અંગ્રેજોએ હંફાવી દેનાર એક માત્ર બહારવટિયો જેને પકડવા અંગ્રેજોએ પણ કારણ શોધતા હતા.કોણ હતો આ બહારવટિયો.ચાલો જાણીએ બહારવટિયા વિષે…

કાદુ મકરાણીનો જન્મ ૧૮૫૦માં જુનાગઢના ગરીબ ઘરમાં થયો હતો, તેમણે મુંબઈમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યારબાદ તે ઘરે પાછા ફરી તેમણે વ્યવસાય શરૂ કર્યો હતો. તે ક્ષેત્રમાં રહેલા બહારવટીયા કાદુ મકરાણીના જુલમોને કારણે તેમને ઘણાં દર્દીઓની શસ્ત્રક્રિયા કરવી પડી હતી કેમકે કાદુ મકરાણી પ્રાયઃ તેના વિરોધીઓના કાન અને નાક કાપી દેતો હતો.

વાત છે ૧૯મી સદીની…એ સમયે બહારવટિયો કાદુ મકરાણી પોતાની માતૃભૂમિ બલોચિસ્તાન છોડી ગુજરાતના કાઠિયાવાડમાં આવ્યો હતો.રાજાઓએ બહારવટિયો પકડવા માટે કાદુ મકરાણી અને તેની ટોળીને રાખી હતી. કાદુ મકરાણી અને તેની ટોળી નવાબ માટે લડતા અને તેના બદલામાં જાગીરો મેળવતા હતા.

King on Throne Theme Image 2 Stock Vector - Illustration of clothes, chair: 143123958

કાદુ મકરાણી અને તેની ટોળીનો ખોફ અંગ્રેજોમાં ફેલાવા લાગ્યો.તેને નિ:શસ્ર કરી રોકવા માટે અંગ્રેજો કારણોની શોધમાં હતાં, તેવા સમયે સરકારના વસ્તી ગણતરી કરનાર સ્વયંસેવકોને પોતાના ઘરમાં ન પેસવા દેતા કાદુ મકરાણી વિરુદ્ધનું કારણ સરકારને મળી ગયું. રાજનૈતિક વાટાઘાટા સમયે તેમને શસ્ત્રો મુકવા અથવા તો લડી લેવાનો વિકલ્પ અપાયો. તેની ટોળીએ લડવાનો વિકલ્પ પસંદ કર્યો. જ્યારે અંગ્રેજી સેનાએ કાઠીયાવાડના બલોચ ગામડાઓ ઉપર હમલો કર્યો ત્યારે પોતાની નાનકડી સેના અને સ્થાનીય લોકોની સહાયતા વડે કાદુએ તેમનો બહાદુરી પૂર્વક સામનો કર્યો.

kadu makrani | Dharmik Topic

ત્યારબાદ ગેરિલા યુદ્ધનીતિ વાપરી કાદુએ અંગ્રેજોને અને તેમના પક્ષમાં રહેલા સ્થાનીય રાજવાડાને ઘણા હંફાવ્યા. તેમ છતાં પણ કાદુ હાથમાં ન આવતા તેને પકડનારને સરકારે તેના માથા સાટે રૂ.૧૦૦૦ અને ૨૦ સાંતી જમીનનો પુરસ્કાર જાહેર કર્યો હતો.

 

ઈ.સ. ૧૮૮૭માં અંગ્રેજોના વધતા દબાણને હળવું કરવા ગેરિલા યુદ્ધનીતિ પ્રમાણે તેના સાથીઓએ તેને પોતાને વતન મકરાણ જઈ આવવાની સલાહ આપી. તે પ્રમાણે કાદુની ટોળી કાઠીયાવાડથી અમદાવાદ, ત્યાંથી કરાંચી અને પછી ટ્રેન દ્વારા સિંધ પહોંચ્યા. સિંધના લ્યારી નગરમાં તેણે ઉંટસવારને તેના વતન મકરાણ જવા માટે ભાડે કર્યો. કાદુ મકરાણીની ઓળખ છતી થતાં, ઊંટ વાહકને તેને દગો દઈ ઈનામની રકમ લેવાની લાલચ થઈ. ઊંટ વાહકે તેને બગદાદી પોલીસ થાણા પાછળ મળવાની સલાહ આપી. તેમ છતાં પણ પોલીસ અને ઊંટવાહક કાદુને પકડી શક્યા નહીં.

કાદુ મકરાણીએ તે બંનેને કટાર વડે મારી નાખ્યા અને ત્યાંથી નાસી છૂટ્યો. જ્યારે તે બગદાદીની સાંકડી ગલીઓમાંથી ભાગતો હતો ત્યારે એક મજૂરે ઓળખ્યા વગર તેને રોકવા તેના માથે ભારે પથ્થર ફેંક્યો.કાદુ બેશુદ્ધ બન્યો અને તેને પકડી લેવામાં આવ્યો. તેના પર મુકદમો ચલાવી તેને ફાંસીની સજા ફરમાવવામાં આવી. તેને ૧૮૮૭માં કરાંચીના કેન્દ્રીય કારાગૃહ (જેલ)માં ફાંસી દેવામાં આવી. તેના મૃતદેહને વાજા દુરા ખાને મેળવ્યો અને તેને દફન વખતે લ્યારી નગરના મુલ્લા ગુલામે તેમને નવડાવ્યા. તેને મેવાહ શાહ કબ્રસ્તાન (લ્યારી)માં દફનાવવામાં આવ્યો હતો.

કાદુ મકરાણી – સોરઠી બહારવટીયા ભાગ 4, વાંચો ઝવેરચંદ મેઘાણીની અદ્દભુત રચના. | Dharmik Topic

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.