ખરેખર ગરબા રમવાની કોઈ ઉંમર નથી હોતી. અબતક સુરભી રાસોત્સવમાં નાના બાળકો, યુવાનો અને સાથે વૃદ્ધો પણ ગરબાના તાલે ઝુમતા જોવા મળ્યા હતા . અહીં ગરબા રમવા આવેલા ૫૭ વર્ષીય વૃદ્ધા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે
તે લોકોમાં હજુ પણ ગરબા રમવાનો જુસ્સો છે જેટલો નાની ઉંમરના લોકોમાં હોય છે. વધુમાં તેમણે કહ્યું કે ગરબા રમવાની કોઈ ઉંમર નથી હોતી .ગરબા તો બધાએ રમવા જ જોઈએ.
તે ૫૭ વર્ષની ઉંમરે પણ હજુ જુસ્સા અને જુનુન સાથે ગરબા રમે છે .ગરબા રમતા લોકોને તેમને એનર્જી આવે છે.
ખાસ કરીને અબતક સુરભીમાં આવી ગરબા રમવાની મજા આવે છે અને આયોજન અને મેનેમેન્ટ ખૂબ જ સારુ છે તેવું તેમણે જણાવ્યુ હતુ.