આવો રે આવો મહાવીર નામ લઈએ
મિલન કોઠારીના નેતૃત્વમાં જૈન વિઝનની ટીમ અને મહિલા વિગ દ્વારા તડામાર તૈયારી: જૈનવિઝનની ટીમ અબતકની શુભેચ્છા મુલાકાતે
આગામી ભગવાન મહાવીર જન્મ કલ્યાણકને ધ્યાનમાં રાખીને જૈન વિઝન સંસ્થા દ્વારા આવો રે આવો મહાવીર નામ લઈએના દશાબ્દી વર્ષ નિમિત્તે વિવિધ ભક્તિમય કાર્યક્રમ અને અન્ય ધાર્મિક કાર્યક્રમ યોજવાની તડામાર તૈયારી રહી છે. આ વખતનું આયોજન અભૂતપૂર્વ થાય તે માટે જૈન વિઝન ના તમામ કમિટી મેમ્બર કટીબધ્ધ છે. આ વર્ષે 2621મું વર્ષે મહાવીર સ્વામી જન્મકલ્યાણક તરીકે ઉજવી રહ્યા છે
આ ઉજવણી અંતર્ગત આગામી તા. 26 માર્ચના રોજ હેમુ ગઢવી હોલ ખાતે જૈન દર્શનનો એક અદભુત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે . આ કાર્યક્રમમાં જાણીતા અભિનેતા અને દિગ્દર્શક દીપક અંતાણી, હાસ્યકાર જગદીશ ત્રિવેદી અને કવિ રઈશ મણિયાર જેવા પ્રખર વક્તાઓ 21મી સદીમાં જૈન દર્શન વિષય ઉપર સંબોધન કરશે. આ કાર્યક્રમનો સમય રાત્રે 9-15 વાગ્યાનો છે અને તેના વિનામૂલ્યે પાસ અને રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર 98986 13177 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી અંતર્ગત જૈન વિઝન દ્વારા અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે જેમાં તા. 3 એપ્રિલનાં રોજ ભક્તિ સંગીત અને 4 એપ્રિલનાં રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં ગીતોની પ્રસ્તુતિ રાત્રીનાં થશે. 4 થી તારીખે જ બપોરે મહાવીર સેવા ટ્રસ્ટના સહયોગથી હેમુ ગઢવી નાટ્યગૃહમાં 250 કલાકારોનો કાફલો ધરાવતા નાટ્યની પ્રસ્તુતિ પણ થશે.
આ તમામ કાર્યક્રમો અને જૈન વિઝનની સેવાકીય પ્રવૃતિઓ માત્ર કોઈ એક નહી પરંતુ સર્વ સમાજના લાભાર્થે થાય છે તેવુ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું છે.
જૈન વિઝન એ રાજકોટની એક એવી સામાજિક સંસ્થા છે કે જે આખું વર્ષ જૈન-જૈનેતરો માટે સેવાકીય કાર્યો કરતી રહે છે. સંસ્થા દ્વારા અનાજ વિતરણ, મેડીકલ કેમ્પ, વેક્સીનેશન કેમ્પ, અનાથ બાળકોને પીકનીક, ઉનાળામાં ચકલીના માળા વિતરણ સહિતના સેવા કાર્યો ઉપરાંત સમાજોપયોગી પ્રવૃત્તિ કરવામાં આવે છે.
આજરોજ કાર્યક્રમ અંગે વિગત આપવા જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી, મયુરભાઈશાહ, ગીરીશભાઈ મહેતા, રાજીવભાઈ ઘેલાણી, વિપુલ મહેતાએ અબતક મિડિયા હાઉસની મુલાકાત લીધી હતી.
અબતક્ સાથેની વાતચિતમાં મિલનભાઈ કોઠારીએ જણાવ્યું હતુકે, ભકિત સંગીતની શરૂઆત વખતે જૈન સમાજના હિમાયતી સ્વ. અકિલા પરિવારના નરેન્દ્રમામાએજૈન સમાજની મીટીંગ કરી હતી એ મીટીંગમાં હું હાજર હતો એ મીટીંગમાં મહાવીર સ્વામીની જન્મયાત્રા ઉત્સાહભેર ઉજવાય તેમાં ભકિત સંગીતનો કાર્યક્રમ કરવો કે ન કરવો તે અંગે વિચારણા થતી હતી જેમાં કાર્યક્રમ ન કરવા અંગે જાહેર થયું બીજે દિવસે મામાને ફોન કર્યો કે મને કાર્યક્રમ કરવો છે મને ઈચ્છા છે તો તેમણે કહ્યું આજનું અકિલા જોઈ લે તેમા ભકિત સંગીત થશે તેવી જાહેરાત હતી ત્યારથી શરૂ થઈ આજે 10 વર્ષ થયા અવિરત ભકિત સંગીત કાર્યક્રમો થઈ રહ્યા છે
આવો રે આવો મહાવીર સ્વામી ભકિત સંગીતમાં અલગઅલગ થીમ ઉપર પ્રોફેશ્નલ આર્ટીસ્ટો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવે વચ્ચે કોઈ જ ભારણ ન કરવામાં આવે કાર્યક્રમ દરમિયાન જીવ દયા માટેના ફંડ-ફાળા ન ઉઘરાવવા કોઈ વિક્ષેપ વગર કાર્યક્રમો યોજાયા છે.જેમાં દર વર્ષે નવું પિરસવું નવા કલાકારોને બોલાવવા મનહર ઉદાસ જેવા વિખ્યાત કલાકારોએ પણ પ્રસ્તુતિ આપી છે.
આ વર્ષ દસમું હોવાથી કાંઈક નવું આપવાની અમારી ગણતરી છે.4 તારીખે ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. તેવા ઝવેરચંદ મેઘાણીના ગીતોની પ્રસ્તુતિ કરાશે. ભકિત સંગીત દરમિયાન અમે મુખ્યમંત્રી રહેલા વિજયભાઈ રૂપાણી અને નિરંજનભાઈ શાહને પણ સન્માનીત કર્યા હતા. અમે આજદિન સુધી ફંડથી લઈ દરેક બાબતમાં સહયોગ મળેલ કોરોના દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરેલ નવકાર જાપનો રેકોર્ડ બનાવેલ કોરોના દરમિયાન ઓકસીજનના બાટલા હોમ કોરોનટાઈન સેન્ટર સહિેતની પ્રવૃત્તિઓ કરેલ.
કાર્યક્રમોની વિગતો
- 26/3/23 જૈન દર્શન-રાત્રે 9.15 કલાકે
- 3/4/23 ભકિત સંગીત 8.00 કલાકે
- 4/4/23 નાટય પ્રસ્તુતિ બપોરે 3 કલાકે
- 4/4/23 ઝવેરચંદ મેઘાણીના ગીતો રાત્રે 8.00 કલાકે