બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. સહકારી બેંકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. આ માટે કેબિનેટે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, મુદ્રા લોન હેઠળ આપવામાં આવતી શિશુ લોનના વ્યાજના દરમાં 2% છૂટ આપવામાં આવશે.
Union Cabinet has approved a scheme for interest subvention of 2% to Shishu loan category borrowers under Pradhan Mantri Mudra Yojana, outstanding as on 31st March 2020, for a period of 12 months to eligible borrowers: Union Minister Prakash Javadekar pic.twitter.com/OQ8YAqNgLi
— ANI (@ANI) June 24, 2020
કેન્દ્રીય મંત્રી જાવડેકરે કહ્યું કે, 1,482 ગ્રામીણ સહકારી બેંકો અને 58 સહકારી બેંકોને રિઝર્વ બેન્કના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. આનાથી 8.6 કરોડ ખાતાધારકોની ચિંતા દૂર થશે. સહકારી બેંકોમાં ગ્રાહકોની રૂ. 4.84 લાખ કરોડની થાપણ જમા છે.
The decision to bring 1,540 cooperative banks under RBI’s supervision will give an assurance to more than 8.6 crore depositors in these banks that their money amounting to Rs 4.84 lakh crore will stay safe: Union Minister Prakash Javadekar https://t.co/IAy0GN98el
— ANI (@ANI) June 24, 2020