આ આધુનિક યુગમાં એકવાર વિચારો તમે વીજળી,મોબાઇલ,લેપટોપ અને ઇન્ટરનેટ વગર એક દિવસ રહી શકો? જ્યારે ભારતમાં એક એવો ટાપુ છે જ્યાં જે માણસ જાય છે તે પાછો નથી આવતો,ત્યાંના માણસો આજે પણ અર્ધ પ્રાણીની જેમ રહે છે હજી સુધી ત્યાં વિજ્ઞાન પણ અસફળ છે. આજે એજ ટાપુ પર વાત કરિયા.

આ ટાપુ વિષે જાણીને તમને  આશ્ચર્ય થશે કે દુનિયામા એક એવી જગ્યા છે જ્યા આજે ન તો ટેકનોલોજી પહોંચી છે અને ન તો આધુનિકતાની કોઈ નિશાની છે. તે પણ આઘાતજનક છે કે અહીંના લોકોને આ બધી બાબતો વિશે પણ ખબર હોતી નથી અને તેઓ પોતાની અલગ દુનિયામા ખૂબ ખુશ છે.

maxresdefault 9

સ્થાન એક ટાપુ છે અને આ ટાપુ ભારતમા અસ્તિત્વમા છે. હા ભારતના આંદામાનમા એક ટાપુ છે જ્યા વિશ્વની સૌથી ભયાનક અને દુર્લભ જનજાતિઓ રહે છે. આ આદિવાસીઓ તે જ છે જેમ તમે ઇતિહાસના પુસ્તકોમા વાંચ્યુ છે. તે ન તો કપડા પહેરે છે કે ન તો પોતાની જીવનશૈલીમા તે કંઈપણ શામેલ કરે છે જે સામાન્ય માણસના જીવનમા હોય છે. આ જ કારણ છે કે આ લોકો સામાન્ય માનવોને ધિક્કારતા હોય છે અને જો કોઈ સામાન્ય માણસ છેતરપિંડીથી તેમની વચ્ચે ફસાઈ જાય છે તો તેઓ તેને જીવતા પાછા આવવા દેતા નથી.

હિંદ મહાસાગર પર સ્થપાયેલા આ ટાપુનુ નામ “સેંટીનલ આઇલેન્ડ” છે અને સેંટિનેલિસ આદિજાતિ વસે છે. અહીંના લોકોને આધુનિક માનવ સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથી.  આ ટાપુ પર પહોંચવાનો કર્યો છે,આવુ ઘણી વખત બન્યુ છે પરંતુ જ્યારે પણ કોઈએ અહી પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની હત્યા કરવામા આવી છે.

027cd6a4e7d0e022a8bc150bd72842e9

એક અહેવાલ મુજબ બ્રિટિશ યુગ દરમિયાન અંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સના પાટનગર બ્લેર પરની જેલમા ઘણા કેદીઓને કાળા પાણીથી સજા કરવામા આવી હતી. એકવાર એક કેદી કઈ પણ કરીને આ કેદમાંથી છટકીને આકસ્મિક રીતે આ ટાપુ પર પહોંચ્યો હતો. આ ટાપુ પર પહોંચ્યા પછી અહીંના લોકો તેને મારી નાખે છે.

આ જ વસ્તુ ૧૯૮૧ મા બની હતી. જ્યારે એક રખડતી નૌકા ટાપુ પર પહોંચી ત્યારે ટાપુ પર હાજર કેટલાક લોકોએ તીર અને ભાલા લઈને તેમને મારવા માંડ્યા. પરંતુ તે કઈ પણ કરીને તેમાંથી છટકી ગયો હતો. આ ઘટના પછી ઘણા લોકોએ ત્યા જવાની કોશિશ કરી પરંતુ લોકો ત્યા પહોંચી શક્યા નહી અથવા ત્યાંથી જીવંત પાછા ન આવ્યા.

amazon tribe

વર્ષ ૨૦૦૪ મા ભારતમા સુનામી ત્રાટકી ત્યારે સરકારે આ ટાપુના લોકોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો આ માટે સૈન્યનુ હેલિકોપ્ટર આ ટાપુ પર મોકલવામા આવ્યુ. જેવુ હેલિકોપ્ટર ટાપુ નજીક પહોંચ્યુ ત્યારે આ લોકોએ તેના પર હુમલો કર્યો. આ સમય દરમિયાન બે માછીમારો પાણીના માર્ગ દ્વારા અહી પહોંચ્યા હતા.તે લોકોએ તેમને પણ છોડ્યા નહી. આ ટાપુના કેટલાક હવાઈ માર્ગે ફોટોગ્રાફ્સ લેવામા આવ્યા છે. જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે અહીંના લોકો હજી પણ ફક્ત પ્રાણીઓના શિકાર પર જ નિર્ભર છે. એટલું જ નહી આ લોકો કંઈપણ પહેરતા નથી. એક અહેવાલ મુજબ આદિવાસીઓની આ આદિજાતિ સૌથી પ્રાચીન છે અને તેઓ ૬૦ હજાર વર્ષથી આ ટાપુ પર રહે છે. તેમના માટે બહારની દુનિયા બીજા પ્લેનેટ જેવી છે. આજે પણ જ્યારે વિમાન અથવા હેલિકોપ્ટર ટાપુ પરથી પસાર થાય છે ત્યારે આ લોકો તીરથી તેના ઉપર હુમલો કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.