23 ઓગસ્ટ બાદ નરેન્દ્ર મોદી એક મહિનાથી વધુ સમય બાદ ગુજરાતની મુલાકાતે છે. PM આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં. જ્યાં તેમનું રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેઓ આણંદ જવા માટે રવાના થયા હતા. ત્યાર બાદ પીએમ મોદીએ આણંદના મોગર ગામ સ્થિત રૂ. 300 કરોડના ખર્ચે તૈયાર થયેલા અમૂલના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અમૂલ બ્રાન્ડની વિશ્વના 40 દેશોમાં ઓળખ છે. અમૂલ ઓળખ, પ્રેરણા અને અનિવાર્યતા બન્યું છે. મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા આવ્યા ખેડૂતોના આંદોલનથી અમૂલ એક ઓળખ બની ગઈ છે. અમૂલ એક વૈશ્વિક ઓળખ છે અને વિદેશમાં પણ અમૂલની માગ વધી છે. અમૂલ એક વૈકલ્પિક અર્થવ્યવસ્થાનું મોડલ છે.

આ સિવાય વડાપ્રધાને ટેક હોમ રાશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ ઉદ્ઘાટન સમયે તેમણે અમૂલના અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટની મુલાકાત પણી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.