૧પમી ઓકટોબરે શાહી સેટ્સ એન્ડ બેગલ્સ મેલો પૂર્ણ: ગ્રાહકોને લાભ લેવા નિમંત્રણ
પ્રથમ નોરતાથી શિલ્પા લાઇફ સ્ટાઇલ દ્વારા તેઓના પેલેસ રોડ શો-રુમ પર ખુલ્લા મુકવામાં આવેલ શાહી શેટસ એન્ડ બેંગલ્સ મેલા સૌરાષ્ટ્રભરના તેમજ દેશ-વિદેશના જવેલરી પ્રેમીઓમાં આકર્ષણરુપ અને ચર્ચાનો વિષય બનેલ છે. પ્રથમ ત્રણ દિવસમાં જ તેને પ્રચંડ પ્રતિસાદ સાંપડયો છે. શિલ્પા લાઇફસ્ટાઇલ દ્વારા નવનિર્મિત ભવ્ય શો-રુમ પર યોજાયેલ આ મેલા શોપીંગનો ખરેખર જાજરમાન અને રોમાંચક અનુભવ પૂરો પાડી રહ્યો છે. અનોખી બેનમૂન ડિઝાઇન્સ, બારીકી અને કલાકારીગરીથી સુશોભિત ગોલ્ડ, ડાયમંડ અને પ્લેટિનમ
જવેલરીના અદભુત લાઇફસ્ટાઇલ દ્વારા આકર્ષક વિશેષ ડિસ્કાઉન્ટ ઓફરથી ઓફરથી શો-રૂમ પર લોકોની ભીડ ઉમટી રહીછે. આ શાહી સેટસ એન્ડ બેગલ્સ મેલા હજુ ૧પ ઓકટોબર સુધી ચાલશે અને નવરાત્રીના તહેવારોને વધુ ચમકદાર બનાવશે તેવું મુલાકાતીઓના પ્રતિભાવો પરથી જણાય રહ્યું છે.
અદભુત અને મનમોહક સેટસ અને બેગલ્સ મેળવવા માટે શિલ્પા લાઇફ સ્ટાઇલનો આ વાર્ષિક જવેલરી ફેસ્ટીવલ શાહી સેટસ એન્ડ બેગલ્સ મેલા દરેક પ્રસંગ અને માહોલમાં શોભી ઉઠી તેવી અસાધારણ ડિઝાઇન્સ સાથેનું સેટસ અને બેગલ્સનું ઉત્કૃષ્ટ કલેકશન છે જેનો દરેક પીસ પાઇમલેસ છે. આ સુંદર અને ઉમદા જવેલરી નવરાત્રિથી શરુ થયેલા ઉત્સવોમાં આકર્ષણનું કેન્દ બની રહ્યું છે. શિલ્પા લાઇફ સ્ટાઇલની ખાસ જવેલરી ખાસ જવેલરી રેન્જમાં સમાવિષ્ટ ઉત્કૃષ્ટ ડીઝાઇન્સ સાથેની વિલંદી અને પોલકી સેટસ કલાસીક વેડીંગ સેટસ રિયલ ડાયમંડ, હેરીટેજ અને ટેમ્પલ જવેલરીનું ભવ્ય કલેકશન શિલ્પા લાઇફસ્ટાઇલના પેલેસ રોડ શો-રૂમ પર એકી સાથે ઉ૫લબ્ધ છે.
તદ્દપરાંત સાથે સાથે ૧૦ ઓકટોબરથી શિલ્પા લાઇફ સ્ટાઇલ દ્વારા ગોલ્ડન જયુબીલીના પ૦ વર્ષ નીમીતે પોતાના માનવંતા ગ્રાહકો માટે ગોલ્ડન મેમરીઝ સ્૫ર્ધા યોજાવામાં આવી છે જેમાં ગ્રાહકો શિલ્પા લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી પોતાની યાદોની સ્ટોરી મોકલીને ભાગ લઇ રહ્યા છે. આ સ્૫ર્ધામાં પ્રથમ ૩ વિજેતાઓ માટે ૧૦ ગ્રામ અને પછીના પ વિજેતાઓ માટે પ ગ્રામના સોનાના સિકકાઓ તેમજ પ૦ ભાગ્યશાળી વિજેતાઓ માટે ર૦ ગ્રામના ચાંદીના સિકકાઓના ઇનામો રાખવામાં આવ્યા છે. તેમજ પ્રથમ ૮ વિજેતાઓની સ્ટોરી પર શોર્ટ ફિલ્મ બનાવવામાં આવશે. જેના ત્રણ પ્રોમો પ્રથમ નોરતાથી સોશ્યલ મીડીયા પર ધુમ મચાવી રહ્યા છે. શિલ્પા લાઇફ સ્ટાઇલના ગ્રાહકો માટે ૩૦ નવેમ્બર સુધી પોતાની સ્ટોરી મોકલીને સોનું અને ચાંદી જીતવાની તક સુવર્ણ તક છે.
ડિઝાઇનમાં વિશિષ્ટ અને અપીલમાં મનમોહક જવેલરીનું સર્જક શિલ્પા લાઇફસ્ટાઇલ પરંપરાગત અને આધુનિક શૈલીનો સમન્વય કરીને ક્ધટેમ્પરરી જવેલરીને આકાર આપે છે. પૂર્વનો વારસો અને પશ્ર્ચિમની નવીનતામાંથી પ્રેરણા લઇને શિલ્પા લાઇફ સ્ટાઇલ ઉચ્ચ ગુણવતાસભર કારીગરી અને ઉત્તમ ડાયમંડ તથા જેમ્સ્ટોન્સને જોડીને ગ્રાહકોને અદ્વિતીય પસંદગી પુરી પાડે છે.
ટ્રેન્ડી છતાં ટાઇમલેસ શિલ્પા લાઇફસ્ટાઇલની જવેલરી કલેકશનના ઝગમગતા ડાયમંડસ, ગોલ્ડ અને જેમ્સ્ટોન્સ સાથે જોડાઇને જાણે કે જીવનની કવિતાને ગતિશીલતામાં પરિવર્તિત કરે છે. જવલંત અને ભવ્ય રહસ્યમય અને પ્રભાવી ગોલ્ડ, ડાયમંડ સેફાયર, રુબી અને એમેરાલ્ડ જવેલરીનું આ વિશિષ્ટ ક્રિએશન નારીત્વની ભાવનાઓનું ઉચ્ચત્તર પ્રતિબિંબ પુરુષ પાડે છે.