મધ્યપ્રદેશમાં લાલજી ટંડન, પં.બંગાળમાં જગદીપ ધનકર, ત્રિપુરામાં રમેશ બાઈશ અને બિહારમાં પધુ ચૌહાણને રાજ્યપાલ તરીકે મુકાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં રાજ્યપાલોની બદલી કરવામાં આવી છે. જેમાં આનંદીબેન પટેલને ઉત્તરપ્રદેશમાં, જગદીર ધનકરને પં.બંગાળમાં, રમેશ બાઈશને ત્રિપુરામાં અને પધુ ચૌહાણને બિહારના રાજ્યપાલ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો હાલ બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે ત્યારે આ દરમિયાન રાજ્યપાલોની બદલીઓ કરવામાં આવી છે. આજરોજ જાહેર કરાયેલી બદલીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં જગદીર ધનકરને રાજ્યપાલ તરીકે મુકવામાં આવ્યા છે. ઉપરાંત ત્રિપુરામાં રમેશ બાઈશને રાજ્યપાલ તરીકે જાહેર કરાયા છે. આ સોસાથે બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે જ્યારે તેમની જગ્યાએ બિહારમાં રાજ્યપાલ તરીકેનો ચાર્જ પધુ ચૌહાણને સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવે તેવી પણ ચર્ચા જોરશોરી ચાલી રહી હતી. અંતે આજરોજ તેઓને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ જાહેર કરવામાં આવતા આ ચર્ચા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે.