સાગર સંઘાણી
જામનગરના પ્રદર્શન મેદાન માંથી બે દિવસ પહેલા આઠ વ્યક્તિઓ નાં મોબાઇલ ફોન ની ચોરી થવા પામી હતી .જે કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરતા આજે ત્યાંથી જ ત્રણ મહિલાઓની અટકાયત કરી તેમની પાસે ૧૭ નંગ ચોરાઉ મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ત્રણેય આરોપી મહિલાઓની વધુ પૂછપરછ ચલાવવા માં આવી રહી છે.
શું બની હતી ઘટના ??
જામનગરના પ્રદર્શન મેદાનમાં દર શુક્રવારે ગુજરી બજાર ભરવામાં આવે છે .જ્યાંથી ગત શુક્રવારે એક વિદ્યાર્થીની સહિત આઠેક વ્યક્તિના મોબાઇલ ફોનની ચોરી થવા પામી હતી .આ અંગે પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. ગજ્જર અને પોલીસ સબ ઈન્સ. બી.એસ.વાળા ની સૂચનાથી પોલીસ સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસ સ્ટાફ નાં રવિ શર્મા ,વિજય કાનાણી અને ઋષિરાજ જાડેજા ને બાતમી મળી હતી કે ત્રણ મહિલાઓ પ્રદર્શન મેદાનમાં શંકાસ્પદ હાલતમાં બેઠી છે. આથી પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો અને ત્રણેય ના ફોટા પાડીને ઈ -ગુજકેટ એપ્લિકેશનમાં તપાસ કરતાં તેઓનો ગુનાહિત ઇતિહાસ જોવા મળ્યો હતો
પોલીસે પૂજાબેન રાજુભાઈ સોલંકી( ઉંમર વર્ષ ૨૦, મુળ ગોંડલ ,હાલ રાજકોટ,. ભાવુબેન જય સોલંકી (૨૬, મૂળ ગોંડલ હાલ રાજકોટ) તથા કમુબેન તુલસીભાઈ રાઠોડ (ઉ. વ.૭૦, રાજકોટ) ની અટકાયત કરી તેની પાસે ની થેલી ની તપાસ કરતાં રૂ. ૬૭ હજાર ની કિંમત નાં ૮ નંગ ચોરાઉ ફોન મળી આવ્યા હતા.જે મોબાઇલ ફોન જામનગર ની ગુજરી બજાર માંથી ચોરી કરવામા આવ્યા હતા.ઉપરાંત રૂ. ૪૯ હજાર ની કિંમત નાં અન્ય ૯ ફોન પણ મળી આવ્યા હતા.જે મોબાઇલ ફોન પોલીસે શક પડતી મિલકત તરીકે કબ્જે કર્યા છે.