પાર્સલ મોકલવાની એરકાર્ગો સેવા ફેબ્રુઆરીના અંતમાં શરૂ થશે: ચેમ્બર ઓફ કોમર્સે વિમાની સેવા અંગે યોજેલી બેઠકમાં એરપોર્ટ ડિરેકટર બોરાહની ખાત્રી
રાજકોટથી મુંબઇ અને દિલ્હીની ઇન્ડીગોની વિમાની સેવા આગામી મે માસથી શરુ થઇ જશે અને રાજકોટથી પાર્સલ માટેની એરકાર્ગો સુવિધા ફેબ્રુઆરીના અંત સુધીમાં શરુ થઇ જશે તેમ એરપોર્ટના ડાયરેકટર દિગંતા બોરાહે રાજકોટ ચેમ્બરે યોેજેલી બેઠકમાં જણાવ્યું હતું. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને એરલાઇન્સ સુવિધા અંતર્ગત પડતી મુશ્કેલીઓ અને સમસ્યાના ભાગરુપે રાજકોટ ચેમ્બર દ્વારા એરપોર્ટ ઓથોરીટીને કરાયેલા વિવિધ પ્રશ્ર્નોની રજુઆતોના નિરાકરણ તથા તેના એકશન ટેકન રિપોર્ટ અંગે તા. ૧૧ ના રોજ બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ એરપોર્ટ ડાયરેકટર દિગંતા બારોહ પી.એ.ટુ. એરપોર્ટ ડાયરેકટર સંજય ભુવા તથા મેનેરજ (એનટીસી) ઐશ્ર્વર્યા આસેશ પાંડે ઉ૫સ્થિત રહ્યા હતા.
મીટીંગના પ્રારંભે રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવે વેપાર ઉઘોગનું પ્રતિનિધિત્વ કરતી ૬૫ વર્ષ જુની મહાજન સંસ્થાની કામગીરી સફળતાઓ અને તેની સાથે જોડાયેલ સભ્યો તથા વિવિધ એસો.ની જાણકારી આપી હતી. સાથો સાથ અગાઉ મળેલ એરપોર્ટ સલાહકાર સમિતિની બે મીટીંગમાં રાજકોટ ચેમ્બર દ્વારા વિવિધ પ્રશ્ર્નો રજુ કર્યા હતા. જેમાં ખાસ હાલના હૈયાત એરપોર્ટના રન-વેની લંબાઇ વધી ગયેલ હોય ત્યારે રાજકોટ-મુંબઇ તથા રાજકોટ-દિલ્હી માટે ઇન્ડીગો એરલાઇન્સ ફલાઇટ શરુ કરવા માટે તૈયાર છે. તેને તાત્કાલીક મંજુરી આપી વહેલી તકે શરુ કરાવવી.
બેંગ્લોરની રોજીંદી વિમાની સેવા ર૦થી શરૂ થશે: બોરાહ
રાજકોટ એમ.એસ.એમ.ઇ. નું હબ હોય રાજકોટ-સૌરાષ્ટ્રના ઉઘોગકારોને પાર્સલ વાયા અમદાવાદથી મોકલવું પડે છે જેથતી ડાયરેકટર રાજકોટથી જ પાર્સલ મોકલી શકાય તે માટે તાત્કાલીક એર કાર્ગોની સુવિધા શરુ કરવા માંગ કરાઇ હતી. રાજકોટ-બેગ્લોર માટેની પણ ડેઇલી ફલાઇટ શરુ કરવી વિગેરે પ્રશ્ર્નો ઘ્યાને મુકવામાં આવી અને તેના એકશન ટેકન રિપોર્ટ લેવામાં આવ્યા હતા. વધુમાં પ્રમુખે જણાવેલ કે વધુ એક ટુજેટ એરલાઇન્સની ફલાઇટ શરુ કરવા માટે અગાઉ રાજકોટ ચેમ્બર દ્વારા ૨૦૧૯માં રજુઆત કરાઇ છે. તેને ફરીથી ગુજરાત રાજયના મુખ્યમંત્રી, સાંસદ સભ્ય તથા એરપોર્ટ ઓથોરીટીને રજુઆત કરવામાં આવશે. મીટીંગમાં ખાસ ઉ૫સ્થિત એરપોર્ટ ડાયરેકટર દિગંતા બોરાહએ મીટીંગમાં ઉ૫સ્થિત રહેવા આમંત્રણ આપેલ તે બદલ રાજકોટ ચેમ્બરનો આભાર વ્યકત કર્યો હતો.
રાજકોટ-બેગ્લોર માટેની ડેઇલી ફલાઇટ તા.ર૦ ફેબ્રુઆરીથી શરુ થઇ જશે. વધુમાં હાલ નવાબની રહેલા હિરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરીનું સ્ટેટસ અને માહીતી આપી હતી. આ માટે રચાયેલ કમીટી દ્વારા નવા બની રહેલ એરપોર્ટની સ્થળ તપાસ કરવાનું નકકી કરાયેલું હતુઅને ત્યાં રહેતી નાની મોટી ક્ષતિઓ દુર કરી તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી છે. સમગ્ર મીટીંગનું સંચાલન તથા ઉ૫સ્થિત અધિકારીઓનો રાજકોટ ચેમ્બર માનદમંત્રી નૌતમભાઇ બારસીયા દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.