નેમીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા હાઉસના સૌજન્યથી ભાજપ દ્વારા તમામ વોર્ડમાં યોજાયા કેમ્પ: બાળકોથી વૃદ્ધાએ મેળવ્યું સ્વાઈનફલુ સામે રક્ષણ
સ્વાઈનફલુની મહામારીથી શહેરમાં અનેક લોકોના મૃત્યુ નિપજતા ભયનો માહોલ ફેલાયો છે. સરકાર તેમજ સામાજીક સંસ્થાઓ સ્વાઈન ફલુથી લોકોને રક્ષણ આપવા વિવિધ પગલાઓ લઈ રહી છે. ત્યારે નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા હાઉસની સાથે મળી ભારતીય જનતા પક્ષ દ્વારા શહેરના તમામ વોર્ડમાં સ્વાઈન ફલુથી એક વર્ષ સુધી રક્ષણ આપતી દવાના ડોઝ વિતરણ કેમ્પના આયોજન થયા હતા.સ્વાઈનફલુથી લોકોને એક વર્ષ સુધી રક્ષણ આપતી હોમિયોપેથીક દવા ડો.ચૌલાબેન લશ્કરીએ વર્ષેના સંશોધન બાદ શોધી છે. આ દવા શહેરના તમામ વોર્ડના રહીશોને વિનામૂલ્યે અપાઈ છે. નાના બાળકોથી લઈ વૃદ્ધોએ કેમ્પનો લાભ લીધો છે. ત્રણ દિવસમાં લાખો લોકો સ્વાઈન ફલુ સામે એક વર્ષ સુધી સુરક્ષિત થયા છે.રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા શહેરના વોર્ડ નં.૭,૮ અને ૧૬માં સ્વાઈન ફલુથી રક્ષણ મેળવવા દવાનો ડોઝ નિ:શુલ્ક આપવામાં આવેલ. આ કેમ્પમાં વોર્ડ નં.૭માં જે.જે.પાઠક શાળા નં.૧૯, સરદાર નગર મેઈન રોડ ખાતે પુષ્પદાનભાઈ ગઢવી, કમલેશભાઈ ટીંબડીયા, ચૌલાબેન લશ્કરી, પુષ્કર પટેલ, દેવાંગ માંકડ, વિક્રમ પુજારા, અનિલભાઈ પારેખ, સુરેન્દ્રસિંહ વાળા, કશ્પય શુકલ, જીતુ સેલારા, કીરીટ ગોહેલ, રમેશ પંડયા, અજય પરમાર, મીનાબેન પારેખ, બીપીન ભટ્ટી, જયેન્દ્ર ગોહેલ, કિરીટ કેસરીયા, મુકેશ બુંદેલા, પાર્થ ચૌહાણ, રાજન ત્રિવેદી, પ્રશાંત લાઠીગરા, રણજીતસિંહ ચૌહાણ, અશોક સામાણી, જયશ્રીબેન રાવલ, મનોજ ડોડીયા, ઈશ્ર્વર જીતીયા, યોગેશ વાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૮માં ક્રિષ્ન વિદ્યાલય, વૈશાલીનગર ખાતે પુષ્પદાનભાઈ ગઢવી, નિતીન ભુત, રઘુભાઈ ધોળકિયા, રાજુભાઈ અઘેરા, વી.એમ.પટેલ, કાથડભાઈ ડાંગર, જાગૃતિબેન ઘાડીયા, અલ્કાબેન કામદાર, કિરણબેન માકડીયા, જયોતીબેન લાખાણી, મીનાબેન વજીર, તેજશ જોષી, દલસુખ રાઠોડ, અતુલ રત્નાકર, રાજુલબેન, જસમીન મકવાણા, પૂર્વેશ ભટ્ટ સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૧૬માં રોકડીયા બાલાજી મંદિર, મહેશ્ર્વરી સોસાયટી કોમન પ્લોટ, કોઠારીયા મેઈન રોડ ખાતે પુષ્પદાનભાઈ ગઢવી, જીણાભાઈ ચાવડા, સુરેશભાઈ વસોયા, કંચનબેન સિઘ્ધપુરા, ભાર્ગવ મિયાત્રા, હિરેન ગોસ્વામી, પ્રવિણ કિયાડા, વિક્રમ પુજારા, નરેન્દ્ર ડવ, જયેશ દવે, વીનુભાઈ ઠુંમર, પવુભા ખાચર, ઘનશ્યામ પરમાર, મનોજ ચાવડા, લીનાબેન રાવલ, રમેશ જાદવ, બકુલ ચોટલીયા, હસુભાઈ કાચા, મનોજ પરમાર, કેશુભાઈ સોની, રાજુભાઈ દુદકીયા, જતીન કોટડીયા, પુષ્પાબેન જોશી, દિલીપભાઈ જોશી, ગીતાબેન સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૫માં આરોગ્ય ભવન, ગાંધી સ્મૃતિ સોસાયટી, પેડક રોડ ખાતે ધનસુખભાઈ ભડેરી, કિશોર રાઠોડ, કલ્પનાબેન કિયાડા, બાબુભાઈ ઉઘરેજા, અરવિંદ રૈયાણી, દિલીપ લુણાગરીયા, પ્રીતીબેન પનારા, પ્રભાત કુગશીયા મુકેશ ધનસોત, દિપક પનારા, અરવિંદ ભેસાણીયા, સંજય ચાવડા, નીલેશ ખુંટ, મુન્નાભાઈ ગઢવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.વોર્ડ નં.૬માં ભોજલરામ કોમ્યુનિટી હોલ, ભોજલરામ સોસાયટી ખાતે ધનસુખ ભંડેરી, પુષ્પદાનભાઈ ગઢવી, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ વિક્રમ, પુજારા, ઘનશ્યામ કુગશીયા, જગાભાઈ રબારી, દુષ્યંત સંપટ, પરેશ પીપળીયા, મુકેશ રાદડીયા, સજુબેન રબારી, હિતુભા રાણા, હાર્દિક સિઘ્ધપુરા, ખેતશીભાઈ પરમાર, સુખદેવભાઈ ડોડીયા, પરાગ મહેતા, કિન્નરીબેન ચૌહાણ, પીન્ટુ રાઠોડ, ગેલાભાઈ રબારી, તેજશ ચૌહાણ, ગોકુલ પડીયા સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.