- રૂપિયા 20 હજારની માંગ હતી લાંચ
- પોલીસે કરી આરોપીની ધરપકડ
- નામદાર કોર્ટ દ્વારા,આરોપીના 15 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા
મહીસાગર જિલ્લાના સંતરામપુરની બેંક ઓફ બરોડાના લોન વિભાગના ઓફિસર લાંચ લેતા ઝાદ્પયાનો મામલો સામે આવ્યો હતો જેમાં ઓફિસરે રૂપિયા 20 હજારની લાંચ માંગ હતી. ત્યારે બનાવ અંગે મળતી માહિતી અનુસાર, સંતરામપુર ખાતે આવેલ bank of barodaની મુખ્ય શાખામાં ફરજ બજાવતા લોન ઓફિસરે પેન્શનર પાસે લોન મંજૂર કરવા માટે રૂપિયા 20,000ની લાંચ માંગી હતી, આવા અનેક કિસ્સાઓમાં આ આરોપી ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો હતો. જેનાથી સંતરામપુર બરોડા બેંકના ખાતેદારો ભારે પરેશાન થઈ ચૂક્યા હતા જેને લઈને આ છટકુ ગોઠવવામાં આવતા, આ છટકામા આરોપી મહેન્દ્ર જાટવ આબાદ ઝડપાઈ ગયો હતો.ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર bank of barodaનો લોન ઓફિસર મહેન્દ્ર જાટવને કોર્ટમાં રજૂ કરાયા બાદ નામદાર કોર્ટ દ્વારા,આરોપીના 15 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.