બેડી ગામ પાસે વાડીમાં ઢોર ચરાવાની ના પાડતા ભરવાડ શખ્સે લાકડીથી કર્યો હુમલો
શહેરના બે અલગ અલગ સ્થળોએ મારામારીના બનાવ નોંધાયા છે. જિલ્લા બેંક પાસે યુવાન પર તેના જ મિત્રોએ જૂની અદાવતનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો. જયારે બીજો બનાવ બેડીગામ પાસે પોતાની વાડીમાં ઢોર ચરાવાની ના પાડતા ભરવાડ શખ્સે વાડીનાં માલીકને મારમાર્યો હતો.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખડીયાપરા ૧ હાજીપીરની દરગાહ પાસે રહેતો સોએબ સલીમભાઈ શેખ ઉ.૨૬ ફૂટના વેપારીને તેના જ મિત્રો મોસીન જુણેજા, અકબર બાપુ અને સમીરે ફોન કરી જીલ્લા બેંક કસ્તુરબા રોડ પાસે ચકકાભાઈના ગેરેજે બોલાવી જૂની અદાવતનો ખાર રાખી લાકડાના ધોકા વડે મારમાર્યો હતો. સોએબને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યોહતો.
જયારે બીજો બનાવ બેડીગામમાં રહેતા અનેતેજ વિસ્તારમાં વાડી ધરાવતા અનીલભાઈ રમેશભાઈ દેવામા ઉ.૨૩ નામનો યુવાન પોતાની વાડીએ હતો ત્યારે બેડીગામનોજ લીંબાભાઈ ભરવાડ પોતાના ઢોર અનિલભાઈની વાડીમાં ચરાવતો હોય અને માલીક દ્વારા પોતાના ઢોર ન ચરાવાનું કહેતા ભરવાડ શખ્સે લાકડી વડે હુમલો કરરી મૂંઢમારમારી ઈજા પહોચાડી હતી અનિલભાઈને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બંને મારામારીના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.