એક્ટિવા પાર્ક કરી ખારેક લેવા ઉભેલા કર્મચારીની નજર ચુકવી ગઠીયો ડેકીમાંથી સેરવી ગયો
પૂર્વ કચ્છના ગાંધીગ્રામના ટાગોર માર્ગ પરના સુંદરપુરીથી ઇફકો વચ્ચે પાંચ મિનીટ પાર્ક કરેલા એક્ટિવાની ડેકીમાંથી રૂ. ૩૮ લાખની રોડ ચોરાયાની આંગડીયા પેઢીના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ પાટણ જિલ્લાના માતપુર ગામના વતની અને અંજાર રહેતા સુનિલકુમાર ચંદુલાલ પટેલે ગાંધીગ્રામના સુંદરપુર સામે આવેલા ભચીબા સ્ટોલ ખાતે ખારેક લેવા ઉભા રહ્યા તે દરમિયાન તેમની નજર ચુકવી એક્ટિવાની ડેકીમાંથી રૂ ૮૩ લાખની રોકડ ચોરાયાની ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગાંધીધામમાં આર.કે.ચેમ્બરમાં આવેલી અશોકકુમાર કાંતીલાલ આંગડીયા પેઢીમાં છેલ્લા ૧૩ વર્ષથી નોકરી કરતા સુનિલભાઇ પટેલની સાથે નિતિનભાઇ મોહનભાઇ ચાવડા પણ કામ કરે છે. તેઓ એક ટકા કમિશનથી રોકડની લેવડ દેવડ કરે છે. ગઇકાલે દિવસ દરિમયાન ૩૮ લાખની રોકડ જમા થઇ હતી. તે નિત્ય ક્રમ મુજબ સુનિલ પટેલ પોતાના ઘરે લઇ જતો અને સવારે પરત લાવતો હતો.
ગઇકાલે સાંજે આંગડીયા પેઢીની ઓફિસ બંધ કરી સુનિલ પટેલ પોતાના જી.જે.૧૨સીએચ. ૬૩૭૬ નંબરનું એક્ટિવા લઇને અંજાર જવા નીકળ્યા બાદ સુંદરપુરીથી ઇફકો વચ્ચે ભચીબા સ્ટોર ખાતે ખારેક લેવા માટે એક્ટિવા પાર્ક કર્યુ તે દરમિયાન અજાણ્યા શખ્સ તેમની નજર ચુકવી એક્ટિવાની ડેકીમાંથી રૂ ૩૮ લાખ રોકડા સેરવી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
બી ડિવિઝન પી.આઇ. જે.પી.જાડેજા સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથધરી છે.