• કોર્પોરેશનને જર્જરીત કવાર્ટરના નળ અને વીજ જોડાણ કાપી નાખતા લોકોમાં ભારે રોષ
  • ગુજરાત હાઉસીંગ બોર્ડના

શહેરના વોર્ડનં.17માં આનંદનગર અને અજંતા પાર્કમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડનાં  227 જર્જરીત કવાર્ટરને ખાલી કરવા માટે કોર્પોરેશન દ્વારા શોર્ટ યર્મ નોટિસ અપાયા બાદ ગઈકાલથી 100 જેટલા અતિ ભયજનક કવાર્ટરના  નળ અને વીજ જોડાણ કાપી નાખવામાં આવતા રાત્રે રહેવાસીઓ રોડ પર ઉતરી આવ્યા હતા રોડ પર ધરણા કર્યા હતા. કોર્પોરેશન સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ દરમિયાન  ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરીત  કવાર્ટરો કોઈ જીવલેણ દુર્ઘટના ન સર્જે તે માટે કોર્પોરેશન દ્વારા ગત  સપ્તાહે દુધસાગર રોડ પર હાઉસીંગ બોર્ડના  696 કવાર્ટર ખાલી કરાવ્યા બાદ તાજેતરમાં વોર્ડનં.17માં કોઠારીયા રોડ પર આવેલા આનંદનગર અને અજંતા પાર્કના  કુલ  227 કવાર્ટરને ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી.

અતિ ભયજનક 100 જેટલા કવાર્ટરના ગઈકાલે નળ અને વીજ જોડાણ કાપી નાખવાની કામગીરી હાથ ધરવાામં આવી હતી. જેના વિરોધમાં 100થી વધુ કવાર્ટરધારકો કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ ઘસી આવ્યા હતા. રજૂઆત કરવા છતા કામગીરી ચાલુ રાખવામાં આવતા કવાર્ટર ધારકો વિફર્યા હતા. શુક્રવારે રાતે રોષે ભરાયેલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. રોડ પર જ ધરણા કર્યા હતા.

કોર્પોરેશન દ્વારા શોર્ટ ટર્મ નોટિસ આપી કવાર્ટર  ખાલી કરવાનું કહેતા આશરો છીનવાય જવાના ડરમાં અનેક લોકોની તબીયત લથડી જવા પામી હ તી. ચોમાસાની સિઝનમાં અનેક લોકો પર બેઘર બનવાનું જોખમ ઝળુંબી રહ્યું છે.

વીજ જોડાણ કાપી નંખાતા  અસહ્ય બફારામાં  લોકો હેરાન પરેશાન થઈ ગયા  હતા. દિવાના અંજવાળે મહિલાઓ રસોઈ બનાવવા મજબૂર બની હતી.

દર વર્ષે કોર્પોરેશન દ્વારા શહેરમાં જર્જરીત અને  ભયજનક મિલકતોને નોટીસ ફટકારવામાં આવે છે.

પરંતુ માનવીય અભિગમ અપનાવી મિલકત ધારકોને મકાન ખાલી કરાવવામાં આવતા નથી. દરમિયાન ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં 27 લોકોના જીવ ગયા છે. માનવીય બેદરકારીના  કારણે ચોમાસામાં જર્જરીત ઈમારત પડે અને કોઈ જીવલેણ દુર્ઘટના ન સર્જાય તે માટે આ વખતે કવાર્ટર ખાલી કરાવવામાં આવી રહ્યા છે. જેની સામે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર ધારકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

અમારા હાઉસીંગના 80% રહેવાસી રિડેવલોપીંગ માટે સહમત: કવાટર રહેવાસી

અબતક સાથે વાતચીત કરતા આનંદનગર હાઉસીંગ કવાટર રહેવાસીએ જણાવ્યુ કે કોર્પોરેશન કોઈ પણ  જાણ કર્યા વગર લાઈટ અને પાણીનું જોડાણ કાપી નાખ્યું છે. બપોરે 4 થી જોડાણ કાપેલું છે. અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી છતા કોઈ જવાબ મળ્યો નથી. નોટીસ પ્રમાણે  80% લોકો રિડેવલોપીંગ માટે માની ગયા છે.  144 ફેલેટ ધારકો  વિરોધ કરી રહ્યા છે. અમારા દ્વારા રિડેવલોપીંગની અરજી  કરવામાં આવી છે. અને કોર્પોરેશન અમને રહેઠાણની સુવિધા આપે અને પાણી અને વિજ કનેકશન કાપવાની  પાંચ પહેલા નોટીસ આપવી જોઈએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.