બન્ને પક્ષે મળી ત્રણ મહિલા સહિત 10 શખ્સો સામે નોંધાતો ગુનો
વાંકાનેરમાં બે સગા ભાઈઓ વચ્ચે જૂની અદાવતમાં બબાલ થતાં બે જૂથો આમને સામને આવી ગયા હતા. અને બંને જૂથો વચ્ચે અથડામણ થતાં બંને ભાઈઓના પત્નીઓએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.
કણકોટ-2 ખાતે રહેતા પાયલબેન વિજયભાઇ ડાભીને મધુબેન ધનજીભાઇ ઉર્ફે બાબુભાઇ ડાભી, વિજુબેન વિપુલભાઇ ડાભી, પ્રકાશભાઇ ધનજીભાઇ ઉર્ફે બાબુભાઇ ડાભી, ઘનજીભાઇ ઉર્ફે બાબુભાઇ ડાભી તથા વિપુલભાઇ ઘનજીભાઇ ઉર્ફે બાબુભાઇ ડાભીએ કહેલ હોય કે તારા માવતર વાળા તારા ઘરે નો આવવા જોય જે ફરીયાદી મહિલાના માવતર તેના ઘરે આવતા આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદોને જેમફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી લાકડી , કુહાડી, ઇંટ તથા સ્ટીલના તપેલા વતી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી.
વિજુબેનનાં પતિ વિપુલભાઈ સાથે આરોપીઓ રઘુભાઇ વેલજીભાઇ વાઘેલા, વિપુલભાઇ રઘુભાઇ વાઘેલા, ભરતભાઇ વાલજીભાઇ ગાંગડીયા, મુકેશભાઇ શામજીભાઇ શારદીયા તથા પાયલબેન વિજયભાઇ ડાભીને જુનુ મનદુખ હોય જેના સમાધાન માટે ફરીયાદી તથા સાહેદો કહેવા જતા આરોપીઓએ એક બીજાને મદદગારી કરી તેઓને ઢીકાપાટુનો માર મારી જેમફાવે તેમ ગાળો આપી લાકડી તથા પાણીની પાઇપ વતી મુંઢ ઇજા કરી હતી. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.