રૂપાવટીના શામળાબાપા આશ્રમમાં સંત મોહનદાસ બાપા દ્વારા સરોજીની નાયડુ સ્કુલ આયોજીત કાર્યક્રમમાં બે હજાર જેટલી વિદ્યાર્થીનીઓને ચાંદી-સોનાની વસ્તુ, રોકડ રકમની ભેટ અને ચોકલેટનું વિતરણ

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સરોજીની નાયડુ શાળામાં બાલિકા વંદન-ક્ધયા પૂજન મહિલા સશક્તિકરણનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાવનગર જીલ્લાના રૂપાવટી ગામ સ્થિત  શામળાબાપા આશ્રમના સંત  મોહનદાસ બાપા દ્વારા બે હજાર જેટલી બાળાઓને ભેટ પ્રસાદ રૂપે ચાંદીની પાયલ, સોનાની ચુક, ચાંદીનું પેંડલ, સો રૂપિયા રોકડ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંત  મોહનદાસ બાપાએ તેમના વરદ હસ્તે બાળાઓને ભેટ પ્રસાદનું વિતરણ કરીને જીવનમાં સર્વાગી વિકાસ ના આશીર્વાદ આપ્યા હતા. સંત  મોહનદાસ બાપા ભકતો  સેવકસમાજ ના સહયોગથી મહિલાઓના શૈક્ષણિક વિકાસ અને આરોગ્ય વિકાસ સેવાઓમાં યથા યોગ્ય આશીર્વાદ ભેટ  આપી રહ્યાં છે. કુદરતી આપત્તિ અને લોકોના દુ:ખ-તકલીફ ના પ્રસંગોએ તેમનો આશ્રમ હંમેશા લોકોની પડખે ઉભો રહયો છે. સંત  મોહનદાસ બાપાએ રાજુભાઇ ધ્રુવ,નરેન્દ્રસિંહ ઠાકુર અને અન્ય અગ્રણીઓ સાથે આ શાળાના સંકુલમાં દિવ્યાંગ બાળકોના શૈક્ષણિક વિકાસ માટે ચાલતી વિશિષ્ટ શાળાની મુલાકાત પણ લીધી હતી.

આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ અને ભાજપા પ્રવકતા  રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે, પૂજય સંત  મોહનદાસ બાપાએ વર્ષોથી બાલિકા વંદન-ક્ધયા પૂજન અને મહિલાઓનાં સશકિતકરણ અને વિકાસ દ્વારા ભારતમાતા ના  પૂજન નો  અભિગમ અપનાવ્યો છે. મહિલાઓનો સર્વાંગી ક્ષેત્રે વિકાસ થાય અને તેઓ તેમની ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધડીને  પરિવાર સમાજ અને દેશને વિકાસના ઉન્નત શિખરે લઇ જવા યોગદાન આપે તે માટે તેઓ પ્રવૃત્તિશીલ છે. આપણાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાાઇ રૂપાણી રાજયના વિકાસ માટે અથાગ પ્રયત્નો કરી રહયા છે અને લોકલાડીલા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે અથાગ પુરૂષાર્થ કરી રહયા છે, ત્યારે  મોહનદાસ બાપા જેવા આપણાં સંતો- મહંતો પણ દેશ સમાજના વિકાસમાં તેમનો અનન્ય ફાળો આપી રહયા છે. સંત  મોહનદાસ બાપાનો હંમેશા એક અભિગમ રહયો છે કે, બહેનો ખડતલ, ખમીરવંતી બને, સ્વાવલંબી, અને દેશના વિકાસમાં અગ્રેસર ભૂમિકા નિભાવે.

આ તકે શિક્ષણશાસ્ત્રી  કૃષ્ણકાંતભાઇ ધોળકીયાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે  સરોજીની નાયડુ શાળા, ધોળકીયા સ્કુલ,  અને  મહારાણી  લક્ષમીબાઇ શાળાની બહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ શહેરની બાર જેટલી શાળાઓની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીનીઓ માટે સમૂહ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે રૂપાવટી આશ્રમના મુંબઇ, ભાવનગર, રાજકોટ સહિતના સ્થળોથી ભકતો ઉપસ્થિત રહયા હતા.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન  નરેન્દ્રસિંહ ઠાકુર,  ધર્મેશભાઇ મીનાવાલા,  રત્નેશભાઇ,  અશોકભાઇ ગાંધી,  ભરતભાઇ મુંજીયાસરા,  પ્રકાશભાઇ મીઠાણી,  ઇશ્વરભાઇ ડોડીયા વગેરે ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન  ભાવેશભાઇ માધાણીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સર્વ  જગદીશભાઇ રધાણી, કીરીટભાઇ ગોરસીયા,  જીજ્ઞેશભાઇ લોટીયા, નીકુંજભાઇ લોટીયા, પંકજભાઇ શેઠ, સંજયભાઈ લોટિયા, રમેશભાઇ કારાવડીયા, પ્રદિપભાઇ ધાબલીયા, મહેન્દ્રભાઇ મહેતા, કેતનભાઇ કાચલીયા, રશ્મિનભાઇ ધાટલીયા, રાકેશ તલાટી, કેયુર માંકર, અલ્પેશ ધ્રુવ, કમલેશભાઇ શાહ, ડો. જીજ્ઞેશ તલાટી, શાળાના આચાર્ય  સોનલબેન ફળદુ, શિક્ષીકાઓ, ભકતો, કાર્યકરો, રાજકોટ સમાજ અને શામળાબાપા આશ્રમ રૂપાવટી સેવકસમાજ વગેરેએ જહેમત ઉઠાવી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.