પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા શિક્ષણ જગતમાં ખળભળાટ
કેશોદ શહેરમાં આવેલા ચાણક્ય એજ્યુકેશન ટ્રસ્ટ નાં મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણચંદ્ર સવજીભાઈ ગજેરા દ્વારા જુદી-જુદી ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ ન્યુ એરા પ્રોફેસર સાયન્સ સ્કૂલ અને ન્યુ એરા પ્રોફેસર કોર્મસ સ્કૂલ અને ન્યુ એરા પ્રોફેસર એકેડેમી હાઈસ્કુલ ની મંજુરી મેળવવામાં રજું કરવાનાં થતાં આધાર પુરાવા માં કેશોદ નગરપાલિકા નું ફાયર સેફ્ટી અંગેનું ના વાંધા પ્રમાણપત્ર ચીફ ઓફિસર નાં હોદાના બોગસ રબ્બર સ્ટેમ્પ બનાવી બોગસ સહીઓ કરી રજુ કરતાં જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખરાઈ ચકાસણી કરવા કેશોદ નગરપાલિકા માં મોકલતાં ભાંડો ફૂટ્યો હતો ત્યારે કેશોદ નગરપાલિકા નાં મ્યુનિસિપલ એન્જિનિયર વિપુલભાઈ ચૌહાણ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી ગુનો નોંધવા માંગ કરી હતી. કેશોદ પોલીસ દ્વારા ફરિયાદીના સાહેદો ને તપાસી કેશોદ પોલીસ સ્ટેશન નાં ઇન્ચાર્જ પીઆઇ ચૌહાણ દ્વારા આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કેશોદ પોલીસ દ્વારા શૈક્ષણિક સંસ્થા નાં સંચાલક પ્રવિણચંદ્ર સવજીભાઈ ગજેરા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે ફાયર સેફ્ટી અંગેનું ના વાંધા પ્રમાણપત્ર બનાવવા માટે સાથ સહકાર આપનારાં અન્ય શખ્સોના નામ જાહેર કરવામાં આવશે કે કેમ એ ચર્ચા નો વિષય બન્યો છે.