બહુમુખી પ્રતિભા ધરાવતા અચ્યુત યાજ્ઞિકનું નિધન
ગુજરાતના જાણીતા બૌદ્ધિક અચ્યુત યાજ્ઞિકનું શુક્રવારે સવારે અમદાવાદમાં નિધન થયું. તેઓ અમદાવાદ સ્થિત એક સ્વૈચ્છિક સંસ્થા ‘સેતુ’ સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શનના સ્થાપક અને સચિવ હતા, જે 1980ના દાયકાની શરૂઆતથી સીમાંત જૂથો સાથે કામ કરી રહી છે.
એક જર્નાલીસ્ટ તરીકે અચ્યુત યાજ્ઞિકે 1970 થી 1980 સુધી અમદાવાદમાં પત્રકાર તરીકે કામ કર્યું હતું અને વર્કિંગ જર્નાલિસ્ટ યુનિયન અને પ્રેસ વર્કર્સ યુનિયનના સક્રિય સભ્ય હતા. તે પછી, તેમણે દિલ્હીમાં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝના લોકાયણ પ્રોજેક્ટના ગુજરાત સંયોજક તરીકે તેમજ ગુજરાત પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL)ના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી હતી.
ગુજરાતના સાહિત્યિક વરસમાં અચ્યુતનું પ્રદાન જોઈએ તો તેઓ એક પ્રખ્યાત વિચારક, લેખક, વિઝિટિંગ ફેકલ્ટી મેમ્બર, સામાજિક કાર્યકર, પત્રકાર, યુનિયનિસ્ટ અને વિવિધ પ્રકારની લોક ચળવળોમાં કાર્યકર્તા હતા. તેમણે ગુજરાતી અને અંગ્રેજીમાં ઘણા પુસ્તકો લખ્યા છે, જેમાં “ક્રિએટિંગ અ નેશનલિટી: રામજન્મભૂમિ મૂવમેન્ટ એન્ડ ફીયર ઓફ ધ સેલ્ફ” (1995)નો સમાવેશ થાય છે. તેઓ “ધ મેકિંગ ઓફ મોર્ડન ગુજરાત”ના સહ-લેખક પણ હતા છે.
1986 થી 1987 સુધી ટોક્યોમાં યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટીમાં અચ્યુત એક સલાહકાર અને ફેલો તરીકે પણ રહી ચુક્યા છે. એ ઉપરાંત તેમણે કોલંબિયા, શિકાગો અને બર્લિનની યુનિવર્સિટીઓમાં પ્રવચનો આપ્યા હતા.
પ્રતિષ્ઠિત ચિંતક અને લેખક-કાર્યકર, ગુજરાત યુનિવર્સિટીના પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનમાં ગેસ્ટ ફેકલ્ટી પણ હતા. તેઓ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના ગુજરાતી સંશોધન જર્નલ “અર્થત” ના સ્થાપક સંપાદક અને ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીના ગુજરાત સંવાદદાતા પણ હતા.