કચ્છના ગરીબ પરિવારના પાબીબેને પોતાના વતનની એમ્બ્રોડરીને પાબીબેન ડોટ કોમના માધ્યમી વૈશ્વિક કક્ષાએ પહોંચાડી, પાબી બેગ્સએ યંગી લઈને ઓલ્ડ એજ સુધીના તમામને ઘેલુ લગાવ્યું: પાબીબેને ભરતકામ ક્ષેત્રે ક્રાંતિ સર્જીને સમગ્ર ગામને રોજગારી અપાવી
પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીમાં શાસ્ત્રી મેદાન ખાતે તા.૨૫ થી ૩૧ સુધી આયોજિત હસ્તકલા પર્વમાં કચ્છનાં પાબીબેન પણ લેશે ભાગ: કુલ ૨૫૦ જેટલા કારીગરો પોતાની કલાનું પ્રદર્શન કરશે
પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીમાં શાસ્ત્રી મેદાન ખાતે તા.૨૫ થી ૩૧ દરમિયાન હસ્તકલા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હસ્તકલાના કારીગરો મોટી સંખ્યામાં ભાગ લઈને વિવિધ વસ્તુઓનું વેંચાણ કરશે. તેમજ પ્રદર્શન પણ કરશે. આ હસ્તકલા પર્વમાં કચ્છના ચાર ચોપડી ભણેલા અને પોતાની કલાી વિશ્ર્વ વિખ્યાત બનેલા પાબીબેન રબારી પણ ભાગ લેવાના છે.
પાબીબેન કચ્છની ઢેબરિયા રબારી કોમના છે. કચ્છના નાનકડા ગામમાં ઘણા સંધર્ષો સાથે પાબીબેનનું બાળપણ વીત્યું. પાંચ વર્ષની વયે પિતાનું મૃત્યુ થયું, માતાને મજૂરીકામમાં મદદ કરતા અને આર્થિક તંગીના કારણે તેઓ માત્ર ચાર ધોરણ ભણી શક્યા. પણ, જેમ સંગીતને કોઈ સીમાળા નથી નડતા તેવી જ રીતે પાબીબેનની કલા ને પણ કોઈ સીમાડા નથી નડતા. તેઓ તેમની કલાકારીગરીના માધ્યમથી વિદેશી લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકે છે અને બિઝનેસ પણ!
ઢેબરિયા રબારી સમાજમાં દહેજ માટે ભારતગૂંથનની ચીજ – વસ્તુઓ – ઘરશણગાર- કપડાં વગેરે તૈયાર કરવાની પ્રથા હતી. કોઈપણ છોકરી આ બધું જ તૈયાર ન કરે ત્યાં સુધી તેને સાસરે વળાવવામાં ન આવતી. રબારી સમાજના આગેવાનોએ વર્ષ ૧૯૯૦ના દાયકામાં આ પ્રથા બંધ કરી – ભરતકામ પર પ્રતિબંધ મૂકી દીધો. રબારી સમાજની મહિલાઓ આ નિર્ણયથી ખુશ થવાને બદલે નાખુશ હતી – કેમકે ભરતગૂંથણની વસ્તુઓ સોના – ચાંદીના દાગીનાને ટક્કર માટે તેટલી સુંદર બનતી, અને ભારતનો શણગાર કોઈપણ મહિલાને આર્થિક રીતે પોસાય તેમ હતો.
આથી, પોતાની ભરતકામની પરંપરા સંપૂર્ણપણે બંધ ન થઇ જાય અને પોતાનાઓ શણગાર પણ ટકી રહે તે માટે રબારી મહિલાઓએ વિવિધ લેસનો ઉપયોગ કરી પોતાના કપડાં બનાવવાનું શરૂ કર્યું. જે કળા ‘હરી જરી’ તરીકે ઓળખાવા લાગી. આજ સમય હતો, કે જ્યારે પાબીબેને ’હરી જરી’નો ઉપયોગ કરી પોતાના માટે બેગ બનાવી. જોકે તેમણે બનાવેલી બેગ પાબીબેન ખુદને જ આકર્ષક ન લાગી. ત્યારે પાબીબેન ખુદ માર્કેટમાં ગયા અને વિવિધ લેસ અને જરી ખરીદીને એક નવી બેગ તૈયાર કરી. જેને પાબીબેગ નામ આપ્યું.
પાબીબેન જણાવે છે કે તેમની આગવી ઓળખ ઉભી થઇ, તે પાછળ તેમના પતિનો ખુબ સાથ અને સહકાર રહ્યો છે. “મારા પતિએ મને એક દિવસ કહ્યું કે ક્યાં સુધી તમે બીજા માટે કામ કરશો? બીજા માટે કામ કરો છો ત્યારે નથી તમારી ઓળખ થતી કે નથી તમારા કામને જરૂરી પ્રસિદ્ધિ મળતી.
આ વાત પાબીબેનને ખુબ ગમી અને પોતના ગામની અન્ય કારીગર મહિલાઓ સાથે તેઓએ પોતાનો ઉદ્યોગ ૩-૪ બેગની વેરાઈટી સાથે શરુ કર્યો. પાબીબેન તે વખતે પણ મૂંઝવણમાં તો હતાં જ કે લોકોને આ બેગ ગમશે કે નહીં – પણ તેમને ઘેર આવેલા વિદેશી મહેમાનોને આ બેગ પસંદ પડી અને વર્ષ ૨૦૦૩થી પાબીબેગ્સ પ્રચલિત બની.
પાબીબેન જણાવે છે કે તેઓ સૌપ્રથમ વખત અમદાવાદ ખાતે આયોજિત એક પ્રદર્શનમાં ભાગ લેવા ગયા અને ત્યાં જાણ્યું કે દેશ – દુનિયા સાથે જોડાવા માટે વેબસાઈટ હોવી જરૂરી છે. અહીંથી શરૂઆત થઇ પાબીબેન.કોમની. ગામની એક એવી મહીલા, જે ભણી નથી, તેણે ટેકનોલોજીનો ઉપયોગ કરી સમાજનું એક આગવું ઉદાહરણ બની. “મારા પતિએ મને એક દિવસ કહ્યું કે ક્યાં સુધી તમે બીજા માટે કામ કરશો? બીજા માટે કામ કરો છો ત્યારે નથી તમારી ઓળખ થતી કે નથી તમારા કામને જરૂરી પ્રસિદ્ધિ મળતી.
આજે પાબીબેની કારીગરીના વિશ્વભરમાં ચાહકો છે, પાબીબેન પાસે બેગ્સની ૭૦ જેટલી વેરાઈટી છે. આ ઉપરાંત તેઓ ફાઇલ્સ, ટોયલેટ કીટ્સ, ગોદડી, કુશન કવર, ચણીયા ચોળી જેવી વિવિધ પ્રોડક્ટ્સ બનાવે છે. પાબીબેન સાથે ૬૦ જેટલી અન્ય કારીગર બહેનો જોડાયેલી છે. પાબીબેન પોતે તો એક સફળ ઉદ્યોગસાહસિક બન્યાં છે. તેમની કલાની કદર આજે દેશ-દુનિયાએ કરી છે.
હોલીવુડ અને બોલીવુડમાં પણ પાબી બેગ્સની બોલબાલા
હોલીવુડ અને બોલીવુડમાં પણ પાબીબેગ્સની હોલીવુડ અને બોલીવુડમાં પણ બોલબાલા રહી છે. એક સમયે કચ્છ આવેલી એક વિદેશી મહિલાને આ બેગ ખુબ પસંદ પડી હતી. ત્યારે આ બેગને પાબીબેગ્સ નામ આપવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૩થી આ બેગ ખુબ જાણીતી બની હતી અને જોત જોતામાં હોલીવુડ અને બોલીવુડમાં પણ તેની બોલબાલા જોવા મળી હતી અને અભિનેત્રીઓ પાબીબેગ્સનો ઉપયોગ પણ કરે છે.
શાસ્ત્રી મેદાનમાં હસ્તકલા પર્વની ચાલતી તડામાર તૈયારીઓ.
શાી મેદાનમાં ૨૫ થી ૩૧મી સુધી હસ્તકલા પર્વ યોજાવાનું છે. જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ હસ્તકલા પર્વમાં બી ટુ બી તા બી ટુ સી પ્રકારના સંવાદ તેમજ નેટવર્કિંગ માટે પ્રેરણાદાયી વાતાવરણ પૂરું પાડવાનો તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. હસ્તકલા પર્વમાં ૧૨૮ જેટલા સ્ટોલ તેમજ થીમેટીક પેવેલીયન રાખવામાં આવ્યા છે. ૨૫૦ જેટલા કારીગરો તેમા ભાગ લેવાના છે. ઉપરાંત તેમાં ઘણા કારીગરો હસ્તકલાનું લાઈવ નિદર્શન કરાવવાના છે. ઉપરાંત અહીં આવતા મુલાકાતીઓ પણ હસ્તકલામાં પોતાનો હાથ અજમાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પાબી બેગ્સની ૭૦ જેટલી વેરાયટી
પાબીબેન સમયની સાથો સાથ પોતાની પ્રોડકટને પણ અપગ્રેડ કરતા રહે છે તેઓ શોપીંગ બેગ, લેપટોપ બેગ, રબારી વાયબ્રન્ટ બેગ, વસંત બહાર બેગ, રબારી રાસ પર્સ, ઢેબરીયા ટોટ બેગ, હેપ્પી હેન્ડ કલર બેગ, કેશુડા બેગ, પાબી સ્લિંગ બેગ સહિતની બેગ બનાવે છે. આ બેગનું દેશ ઉપરાંત વિદેશમાં પણ વેંચાણ થાય છે.