અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ગોવિંદ માથુરે શપથગ્રહણ લેવડાવ્યા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે દેશના સૌી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટના ચિફ જસ્ટીસ ગોવિંદ માુરે તેઓને બપોરે ૧૨:૩૦ કલાકે પદ અને ગોપનીયતાના શપ લેવડાવ્યા હતા. તાજેતરમાં રાષ્ટ્રપતિ રામના કોવિંદ દ્વારા યુપી સહિત દેશના ૬ રાજ્યોના રાજયપાલની નિમણૂંક કરવામાં આવી હતી.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અગાઉ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે જવાબદારી નિભાવતા હતા. દરમિયાન તાજેતરમાં રાષ્ટ્રપતિ રામના કોવિંદે અલગ અલગ છ રાજ્યોના રાજ્યપાલની નવી નિમણૂંક કરી હતી. જેમાં આનંદીબેન પટેલને દેશના સૌી મોટા એવા ઉત્તરપ્રદેશના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે. આજે બપોરે ૧૨:૩૦ કલાકે યુપીની અલ્હાબાદ હાઈકોર્ટના ચિફ જસ્ટીસ ગોવિંદ માુરે આનંદીબેન પટેલને રાજ્યપાલ તરીકેના શપ લેવડાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુપીમાં હાલ ભાજપનું શાસન છે અને મુખ્યમંત્રી તરીકેની જવાબદારી યોગી આદિત્યના નિભાવી રહ્યાં છે. અગાઉ આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા ત્યાં પણ અગાઉ ભાજપનું શાસન હતું. ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સત્તા પરિવર્તન યું છે અને અહીં કોંગ્રેસનું શાસન આવ્યું છે. આનંદીબેનને દેશના સૌી મોટા રાજ્ય એવા યુપીના રાજ્યપાલ બનાવવામાં આવતા તેઓની જવાબદારી પણ વધી જવા પામી છે. રાજ્યપાલ તરીકે શપ લીધા બાદ તેઓ પર શુભેચ્છા વર્ષા ઈ રહી છે.