- જયરાજભાઈ નાનો ભાઈ છે તમે કહો તો પગ પકડીને માફી માંગી લઉં : PT જાડેજા
- જયરાજસિંહ અને અનિરુધ્ધસિંહ નોતાને તે’દિ હું દબંગ જ હતો : PT જાડેજા
- PT જાડેજાની જૂની ઓડિયો ક્લિપ થઇ વાઇરલ
Rajkot News : ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં પડઘમ શાંત થયી ચૂંકયા છે, લોકોએ મિશ્રા પ્રતિશાદ સાથે મતદાન કર્યું છે ત્યારે રાજકોટની ભાજપની બેઠક પરથી પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેના એક નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાની હતી. જેના વિરોધમાં ક્ષત્રિય સમાજ આગળ આવ્યો હતો. નારી અસ્મિતા માટે ક્ષત્રિય મહિલાઓ પણ આગળ આવી રૂપલાની ટિકિટ રદ્દ કરવાની ઉગ્ર માંગ કરી હતી. અને જ્યારે ટિકિટ રદ્દ ના થતા વિરોધને આગળ વધાર્યો હતો અને અસ્મિતા આંદોલન પાર્ટ 2ને વેગ આપ્યો હતો જેમાં ઉમેદવારને ચૂંટણી હરાવાવની મુહિમ શરૂ કરી હતી. અને મતદાનના દિવસે ક્ષત્રિય સમાજના મહિલા અને પુરુષો બહોળી સંખ્યામાં મતદાન કરવા આવ્યા હતા.
ગુજરાતમાં જ્યારે ચૂંટણી પૂરી થયી છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન PT જાડેજા અને એક અજાણ્યા વ્યક્તિની જૂની ટેલિફોનિક વાતચીતની એક ઓડિયો ક્લિપ વાઇરલ થયી છે. જેમાં બંને વ્યક્તિ એકબીજા સાથેની વાતચીતમા PT જાડેજાનના ક્ષત્રિય આંદોલનમાં આપેલા ઉગ્ર ભાષણ વિષે વાત કરી રહ્યા છે.
ઓડિયો ક્લિપ સાંભળવા અહી ક્લિક કરો….
અબતક મીડિયા આ ઓડિયો ક્લિપની કોઈ પુષ્ટિ કરતું નથી