છેલ્લા એક મહિનાથી સ્થાનિકો રજૂઆતો કરીને થાકી ગયા છતા કોઈ પરિણામ ન મળ્યું: બાળકો તેમજ વાહનચાલકો સાથે અકસ્માત સર્જાઈ તેવી ભીતિ
મોરબીના ચંદ્રેશનગર મેઈન ચોકમાં છેલ્લા એક મહીનાથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું મૂકીને તંત્ર કોઈ અકસ્માત સર્જાઈ તેની રાહ જોઈ રહ્યું છે અનેક રજુઆતો છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હાલ આ ઢાંકણાને લીધે વાહન ચાલકો તેમજ રમતા બાળકો સાથે કોઈ અકસ્માત સર્જાઈ તેવી ભીતિ સેવાઇ રહી છે.
મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલા ચંદ્રેશનગર વિસ્તારના મેઈન ચોકમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણું તંત્ર દ્વારા ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું. અગાઉ તો સ્થાનિકોએ આ પ્રશ્નનો નિવેડો લાવવા પૂરતા પ્રયાસો કરી જોયા પરંતુ ઘણી મહેનત બાદ પણ ઢાંકણું બંધ ન બેસતા સ્થાનિકોએ તંત્રના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે સ્થાનિકોને ત્યાંથી હતાશા જ મળી છે. છેલ્લા એક મહિનાથી અવાર નવાર રજુઆત કરવામાં આવતી હોવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
તંત્રએ ચોક વચ્ચે ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું મૂકી દેતા અહીં રમતા નાના બાળકો તેમજ અહીંથી પસાર થતા વાહન ચાલકો સાથે અકસ્માત સર્જાઈ તેવી ભીતિ સેવાઇ રહી છે. આશ્ચર્યની વાત તો એ છેકે તંત્ર પોતાનુજ લાપરવાહી ભર્યું કામ સુધારવામાં રસ લેતું નથી. તંત્રની આ બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જે સૂચવે છે કે તંત્ર અહીં અકસ્માત સર્જાઈ તેની રાહ જોઈ રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com