આગામી મંગળવારથી શ્રાધ્ધપક્ષનો પ્રારંભ :
શ્રાધ્ધ નિમિતે ભોજનમાં દુધમિક્ષીત વાનગીઓ જેમ કે દુધપાક, ખીર, રબડી સહિત લાડવાનું મહત્વ
શ્રાધ્ધની પરંપરા અતિ પ્રાચિન છે, ભગવાન રામે પણ પોતાના પિતા દશરથનું શ્રાધ્ધ કર્યું હતુ
જે કર્મ પિતૃઓ માટે ખૂબ શ્રધ્ધાથી કરવામાં આવે તેને શ્રાધ્ધ કહેવાય છે. શ્રાધ્ધ ભાદરવા સુદ પુનમથી શરૂ થ, ભાદરવા વદ અમાસે પૂર્ણ થાય છે. આ વર્ષે મંગળવારથી શ્રાધ્ધપક્ષનો પ્રારંભ થઈ રહ્યો છે.શ્રાધ્ધ સોળ દિવસના હોય છે. પિતૃ ઋણમાંથી મૂકિત મેળવવા શ્રાધ્ધ નાખવામા આવે છે.જયારે પિતૃઓને તૃપ્ત કરવાની ક્રિયા અને દેવતાઓ, ઋષિઓને તલમિશ્રિત જળ અર્પિત કરવામાં આવતી ક્રિયાને પિતૃ તર્પણ કહેવાય છે.
ભાદરવો મહિનો પિતૃ મહિનો ગણાય છે.શ્રાધ્ધના દિવસોમાં મોટાભાગે આપણાપિતૃઓનું શ્રાધ્ધ હોય ત્યારે તેમને ભાવતું ભોજન અને તેની સાથે દુધપાક, પુરી બનાવવામાંઆવે છે. જેમાં ભોજન બનાવીને સૌ પ્રથમ પિતૃઓને અર્પણ કરાય છે. આપણા વડિલો જે તિથિમાં અવસાન પામ્યા હોય તે તિથિએ તેમનું શ્રાધ્ધ નાખવામાં આવે છે.
16 શ્રાધ્ધમાંથી એક શ્રાધ્ધ બાળાભોળાનું હોય છે. એટલે બારસ તિથિનું શ્રાધ્ધ બાળકો માટે કરવામા આવે છે. એવી જરીતે એક શ્રાધ્ધ સર્વપિતૃ અમાસનું હોય છે.શ્રાધ્ધ કરવાની પરંપરા આજકાલની નથી રામચરિત માનસમાં પણઉલ્લેખ છે કે ભગવાને રામે પણ પોતાના પિતાજી દશરથ રાજાનું શ્રાધ્ધ કર્યું હતુ. ઘરોની છત, છાપરૂ કે નળિયા પર ખીર પુરી સહિત ભોજનનો અમૂક ભાગ જોવા મળે છે. જેને કાગવાસ કહે છે.
કાગવાસમાં ખીરનું મહત્વ
કાગવાસમાં ખીર ધરાવવી અત્યંત મહત્વની છે. કેમકે ઉકળતા દુધમાં ચોખા ભળતા એક સોડમ ઉત્પન્ન થાય છે જે સુગંધ વાયુ સ્વરૂપે ફરતા પિતૃઓને મળતા પિતૃઓને તૃપ્તિ મળે છે. આ મહિનામાં હેલ્થ માટે પણ ખીર સારી છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. ભાદરવા મહિનામાં કફ અને પિતના રોગો વધુ પ્રમાણમાં થાય છે. ખીર તેને શાંત પાડવાનું કામ કરે છે. આ ઉપરાંત કાગડાઓ ભાદરવા માસમાં ઈંડા મૂકે છે. ત્યારે તેના બચ્ચાઓને પોષણરૂપ ખીર મળી રહેતા કાગવાસ નાખવામાં આવે છે.
સંવત 2077ના શ્રાધ્ધ પક્ષની વિગત
- એકમતિથિનું શ્રાધ્ધ તા.21.9 મંગળવારે
- બીજ તિથિનું શ્રધ્ધ તા.22 બુધવારે
- ત્રીજ તિથિનું શ્રાધ્ધ તા.23 ગુરૂવારે
- ચોથ તિથિનું શ્રાધ્ધ તા.24 શુક્રવારે
- પાંચમ તિથિનું શ્રાધ્ધ તા.25 શનિવારે
- છઠ્ઠતિથિનું શ્રાધ્ધ તા.26 રવિવારે
- સોમવારે તા.27ના દિવસે શ્રાધ્ધ નથી
- સાતમતિથિનું શ્રધ્ધ તા.28 મંગળવારે
- આઠમ તિથિનું શ્રાધ્ધ તા.29 બુધવારે
- નોમતિથિનું શ્રાધ્ધ તા.30 ગુરૂવારે સાથે સૌભાગ્યવતી તથા ડોસીમાનું શ્રાધ્ધ
- દશમતિથિનું શ્રાધ્ધ તા.1.10 શુક્રવારે
- અગીયારસતિથિનું શ્રાધ્ધ તા.2 શનિવારે
- બારશ તિથિનું શ્રાધ્ધ તા.3 રવિવારે સાથે સંન્યાસીઓનું શ્રાધ્ધ
- તેરશતિથિનું શ્રાધ્ધ તા.4 સોમવારે
- ચૌદશતિથિનું શ્રાધ્ધ તા.5 મંગળવારે સાથે અકસ્માતથી મૃત્યુ પામેલનું શ્રાધ્ધ
- પુનમ તથા અમાસતિથિનું શ્રાધ્ધ તા.6 (બુધવારે સર્વપિતૃ શ્રાધ્ધ)
- પૂનમનું શ્રાધ્ધ ઘણા લોકો રીવાજ પ્રમાણે પૂનમના દિવસે કરતા હોય છે.
- પંચાગપ્રમાણે અમાસના દિવસે થાય.
શાસ્ત્રી: રાજદીપ જોષી