બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ ઉનાથી ટીંબી જતા આંગડીયા સંચાલકના બાઈકને આંતરી લુંટી લીધો

ઉના પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજરોજ બપોરના સમયે ઉના શહેરમાં કોમ્પ્લેક્ષમાં આવેલ પી.શૈલેષ નામની આંગડીયા પેઢીનો સંચાલક વિઠ્ઠલભાઈ બાબાભાઈ રે.સિઘ્ધપુર પાટણ હાલ ઉના રહેતા પોતાના કબજાવાળુ મોટર સાયકલ જી.જે.૦૩ ૧૩૨૭ ઉપર ઉનાથી ટીંબી ગામે જતા હતા ત્યારે ગાંગડા ગામ આગળ ચામુંડા હોટલ આગળ પહોંચેલ ત્યારે ૩ અજાણ્યા શખ્સ ત્રિપલ સવારીમાં મોટર સાયકલ પર પાછળથી આવી વિઠલભાઈને ચાલુ મોટર સાયકલે ધકકો મારી પછાડી દઈ કાળા કલરનો ખભે રાખેલો થેલાની લુંટ કરી નાસી ગયા હતા.

આ અંગે ઉના પોલીસમાં જાણ થતા ઉના પોલીસ ઈન્સ. બી.એમ.ખાંભલા, પી.એસ.આઈ ચુડાસમા તથા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ભોગ બનનારની માહિતી મેળવી રહ્યા છે. જાણવા મળતી પ્રાથમિક વિગતો મુજબ થેલામાં અંદાજીત ૧૦ લાખ ‚પિયા રોકડા તથા ૩ લાખથી વધુની કિંમતના હિરાના પડીકા હોવાનું જાણવા મળેલ છે.

હાલ તો તમામ પોલીસ મથકે જાણ કરી નાકાબંધી કરી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. દિવાળીના તહેવાર નજીક હોય મોટી રકમની લુંટ થયાનો બનાવ બનતા વેપારીઓમાં ભયની લાગણી અનુભવી રહ્યા છે. વિગત મુજબ આ પી.શૈલેષ એન્ડ કાૃં.ની ઓફિસ બસ સ્ટેન્ડ પાછળ ગની માર્કેટમાં આશીર્વાદ કોમ્પ્લેક્ષમાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.