• ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પરસ્પર સંકલનથી કાર્ય થશે

 Loksabha Election 2024 : આગામી થોડા સમયમાં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના છેવાડાના સમુદ્રી જિલ્લા ગીર સોમનાથ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પ્રશાસન વચ્ચે એક સંયુક્ત ચૂંટણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

An inter-state election meeting was held between Gujarat and Union Territory of Diu
An inter-state election meeting was held between Gujarat and Union Territory of Diu

આંતરરાજ્યીય એવી આ ચૂંટણી બેઠકમાં બંને રાજ્ય વચ્ચે પરસ્પર સંકલન અને સહકારથી કાર્ય કરવા માટે અધિકારીઓએ સહમતિ વ્યક્ત કરી પરસ્પરના સંકલનમાં રહીને સારી રીતે ચૂંટણી પાર પાડવાની નેમ વ્યક્ત કરી હતી.

An inter-state election meeting was held between Gujarat and Union Territory of Diu
An inter-state election meeting was held between Gujarat and Union Territory of Diu

ગીર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ બંને રાજ્ય વચ્ચે પરસ્પર સંકલન સારું રહેશે તો ચૂંટણી બહુ સારી રીતે સંકલનથી પાર પાડી શકાશે તેમ જણાવ્યું હતું, તો દીવ કલેકટર ભાનુપ્રિયા એ પરસ્પર સંકલનથી આપસી સમસ્યાઓને સરળતાથી ઉકેલી શકાશે તેવો મત કર્યો હતો.

આ બેઠકમાં ગીર, ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા અને દીવના પોલીસ વડા પિયુષ ફૂઝવલે, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના ચૂંટણી સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ અને દીવ પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.