ઉપલેટામાં પંકજસિંહ જાડેજાના સ્મરણાર્થે યોજાયેલા સર્વરોગ
નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લીધો લાભ
ઉપલેટા પંથક જેમને કાયમી યાદ કરે છે તેવા પાનેલી ગામના પનોતા પુત્ર અને ડે. કલેકટર પંકજસિંંહ જાડેજાના સ્મરણાર્થે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
શહેરના તમામ સમાજ અને સંસ્થાઓમાં જેમનું આગવું મહત્વ અને કામ કરવાની પધ્ધતી હતી તેવા ડે. કલેકટર પંકજ સિંહ જાડેજાના સ્મરણાર્થે માનવ સેવા ટ્રસ્ટ અને કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકાના સંયુકત ઉપક્રમે યોજાયેલ કેમ્પને પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રાના હસ્તે દિપ પ્રાગટય કરી ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે છગનભાઈ સોજીત્રાએ જણાવેલકે પંકજસિંહ જેવા અધિકારી આજે મળવા ખુબ મુશ્કેલ છે. તેની સેવા આ વિસ્તારની જનતાને કાયમી યાદ રહેશે પંકજસિંંહની ખોટ આ પંથકને કયારેય બુરાવાની નથી.
આ કેમ્પમાં આંખના મોતીયાના દર્દીઓને વિના મૂલ્ય ઓપરેશન રાજકોટ સ્થિત રણછોડદાસ સેવા આશ્રમ દ્વારા કરી આપવામાં આવશે તેમજ જુદા જુદા રોગના દર્દીઓએ ભાગ લીધા હતો આ કેમ્પમાં ભોજનના દાન ક્ષત્રિય સમાજના પ્રમુખ હરપાલસિંહ રણુભા જાડેજાએ સેવા આપી હતી.
આ કેમ્પમાં જાડેજા પરિવારના અશોકસિંહ જાડેજા, રણુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ જાડેજા, આઈ.ડી.જાડેજા ઉપસ્થિત રહી આસેવાકીય કાર્યને બિરદાવેલ હતુ.
માનવ સેવા ટ્રસટના પ્રેરણાસ્ત્રોત કે.ડી. સીણીજીયા, અર્જુન બાલરીયા, સી.વી. મવીયા કિરીટભાઈ અઘેરા, ભરતભાઈ રાણપરીયા, ભગવાનદાસ નિરંજન બાપુ, રમેશભાઈ દવે સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આ કેમ્પનેસફળ બનાવવા માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ, દિનેશભાઈ કણસાગરા, નિલુભાઈ ગાંધીયા, ભારતીબેન બાબરીયા, અસ્મીતાબેન મુરાણી, સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં ડો. પિનાકીન ઉપાધ્યાય, ડો. ચાંદનીબેન ઉપાધ્યાય, ડો. ફોરમ પરમાર, હિરાલાલ સહિતના ડોકટરોએ પોતાની ફ્રીસેવા આપી હતી.