથી સદા શ્રવણયાત્રાના સોનેરી વર્ષોની સફરમાં સમર્પણ ટીમના સનિષ્ઠ સેવાકર્તાઓ છેલ્લા વીસ વર્ષથી પરીવાર અને મિત્રો સાથે તન-મન અને ધનથી સેવા આપી રહ્યા છે.