જીતપુરા દાગજીપૂર અને ખાનકુવા પાસે આ ઘટના બની હોવાના સમાચાર છે. જિલ્લાના ત્રણ વિસ્તારોમાં આ ટુકડાઓ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.  તેમના આકાર અને તેમના પરની માટી જોઈને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ અવકાશમાંથી પડ્યા છે. જો કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટ બાદ જ આ વાતની પુષ્ટિ થઈ શકશે .
ગામના લોકો દાવો છે  કે આ ટુકડા આકાશમાંથી પડ્યા છે અને તેથી તેઓ માને છે કે તેમનો અવકાશ સાથે કોઈ સંબંધ છે, જ્યારે પોલીસને આ અંગે શંકા છે. પોલીસે આ અંગે ફોરેન્સિક ટીમને જાણ કરી છે અને જિલ્લા પોલીસ પણ તેના લેવલે  તપાસ કરી રહી છે.
ગામના લોકોના અનુમાન મુજબ  શંકાસ્પદ કાટમાળના ટુકડા આકાશમાંથી આવ્યા હતા અને આજે સાંજે 4.45 વાગ્યે ભાલેજ, ખંભોલજ અને રામપુરા ખાતે જમીન પર પડ્યા હતા, જિલ્લા પોલીસે તેવું જણાવ્યું હતું.
આ ત્રણેય વિસ્તારો એકબીજાથી 15 કિલોમીટરના અંતરે આવેલ છે. પહેલા 5 કિલો બ્લેક ધાતુનો ટુકડો ભાલામાં પડ્યો હતો અને પછી ખંભોળજ અને રામપુરામાં સરખા  ટુકડાઓ નોંધાયા હતા. આ પછી ગામલોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ ટુકડાઓ જોયા બાદ  તપાસ શરૂ કરી છે.
av
ધાતુનો દડો ઉપગ્રહનો કાટમાળ હોવાની આશંકા છે. “પ્રથમ ટુકડો લગભગ 4.45 વાગ્યે પડ્યો અને થોડી જ વારમાં અન્ય બે જગ્યાએથી સમાન ટુકડા મળ્યાના  અહેવાલો આવ્યા. જો કે આ ઘટનામાં તરફથી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
પોલીસ જણાવ્યું  હતું કે અમને ખાતરી નથી કે તે અવકાશનો કાટમાળ છે કે કેમ, પરંતુ ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ ટુકડા અવકાશમાંથી પડ્યા છે.
 જિલ્લા પોલીસે તપાસ શરૂ કરવા માટે FSL નિષ્ણાતોની ટીમને બોલાવી છે. “FSL ટીમ આવીને તેની તપાસ કરશે. અને  આ ઘટના અંગે  કેસ નોંધવામાં આવ્યો છે.  અને આ મામલે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. દરમિયાન, જિલ્લા પોલીસ અધિકારીઓ પણ એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે રહસ્યમય લાગતી આ વસ્તુઓ શું હોઈ શકે છે. જો કે વધુ માહિતી તો FSL ના રીપોર્ટઆવ્યા  બાદ જ જાણવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.