ફટાકડા ફોડવાના પ્રશ્ર્ને ઝઘડો થતાં પાડોશી શખ્સોએ પથ્થર માર્યા’તા
અબતક, રાજકોટ
જેતપુરમાં કણકીયા પ્લોટમાં રહેતા વૃઘ્ધાને દીવાળીના દિવસે પાડોશી શખ્સો સાથે ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો જેમાં ચાર શખ્સોએ પથ્થર મારો કર્યો હતો તેમાં વૃઘ્ધા ઘવાયા હતા. જેમાં આજ વૃઘ્ધાનું શંકાસ્પદ મોત નિપજતાં પોલીસ વૃઘ્ધ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ જેતપુરમાં કણકીયા પ્લોટમાં રહેતા હમીદાબેન સલીમ હાસમ ચાવડા (ઉ.વ.60) ને દિવાળી સમયે પાડોશમાં રહેતા શખ્સો તેના ઘરમાં રાત્રીના સમયે ફટાકડા ફોડી અને ઘા કરી રહ્યા હતા.જે બાબતે હમીદાબેન અને તેના પુત્ર ફયાઝે તે બાબતે જે શખ્સોને ઠપકો આપતાં ચારેય શખ્સોએ તેમના પર પથ્થરોના ઘા કર્યા હતા. જેમાં બન્નેને ઇજા પહોંચી હતી અને તેમના વિરુઘ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. પરંતુ ગઇકાલના હમીદાબેનનું શંકાસ્પદ મોત નિપજતાં પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હમીદાબેનને પથ્થરના ઘા વાગતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેથી તેમના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી મોત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.