હાઇકોર્ટ દ્વારા પશુ પાલકો સામે ગુનો નોંધવાના આદેશ છતાં તંત્રની ગુનાહીત બેદરકારીએ વધુ એકનો ભોગ લીધો
સમગ્ર રાજયમાં રખડતા ઢોરના ત્રાસ અંગે હાઇકોર્ટ દ્વારા તંત્રની આકરી ઝાટકણી કાઢી હોવા છતાં રખડતા પશુને પકડવામાં તંત્ર દ્વારા ગુનાહીત બેદરકારી દાખવતા ગોંડલના વૃધ્ધને ખૂટીયાએ ઢીક મારતા ગંભીર રીતે ઘવાતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
હાઇકોટે દ્વારા પશુ પાલકો સામે ગુનો નોંધવાની તાકીદ કરી હોવા છતાં તંત્ર માલધારી સામે કડક કાર્યવાહી કરવામાં ગુનાહીત બેદરકારી દાખવી છે. ત્યારે રાજકોટના વૃધ્દને ગોંડલમાં ખૂટીયાએ ઢીક મારતા ગંભીર રીતે ઘવાતા તેમનું મોત નીપજયાનું પોલીસમાં નોંધાયું છે.વિગતો મુજબ ગોંડલમા ખુંટીયા ઠોકરે ચડી જતા રાજકોટના વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે કાર્યવાહી કરી છે.
વૃધ્ધ દરબાર ગઢ પાસે હતા તે દરમ્યાન બનાવ બનતા તેને વધુ સારવાર માટે અહીની ખાનગી હોસ્પીટલમા ખસેડાયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટમા યુનિવર્સિટી રોડ પર આવેલા જલારામ 3 મા રહેતા ગોપાલભાઈ મેઘજીભાઈ નારદેસણા (ઉ.92) ગત તા. 3 ના રોજ ગોંડલના દરબાર ગઢ પાસે હતા ત્યારે લુંટીયાએ ઠોકરે લેતા તેને વધુ સારવાર માટે અહીંની ખાનગી હોસ્પીટલમા સેડાયા હતા જેનુ આજે સારવાર દરમ્યાન મોત નિપજતા ગાંધીગ્રામ પોલીસ થકના પીએસ આઈ લુંવા સહીતે કાર્યવાહી કરી છે.