રાઇડ્સ માટેના પરર્ફોમન્સ લાઇસન્સની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે: જામનગરવાસીઓ મેળાનો આનંદ માણી શકશે
જામનગર શહેરના શ્રાવણી લોકમેળાઓ આમ તો સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે અને દર વર્ષે નિયત સમયે મેળાનું આયોજન પણ થઇ જાય છે તેમજ ઉદઘાટન પણ થઇ જાય છે. પરંતુ આ વર્ષે શ્રાવણી લોકમેળાને કોઇ રહસ્યમય ગ્રહણ લાગ્યુ હોય તેમ મેળો શરૂ થવાની તારીખ સતત લંબાઇ રહી છે ત્યારે જામનગરવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે.
આવતીકાલથી મેળો શરૂ થઇ જશે. તેવું મેયર બિનાબેન કોઠારીએ ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચિતમાં જણાવ્યું હતું. આજથી આઠ દિવસ પહેલાં શ્રાવણી લોકમેળાની સંપૂર્ણ જવાબદારી સંભાળતા એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષીતે સત્તાવાર એવી જાહેરાત કરી હતી કે 21/8 થી શ્રાવણી લોકમેળો શરૂ થઇ જશે અને આ લોકમેળો 14/9 સુધી ચાલશે. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ઉદ્દઘાટનના આમંત્રણ કાર્ડ પણ શહેરમાં સરકયુ લેટ કરી દેવામાં આવ્યા હતા અને બીજા દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે એવી બિનસત્તાવાર જાહેરાત મીડિયા કર્મીઓને કરી દેવામાં આવી હતી.
ગઇકાલે શુક્રવારે સાંજે મેયર બિનાબેન કોઠારી તથા ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશ્ર્નર ભાવેશ જાનીએ મેળાના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને જરૂરી વ્યવસ્થા અને રાઇડસ સહીતના સાધનોની ફિટીંગની વ્યવસ્થા નિહાળી હતી. આ ઉપરાંત પાણી અને વિજ કનેકશન સહીતની બાબતોની પણ ચકાસણી કરી હતી અને રાઇડ્સના પરર્ફોમન્સ લાઇસન્સ મળી ગયેલ છે.