- આણંદના તારાપુર બગોદરા સિક્સ લેન હાઇવે ઉપર શ્વાન આડું ઉતરતા કાર પલટી
- 2ના મોત, 3 ઈજાગ્રસ્ત
- શ્વાન આવી જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો
- સાળંગપુર દર્શન કરવા માટે જઇ રહ્યા હતા
આજકાલ અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમજ અકસ્માત અને એક્સિડન્ટની ઘટના અવારનવાર રસ્તા પર બનતી હોય છે. ત્યારે ફરી એકવાર આણંદના તારાપુર બગોદરા સિક્સલેન હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળ પર જ મો*ત થયા હતા અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
આણંદના તારાપુર બગોદરા સિક્સલેન હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમજ આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળ પર જ મો*ત થયા હતા અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઉપરાંત મૃતદેહોને PM અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.
કાર ડિવાઇડર સાથે અથડાઇ
મળતી માહિતી અનુસાર, તારાપુરના વરસડા પાસે અકસ્માત સર્જાયો હતો. તેમાં હાઇવે ઉપર શ્વાન આવી જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા પલટી મારી ગઇ હતી.
2 ના મો*ત થયા
વડોદરાથી 5 મિત્રો સાળંગપુર દર્શન કરવા માટે જઇ રહ્યા હતા, આ દરમિયાન તેમને કાળ ભરખી ગયો હતો. તેમજ આ ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોનું ઘટના સ્થળ પર જ મો*ત થયા હતા અને હાલમાં 3 ની હાલત ગંભીર હોવાના કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. તેમજ વડોદરાના નાગરવાળાના અને અટલાદરાના યુવાનનું અકસ્માતમાં મો*ત થયું છે.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
આ દરમિયાન અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી જવા પામી હતી. ત્યારે અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક થતા પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે ટ્રાફિક હટાવી મૃતદેહોને PM અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.