આણંદપુર અને મનહરપુર પ્રાથમિક શાળાની મુલાકાત લેતા મંત્રી ચુડાસમા

રાજકોટ નજીકના આણંદપર ગામની પ્રાથમિક શાળાની મુલાકાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધી હતી.

કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા અને તેમના પત્ની અનુજા ગુપ્તાના માર્ગદર્શન હેઠળ વિકાસ પામેલ આ શાળાની સુવિધા અને પ્રગતિની જાણકારી મંત્રીએ મેળવી રાજીપો વ્યક્ત કર્યો હતો.

મંત્રીએ કહ્યું હતું કે, બાળકો એ આપણા ભવિષ્યના નાગરિકો છે. તેમને આ શાળામાં શિક્ષણ સાથે સંસ્કારપણ અપાઇ રહ્યા છે, જેનાથી આ શાળાનો સુંદર વિકાસ થયો છે.કંઇક નવું કરવાના નિ:સ્વાર્થ ભાવ સાથે કલેક્ટરના ધર્મપત્ની અનુજાબહેને પણ શાળામાં જે નમૂનેદાર કાર્ય કર્યુ છે. તેની શિક્ષણમંત્રી તરીકે હું નોંધ લઇ રહયો છું અને આ શાળા થકી બીજી અનેક શાળાને પણ પ્રેરણા મળશે, એમ મંત્રી ચુડાસમાએ સહર્ષ જણાવ્યું હતું.

anandpur-government-school-to-be-inspirational-for-others-education-minister-bhupendra-singh-chudasama
anandpur-government-school-to-be-inspirational-for-others-education-minister-bhupendra-singh-chudasama

શાળાનાં વિવિધ આકર્ષણો જેવા કે, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, ઔષધિય ગાર્ડન વગેરેની પણ મંત્રીએ મુલાકાત લીધી હતી. શાળાની સુવિધાઓ વિષે અનુજાબેન ગુપ્તાએ મંત્રીને માહિતી પૂરી પાડી હતી.જિલ્લા વહીવટીતંત્ર દ્રારા કાર્યરત પ્રેમના પટારાનું પણ મંત્રી ચુડાસમાએ નિરીક્ષણ કરી આ કાર્ય પ્રત્યે  ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડયા, જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય, પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. જે. વ્યાસ, સરપંચ જગદિશભાઇ, તાલુકા પંચાયત  સદસ્ય બિંદુબેન સોલંકી, આચાર્ય લતાબેન રાઠોડ, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.