બિઝનેસના નામ, લોગો, ડિઝાઇન અને પેટન્ટને કાયદાના રક્ષણથી વેપારીઓની મોટી સલામતી

ગુજરાતની ઓળખ વેપારીઓથી થાય છે. વિશ્વભરનાં માર્કેટમાં ગુજરાતી વેપારીઓનો દબદબો છે. ત્યારે વેપાર બુધ્ધિમાં ચપળતા વેપારીઓ પોતાની કંપની માટે કેટલાક પ્રકારનાં દસ્તાવેજો, અને ટ્રેડ માર્ક, કોપીરાઈટ જેવા સૂરક્ષા કવચો ખરીદતા હોય છે. જેવી રીતે માણસ વિમો અને મેડિકલ ઈન્શ્યુરન્સ કરાવે તેવી જ તે વેપાર કે પેઢીની સુરક્ષા માટે આઈએસએ અને ટ્રેડ માર્ક ખૂબજ જરૂરી બને છે.

ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ એટલે કે બૌધ્ધીકસપંદા જે તમામ કમર્શીયલ એન્ટરપ્રાઈઝ માટે જરૂરી છે. ટ્રેડ માર્ક પેટન્ટ, કોપીરાઈટ, ડીઝાઈન, એટલે ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીસ કહેવામાં આવે છે. જે કોમર્શિયલ એન્ટરપ્રાઈઝ પોતાની ગૂડવીલ વર્ષોની મહેનતથી બનાવવાનાં હોય એમણે આ ગૂડવીલના પ્રોટેકશન કાયદા દ્વારા મળે છે.

અને ત્યારે ટ્રેડમાર્ક ને અનુલક્ષીને કહીએ તો નામ બ્રાન્ડનું નામ લોગોની સુરક્ષા કરતો એકમાત્ર કાયદો એટલે કે ટ્રેડમાર્ક સેકશન ૧૧-૧૯૯૯ બિઝનેસની ગુડવીલનો કોઈ અન્ય પેઢી કે કંપની ઉપયોગ ન કરે બનાવટ કે છેતરપીંડી ન કરે, ભારતીય બંધારણ તેને રક્ષણ આપે છે, ભારત આઝાદ થયો ત્યારથીજ કોપીરાઈટનો નિયમ બનાવાયો હતો.

ભારતની આઝાદી બાદ મર્ચન્ટાઈન માર્ક ૧૯૫૮ બનાવવામાં આવ્યો જેને કારણે સુ વ્યવસ્થિત પણે કાયદાનું રક્ષણ, ઉદ્યોગગૃહોને, વેપારીઓને, વિચારી કાયદો ઘડાયો, ત્યારબાદ ૧૯૯૯માં નવો ટ્રેડમાર્ક બનાવવામાં આવ્યો હતો.સૌરાષ્ટ્રમાં વર્ષો જૂના તથા બૌધ્ધીક સંપ્રદાનમાં બહોળુ જ્ઞાન ધરાવતા, ભારતભનાં ટોપ ૧૦ બૌધ્ધીકસંપદાના એડવોકેટમાં આવનાર યશવંતભાઈ જમનાદાસ જસાણી ‘અબતક’ સાથેની વાતચીતમાં વિશેષ વિગતો આપી હતી.

કંપનીના નામનો કોઈ ગેરઉપયોગ કરે માટે ટ્રેડ માર્ક જરૂરી: સાજીદ કુકડvlcsnap 2019 03 19 10h26m43s438

ટ્રેડમાર્ક, કોપીરાઈટ એક આંખે ન જોઈ શકાય તેવી મૂળી છે. પરંતુ તે વધુ કિંમતી છે. આજે કોઈપણ મોટી કંપનીને જોવામાં આવે તો તેના માટે સૌથી મહત્વનું તેનું નામ હોય છે. જેનો ઉપયોગ કદી કોઈ પણ ગેરફાયદો ન ઉઠાવે તે માટે ટ્રેડમાર્ક પેટન્ટ, કોપીરાઈટ ડિઝાઈનીંગ આ તમામ પ્રક્રિયાઓ ખૂબજ જરૂરી બને છે. વર્તમાન સમયમાં લોકો વેપારવૃધ્ધિ માટે તો વિચારે છે. પરંતુ સૌ પ્રથમ તો કંપનીને સૂચિત કરવી ખૂબજ જરૂરી છે. જેના માટે વિવિધ પ્રક્રિયાઓની ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ જેથી કોઈપણ તમારી કંપનીના નામે છેતરપીંડી ન કરી શકે અને જો કરે તો તેની સામે કાનૂનીક કાર્યવાહી કરી શકાય.

કંપની માટે પેટેન્ટ અને કોપીરાઈટ ધરેણા સમાન: યશવંત જસાણી

vlcsnap 2019 03 19 10h26m48s619

યશવતભાઈ જમનાદાસ જસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ૨૦૦૩માં જયારે કાયદાનું અમલીકરણ થયું ત્યારથી ફકત ધંધાર્થીના નામ, લોગો, ડીઝાઈનને જ નહી પરંતુ સેવાઓને પણ પ્રોટેકશન મળવાનું શરૂ થયું. પેટન્ટની જાણકારી આપતા કહ્યું, પેટન્ટ એટલે કોઈપણ મશીનરી, પ્રોસેસ અથવા આર્ટીકલનું નવુ નિર્માણ કર્યું હોય તો તે નવા ઈન્વેનશનને સુરક્ષા મળે એ માટે કાયદો બનાવવામાં આવ્યો છે. ડિઝાઈન માટે પણ એજ પ્રમાણે કાયદો છે, કે પેટન્ટ, ડીઝાઈન, ક્ધફયુમેરીગેશન, દેખાવ, એણે પણ પ્રોટેકશન મળી શકે, કાયદાકીય દ્રષ્ટીથી વંચિત ઘણી વાર ટ્રેડમાર્ક, પેટન્ટ ડીઝાઈન, કોપીરાઈટના, જ્ઞાન પૂરતુ ન હોવાથી ઘણીવાર રજીસ્ટ્રેશન કરવા માટે લોકો ગેરમાર્ગે દોડતા હોય છે જેને કારણે પાછળથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જે ન થાય તે માટે સારા કનસલ્ટન્ટની મુલાકાત અવશ્ય કરવી.

આઈએસઓ ગુણવત્તાના પરિણામો આધારીત અપાય છે: કલ્પેશ કૂલરvlcsnap 2019 03 19 10h26m53s506

કલ્પેશ કુલરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આઈએસઓ એટલે કે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાંડર્ડઈઝેશન વૈશ્ર્વિક ધોરણે કાર્યરત છે. જેનુ કાર્ય વિવિધ મેનેજમેન્ટ સીસ્ટમ માટે સ્ટાંડર્ડ બનાવે છે, જો આઈએસઓ: ૯૦૦૧ની વાત કરીએ તો એ કવોલીટી માટેનું સ્ટાંડર્ડ છે જે દરેક લોકો માટે કાર્યરત છે. નાની દુકાનથી લઈ, તે કોર્પોરેટ ઈન્ડસ્ટ્રી માટે એપ્લીકેબલ છે.

તમામ લોકો માટે ૯૦૦૧ કાર્યરત છ, જેના લાભ પાયાના છે. જેમકે ઉત્પાદકતા કેવી રીતે વધારવી, રીજેકશન કઈ રીતે ઘટાડવું ઉત્પાદન ક્ષમતા કઈ રીતે વધારવી, તમારી મેનેજમેન્ટ સીસ્ટમને કઈ રીતે કરવી એના માટે જે સ્ટાંડર્ડનો ઉપયોગ થાય તે છે. આઈએસઓ ૯૦૦૧-૨૦૧૫ ૨૫ વર્ષથી વધુ સમયથી આ સ્ટાંડર્ડ વૈશ્વિક ધોરણે માન્ય છે. આઈએસઓ એક મીડીયેટર છે, તમે કાર્ય કરો છે જે રીતે, અથવા બીજા જે રીતે કાર્ય કરે છે તે કઈ રીતે જાણી શકાય છે. બરાબર છે કે નહી તે માટે આઈએસઓ કાર્યરત છે.

ટ્રેડમાર્ક મેળવવાની પ્રક્રિયા

કોઈ કંપની કે પ્રોડકટનાનામ, લોગો, ડીઝાઈન, અથવા સેવા માટે ટ્રેડ માર્ક મેળવવું હોય તો ઓથોરાઈઝડ કનસલ્ટન્ટ અથવા એડવોકેટ પાસે જઈ શકાય છે. રજિસ્ટ્રર થતા અંદાજીત ૬ મહિનાથી લઈ ૧.૫ વર્ષ લાગે છે, પરંતુ રજિસ્ટ્રેશનની તારીખથી જ જે તે ટ્રેડ માર્ક પ્રોડકટ કંપનીના નામ પર તેના લોગો ટી.એમ. સાથે લખી શકાય છે. જેનો મતલબ થાય કે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં છે. જયારે રજિસ્ટર્ડથઈ જાય છ, તો ટી.એમ.ની જગ્યાએ (આર) એમ લોગો લખી શકાય, જેની વેલીડીટી ૧૦ વર્ષની હોય છે. દસ વર્ષ પછી રીન્યુ કરવાનું ફરજીયાત બને છે. આજ પ્રકારે કોપીરાઈટ મેળવવાની પણ સરખી જ પ્રક્રિયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.