હાઈટેક પરિચય સંમેલનના આયોજન સાથે ડિરેકટરીનું વિમોચન પણ થશે: તૈયારીનો ધમધમાટ: ‘અબતક’ને અપાઈ વિગતો
રાજકોટ ખાતે આગામી ડિસેમ્બર માસમાં સમગ્ર બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલનનું હાઈટેક આયોજન કરવામાં આવ્યું છે. ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણ સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓને પસંદગીનું વિશાળ ફલક મળી શકે તે માટે સતત આઠ વર્ષથી યોજાતા પરિચય સંમેલનોની સફળતા બાદ હવે નવમાં પરિચય સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
શેઠ હાઈસ્કુલ ખાતે ૩૦મી ડિસેમ્બર રવિવારે યોજાનાર હાઈટેક બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલન અંગે માહિતી આપતા પ્રમુખ મધુકરભાઈ એસ.ખીરા, ક્ધવીનર કિરીટભાઈ ડી.ત્રિવેદી, પ્રવિણભાઈ જોષી, જનાર્દનભાઈ આચાર્ય, જે.પી.ત્રિવેદીએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, ઓમ માનવ કલ્યાણ ટ્રસ્ટ છેલ્લા આઠ વર્ષથી માતા-પિતાની તેના સંતાનો માટે પાત્ર પસંદગીની ચિંતા દૂર કરવા પ્રતિ વર્ષ પસંદગી સંમેલન યોજે છે. નહીં નફો કે નહીં નુકશાનના સૂત્ર સાથે યોજાતા આ કાર્યક્રમને સમાજની ભારે સરાહના પ્રાપ્ત કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સંમેલનમાં કોઈ સ્ટેજ શો ન હોય યુવક-યુવતીઓને સંકોચ થતો નથી. હાઈટેક કાર્યક્રમમાં સ્ટુડીયો રૂમમાં પાત્ર પોતાનો પરિચય રજૂ કરે છે. જેનું હોલમાં બીગ સ્ક્રીન ઉપર પ્રસારણ થાય છે. જયાં ઉપસ્થિત વાલીઓ વિગત નોંધી શકે છે. આ સંમેલનમાં ૧૨૦૦ જેટલા યુવક-યુવતીઓ ભાગ લેશે.
ઉમેશભાઈ મહેતા, બાલેન્દુ જાની, મુકેશભાઈ ત્રિવેદી, ગીજુભાઈ જોશી, સુરેશભાઈ રાવલ, જગદીશભાઈ જે.ત્રિવેદી, પરિચય મેળાના ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે. પારિવારિક માહોલમાં યોજાનારા હાઈટેક પરિચય સંમેલનની વધુ માહિતી માટે મુખ્ય કાર્યાલય ‘કમલ કાન્ત ભુપન’, ૬/૧૧ જાગનાથ પ્લોટ, રાજકોટ ફોન નં.૮૭૫૮૦ ૨૨૫૨૨ અથવા પ્રમુખ મધુકરભાઈ ખીરા ૯૭૨૬૧ ૪૯૫૪૮, ક્ધવીનર કે.ડી.ત્રિવેદી ૯૨૨૭૬ ૪૯૫૭૦ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.
મહેન્દ્રભાઈ ઉપાધ્યાય તથા પ્રવિણભાઈ જોશીએ ઉમેર્યું હતું કે, બ્રહ્મ યુવક-યુવતીઓની તસ્વીર રંગીન દળદાર ડીરેકટરીનું પણ આ કાર્યક્રમ દરમિયાન વિમોચન થશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિપુલભાઈ વાગડીયા, નિલેશભાઈ ત્રિવેદી, સુરભીબહેન આચાર્ય, રાણીગીબેન રાવલ, કૌશિકભાઈ પાઠક, જયેન્દ્રભાઈ ત્રિવેદી, હરિપ્રસાદ ત્રિવેદી, અશોકભાઈ દવે, દિલીપભાઈ દવે, લલિતભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ મહેતા, બીપીનભાઈ રાવલ, મહેન્દ્ર ઉપાધ્યાય, અરૂણભાઈ જોષી, કમલેશ જોશી, દિલીપ દવે, સંજય જોશી, ઉમેશભાઈ મહેતા, બલિન્દ્ર જાની, મુકેશભાઈ ત્રિવેદી, ગીજુભાઈ જોશી, સુરેશભાઈ રાવલ, જગદીશભાઈ ત્રિવેદી જહેમત ઉઠાવી રહ્યાં છે.