દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા પ્રવર્તમાન સ્થિતિને ઘ્યાને લઇ વહાલુડીના વિવાહનો પ્રસંગ સાદગીથી ઉજવ્યો: કોરોનાને કારણે ગાઇડ લાઇનના પાલન સાથે સાદગી પૂર્વક થયું આયોજન
રાજકોટને ભાગોળે ઢોલરા ગામે પોતાના સંતાનોથી તથા વ્હાલાઓથી દુભાયેલા વડીલ આવતરો માટેનું પોતીકુ ઘર એટલે દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ જયાં વડીલ મવતરો છેલ્લા વીસથી વધુ વર્ષોથી પોતાની જીંદગીની પાછોતરી ટાઢક મેળવી રહ્યા છે. દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ સહિત અનેક સેવા સાથે જોડાયેલા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટની ૧૫૧ જેટલા કાર્યકર્તાઓની ટીમ દ્વારા વહાલુડીના વિવાહ નામે રર દિકરીઓના વિવાહનું પ્રવર્તમાન કોરોના મહામારોની સ્થિતિને ઘ્યાને રાખીને સાદગી પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
વ્હાલુડી વિવાહ પ્રસંગમાં મા-બાપની છત્રછાયા અને પિતાની છત્રછાયા વગરની દિકરીઓના લગ્ન કરાવવામાં આવે છે. સતત બે વર્ષથી ભવ્ય રીતે યોજાતો આ પ્રસંગ પ્રવર્તમાન પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને સાદગીપૂર્વક યોજાયો હતો. આર.ડી. ગાર્ડી કોલેજ ખાતે માત્ર ૧૦૦ લોકોની ઉ૫સ્થિતિમાં સાંજી ગીત, આણુ અવસર અને દાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. રર દિકરીઓના લગ્ન તેમના જ ઘરે માત્ર ૫૦ લોકોની ઉપસ્થિતિમાં થવાનાં છે જેનો તમામ ખર્ચ વ્હાલુડીના વિવાહની ટીમ આપશે.
તમામ દિકરીઓને એક લાખને પચ્ચીસ હજારનું કરિયાવર અને ફિકસ ડીપોઝીટની રકમ દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવી હતી.
આ પ્રસંગમાં દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમમાં ટ્રસ્ટી મુકેશભાઇ દોશી સહિતના ટ્રસ્ટીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજર રહીને દિકરીઓને આર્શીવાદ આપ્યા હતા. આ વર્ષ કોરોનાને કારણે વ્હાલુડીના વિવાહનું આયોજન સાદગીપૂર્વક અને તમામ સરકારી ગાઇડલાઇનના પાલન સાથે થયું હતું.